Home /News /business /

નવા વર્ષથી ઓનલાઇન શોપિંગ પર નહીં મળે કેશબેક અને બંપર ડિસ્કાઉન્ટ!

નવા વર્ષથી ઓનલાઇન શોપિંગ પર નહીં મળે કેશબેક અને બંપર ડિસ્કાઉન્ટ!

પ્રતીકાત્મક તસવીર

1 જાન્યુઆરીથી લાગુ થશે નવા નિયમ, જાણો બીજી શું જોગવાઈ કરવામાં આવી?

    ન્યૂઝ18 ગુજરાતી: નવા વર્ષમાં ઓનલાઇન શોપિંગ કરતી વખતે આપ એક્સક્લૂસિવ ડીલ, કેશબેક અને બમ્પર ડિસ્કાઉન્ટનો ફાયદો નહીં ઉઠાવો શકો. સરકારે ઈ-કોમર્સ કંપનીઓને લઈને નવા નિયમ જાહેર કર્યા છે. કંપનીઓ હવે આ પ્રકારની ઓફર નહીં આપી શકે. આપને જણાવી દઈએ કે સરકારે ફ્લિપકાર્ટ અને અમેઝોન જેવી ઈ-કોમર્સ કંપનીઓ માટે નિયમો કડક કરી દીધા છે. જોકે, નવા નિયમોથી સ્થાનિક વેપારીઓને ફાયદો થશે.

    નવા વર્ષમાં બદલાશે ઓનલાઇન શોપિંગ
    સરકાર તરફથી જાહેર નવા નિયમો મુજબ, કોઈ પણ ઈ-કોમર્સ પ્લેટફોર્મ સપ્લાયરને ખાસ છૂટ ન આપી શકાય. એવામાં કેશબેક, એક્સક્લૂસિવ સેલ કે કોઈ પોર્ટલ પર એક બ્રાન્ડનું લોન્ચ, એમેઝોન પ્રાઇમ અને ફ્લિપકાર્ડ એશ્યોર્ડ જેવી ડીલ્સ કે કોઈ પ્રકારની ખાસ સેવા આપવામાં હવે કંપનીઓને મુશ્કેલી થઈ શકે છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે નવા નિયમોથી ઓનલાઇન પ્લેટફોર્મ્સને કોઈ પણ પ્રકારના પક્ષપાતથી મુક્ત કરવાના છે.

    આની પર લાગશે રોક
    મંત્રાલયે કહ્યું કે, એવા કોઈ પણ એકમ જેની ઉપર ઈ-કોમર્સ કંપની કે તેના સમૂહની કોઈ કંપનીનું નિયંત્રણ હોય કે તેમના ભંડારમાં ઈ-કોમર્સ કંપની કે તેના સમૂહની કોઈ કંપનીની ભાગીદારી હોય તો તે એકમ સંબંધિત ઓનલાઇન માર્કેટ પ્લેસ (મંચ) દ્વારા પોતાના ઉત્પાદોનું વેચાણ નહીં કરી શકે. માનવામાં આવી રહ્યું છે કે સરકારના આ પગલાથી નાના વેપારીઓને ફાયદો થશે.

    હવે શું થશે?
    એક્સપર્ટસનું કહેવું છે કે, એમેઝોન અને ડબલ્યૂએસ રિટેલને ફ્લિપકાર્ટ સાથે જોડીને જોવામાં આવે છે, પરંતુ નવા નિયમોના કારણે તે સંબંધિત પ્લેટફોર્મ્સ પર સામાન નહીં વેચી શકે. ફ્લિપકાર્ટના નવા માલિક વોલમાર્ટ પોતે આ ઈ-કોમર્સ પ્લેટોફોર્મ પર સામાન નહીં વેચી શકે.

    આ પણ વાંચો, ખુશખબર! નવા વર્ષમાં 6 રૂપિયા સુધી સસ્તું થઈ શકે છે પેટ્રોલ

    સામાન વેચવાની લિમિટ નક્કી
    ઈ-કોમર્સ વેબસાઇટ પર કોઈ એક વેન્ડર કેટલો સામાન વેચી શકે છે, તેની પણ સીમા નક્કી કરવામાં આવી છે.

    આ જોગવાઈ પણ કરવામાં આવી
    મંત્રાલયના એક નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, માર્કેટ પ્લેસની સમૂહ કંપનીઓ દ્વારા ખરીદારોને આપવામાં આવતા કેશબેક ભેદભાવથી રહિત અને યોગ્ય હોવી જોઈએ. નોટિફિકેશનમાં એમ પણ કહેવામાં આવ્યું કે આ કંપનીઓને દર વર્ષે 30 સપ્ટેમ્બર સુધી ઓડિટરના રિપોર્ટની સાથે રિઝર્વ બેંકની પાસે એક પ્રમાણપત્ર જમા કરાવવું જેથી સુનિશ્ચિત કરી શકાય કે કંપનીએ છેલ્લા નાણાકીય વર્ષના દિશા નિર્દેશોનું પાલન યોગ્ય રીતે કરી કર્યું છે.

    1 જાન્યુઆરીથી લાગુ થશે નવા નિયમ
    મંત્રાલયનું કહેવું છે કે ફેરફાર 1 ફેબ્રુઆરી 2019થી લાગુ થશે. મંત્રાલયે ઈ-કોમર્સ કંપનીઓ દ્વારા કસ્ટમર્સને ભારે ડિસ્કાઉન્ટ આપવાની વિરુદ્ધ સ્થાનિક વેપારીઓની આપત્તિઓને ધ્યાને લઈ આ નિર્ણય લીધો છે. સરકારે ઈ-કોમર્સ પ્લેટફોર્મનું સંચાલન કરનારી કંપનીઓમાં 100 ટકા વિદેશી ભાગીદારીની છૂટ આપી છે પરંતુ નિયમ મુજબ તે માલની ઇન્વેન્ટ્રી બનાવીને તેનું વેચાણ પોતાના પ્લેટફોર્મ પર નહીં કરી શકે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: E commerce, Flipkart, Modi govt, Wall Mart, અમેઝોન

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन