બિન્ની બંસલે અચાનક Flipkartના CEO પદેથી આપ્યું રાજીનામું, જાણો કારણ

અમેરિકન રિટેલ કંપની વોલમાર્ટે મે મહિનામાં ફ્લિપકાર્ટની 77 ટકા ભાગીદારી 1.07 લાખ કરોડ રૂપિયામાં ખરીદી હતી.

અમેરિકન રિટેલ કંપની વોલમાર્ટે મે મહિનામાં ફ્લિપકાર્ટની 77 ટકા ભાગીદારી 1.07 લાખ કરોડ રૂપિયામાં ખરીદી હતી.

 • Share this:
  ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટના ફાઉન્ડર અને ગ્રુપ સીઈઓ બિન્ની બંસલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ છે. તેમણે આ પગલું તેમની વિરુદ્ધ નિર્ણય લેવામાં ખરાબ વ્યવહારના આરોપોની તપાસને લઈ ભર્યું છે. 6 મહિના પહેલા કંપનીનું અધિગ્રહણ કરનારી કંપની વોલમાર્ટે બંસલનું રાજીનામું સ્વીકાર કરી લીધુ છે. કલ્યાણ કૃષ્ણામૂર્તિ હવે સીઈઓની જવાબદારી સંભાળશે. તમને જણાવી દઈએ કે, બિન્ની બંસલ અને સચિન બંસલે સંયુક્ત રીતે દેશની સૌથી મોટી ઓનલાઈન રિટેલ કંપની ફ્લિપકાર્ટની સ્થાપના કરી હતી.

  વોલમાર્ટ અનુસાર, બંસલે તેમના વિરુદ્ધ તપાસ ચાલુ રહેતા સમયે જ રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. આ પહેલા સપ્ટેમ્બરમાં સમાચાર આવ્યા હતા કે, બિન્ની બંસલ કંપનીની સક્રિય ભૂમિકા નથી નિભાવી રહ્યા. જેથી ગ્રુપ સીઈઓ બદલવાની જરૂરત ઉભી થઈ છે.

  બિન્નીના નિર્ણયોમાં પારદર્શીતા નહી - વોલમાર્ટ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, બિન્ની વિરુદ્ધ મળેલી ફરિયાદના પ્રૂફ તો ના મળ્યા, પરંતુ તેમની તરફથી લેવામાં આવેલા નિર્ણયોમાં ખામી મળી. ખાસ કરીને તેવી પરિસ્થિતિ વિશેષમાં લેવામાં આવેલા તેમના નિર્ણયોમાં પારદર્શીતાની અછત જોવા મળી. જેથી તેમનું રાજીનામું મંજૂર કરી લેવામાં આવ્યું છે.

  નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, બિન્નીએ રાજીનામું આપવાનો નિર્ણય ફ્લિપકાર્ટ અને વોલમાર્ટ તરફથી સ્વતંત્ર રીતે ગંભીર વ્યક્તિગત ગેરવર્તનના આરોપોની તપાસ બાદ કર્યો છે. જોકે, તેમણે આ આરોપોને ફગાવી દીધા છે. જોકે, આ અમારી જવાબદારી છે, કે આ તપાસ સારી રીતે થાય.

  મે મહિનામાં વોલમાર્ટે ફ્લિપકાર્ટને ખરીદી - અમેરિકન રિટેલ કંપની વોલમાર્ટે મે મહિનામાં ફ્લિપકાર્ટની 77 ટકા ભાગીદારી 1.07 લાખ કરોડ રૂપિયામાં ખરીદી હતી. ઓગષ્ટમાં સીસીઆઈની મંજૂરી બાદ ડીલ પૂરી થઈ ગઈ. બિન્ની બંસલ અને સચિન બંસલે 2007માં ફ્લિપકાર્ટની શરૂઆત કરી હતી.
  Published by:kiran mehta
  First published: