Home /News /business /ફ્લિપકાર્ટે દશેરા સેલની કરી જાહેરાત, ઉત્પાદનો પર મળશે 80 ટકા સુધીનું ભારે ડિસ્કાઉન્ટ

ફ્લિપકાર્ટે દશેરા સેલની કરી જાહેરાત, ઉત્પાદનો પર મળશે 80 ટકા સુધીનું ભારે ડિસ્કાઉન્ટ

Flipkartએ બિગ દશેરા સેલની જાહેરાત કરી (ફાઈલ તસવીર)

Flipkart Dussehra Big Sale 2022: જો તમે દિવાળી માટે ખરીદી કરવાનો પ્લાન કરી રહ્યા છો તો, દશેરા પર ફ્લિપકાર્ટ પર શરૂ થનારા સેલમાં ભારે ડિસ્કાઉન્ટનો ફાયદો ઉઠાવી શકો છો.

    નવી દિલ્હીઃ જો તમે દિવાળી માટે ખરીદી કરવાનો પ્લાન કરી રહ્યા છો તો, દશેરા પર ફ્લિપકાર્ટ પર શરૂ થનારા સેલમાં ભારે ડિસ્કાઉન્ટનો ફાયદો ઉઠાવી શકો છો. Flipkartએ બિગ દશેરા સેલની જાહેરાત કરી દીધી છે. આ સેલ એક અઠવાડિયા સુધી ચાલશે. જે દરમિયાન તમે સ્માર્ટફોન મોબાઈલથી લઈને ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ બહુ જ ઓછા ભાવે ખરીદી શકો છો. સેલ દરમિયાન તમે 80 ટકા સુધીની છૂટનો ફાયદો ઉઠાવી શકો છો.

    5 ઓક્ટોબરથી શરૂ થશે સેલ


    Flipkart બિગ દશેરા સેલ 5 ઓક્ટોબરથી શરૂ થશે અને 8 ઓક્ટોબર સુધી ચાલશે. જે લોકોએ ગત વર્ષે સેલને ચૂકી ગયા છે કે ઓફર્સનો ફાયદો ઉઠાવી શક્યા નથી, તેમના માટે સારી તક છે. અહીં આ વખતે સેલમાં HDFC બેંકનો ઉપયોગ કરનારા ગ્રાહકોને ભારે છૂટ મળવાની છે. અહીં તમને સરળતાથી EMI ઓફર્સ દ્વારા ડિસ્કાઉન્ટ મળશે.

    આ પણ વાંચોઃ Post Office Saving Schemes: કેન્દ્ર સરકારે આ યોજાનામાં વ્યાજ દર વધાર્યા

    80 ટકા સુધી મળશે ડિસ્કાઉન્ટ


    ફ્લિપકાર્ટ મોબાઈલ, લેપટોપ, ટીવી અને અન્ય ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ પર ઓફર, ડીલ અને એક્સટેન્જ ડિસ્કાઉન્ટ લઈને આવશે. આગામી સેલની તારીખોના પહેલા ઈ-કોમર્સ કંપનીએ જણાવ્યુ કે, ફ્લિપકાર્ટ Realme, Poco, Vivo અને Samsungની સાથે સાથે iPhone મોડલના સ્માર્ટફોન પર પણ ડિસ્કાઉન્ટનો ફાયદો મળશે. માઈક્રોસાઈટ અનુસાર, ઘણા ઉત્પાદનો જેમ કે ઈલેક્ટ્રોનિક્સ, એસેસરીઝ અને ટીવી પર વેચાણ દરમિયાન 80 ટકા સુધીની છૂટ મળશે.

    આ પણ વાંચોઃ દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્કની મિલકતમાં થયો મોટો ઘટાડો, જાણો શું છે કારણ?

    બેંક પણ સાથે મળીને આપશે આ ઓફર


    ફ્લિપકાર્ટ તેના પ્રોડક્ટસ પર 10 ટકાનુ તાત્કાલિક ડિસ્કાઉન્ટ પણ ઓફર કરી રહ્યુ છે. બેંક ઓફર્સ માટે આ વખતે ફ્લિપકાર્ટે એક્સિસ બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક સાથે ભાગીદારી કરી છે. કેશબેક ઓફર માટે Paytmની સાથે પણ ભાગીદારી કરવામાં આવી છે. સાથે જ HDFC કાર્ડ પર પણ ઓફર મળી રહી છે.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Business news, Festival Sale, Flipkart sale

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन