ફ્લિપકાર્ટ સંકટ: Myntraના CEO અને CFOએ પણ આપ્યું રાજીનામું

News18 Gujarati
Updated: November 16, 2018, 2:58 PM IST
ફ્લિપકાર્ટ સંકટ: Myntraના CEO અને CFOએ પણ આપ્યું રાજીનામું
પ્રતિકાત્મક તસવીર

Flipkartના સહ સંસ્થાપક બિન્ની બંસલે કંપનીના ગ્રૂપ સીઈઓ પદેથી રાજીનામું આપ્યાબાદ Myntraમાં હલચલ મચી ગઈ છે.

  • Share this:
Flipkartના સહ સંસ્થાપક બિન્ની બંસલે કંપનીના ગ્રૂપ સીઈઓ પદેથી રાજીનામું આપ્યાબાદ Myntraમાં હલચલ મચી ગઈ છે. ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના એક અહેવાલ મુજબ, ફ્લિપકાર્ટના સહ સ્થાપક બિન્ની બંસલને ગંભીર ગેરવર્તનના આરોપસર કંપનીમાંથી બહાર કાઢવાના થોડા દિવસો બાદ, Myntraનાં સીઇઓ અનંત નારાયણન અને સીએફઓ દીપાનજન બાસુએ પણ રાજીનામા આપી દીધા હતાં.

બિન્ની બંસલના ગયા પછી નારાયણને Flipkart ના CEO કલ્યાણ કૃષ્ણમૂર્તિને રિપોર્ટ કરવો પડત. ઈન્ડસ્ટ્રી ઈનસાઈડર્સનું કહેવું છે કે આ બંને વચ્ચે પહેલેથી જ ખટરાગ છે.

ફ્લિપકાર્ટ જૂથમાં કૃષ્ણમૂર્તિ સૌથી શક્તિશાળી એક્ઝિક્યુટિવ બને છે, જેના માટે બેંગલુરુ સ્થિત ઈટેઈલર સાથે આ બીજી ઇનિંગ છે. વધારામાં, Myntra તેના કુલ કર્મચારીઓને નોંધપાત્ર સંખ્યામાં પણ કાપ મુકી શકે છે. Myntraનાં બે એક્ઝિક્યુટિવ્સે ટી.ઓ.આઈને થોડા મહિના માટે કંપનીના રાઉન્ડમાં કામ કરતા કર્મચારીઓની સંભવિત કપાતની વાટાઘાટ વિશે જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ  દેશની સૌથી મોટી ઓનલાઇન રિટેલ કંપની ફ્લિપકાર્ટના CEOએ કેમ આપ્યું રાજીનામું?

નારાયણન જુલાઈ 2015 માં સીઇઓ તરીકે Myntraમાં જોડાયા હતા. જે Myntraના સહ-સ્થાપક મુકેશ બંસલ પાસેથી ટેકઓવર કરવામાં આવી હતી. નારાયણન મેકકીંસે એન્ડ કંપનીમાંથી Myntraમાં આવ્યા અને તે સમયે કંપનીમાં જોડાયા જ્યારે કન્સલ્ટન્સી કંપનીઓના કેટલાક અધિકારીઓ ફ્લિપકાર્ટ ગ્રૂપની કંપનીઓ અને અન્ય ટોચની ઇન્ટરનેટ કંપનીઓમાં જોડાયા હતા.

ફ્લિપકાર્ટનો ફેશન બિઝનેસ રિશી વાસુદેવ દ્વારા સંચાલિત છે. ફ્લિપકાર્ટે અગાઉ દાવો કર્યો હતો કે તેના ફેશન બિઝનેસમાં કુલ વેચાણમાં Myntra આગળ વધી ગયું છે. નારાયણન હેઠળ, કંપની પણ નફાકારકતાથી એક ઈંચ નજીક જવાનો પ્રયાસ કરી રહી છે. 2017ના પૂરા થતા નાણાકીય વર્ષ માટે Myntraના નુકસાનમાં 25% નો ઘટાડો થયો છે. 
First published: November 16, 2018
વધુ વાંચો
अगली ख़बर