ફ્લાઈટનું ભાડું થયું નક્કી, ત્રણ મહિના સુધી ફિક્સ ભાડું લઈ શકશે એરલાઈન્સ, જાણો કેટલી થઈ ટિકિટ

News18 Gujarati
Updated: May 21, 2020, 6:34 PM IST
ફ્લાઈટનું ભાડું થયું નક્કી, ત્રણ મહિના સુધી ફિક્સ ભાડું લઈ શકશે એરલાઈન્સ, જાણો કેટલી થઈ ટિકિટ
પ્રતિકાત્મક તસવીર

મંત્રાલય દ્વારા એર ફેર લગાવવામાં આવેલી આ કેપ આગામી ત્રણ મહિના સુધી લાગુ રહેશે.

  • Share this:
નવી દિલ્હીઃ કેન્દ્રિય નાગર વિમાનન મંત્રી હરદીપ સિંહ પુરીએ 25 મેથી સ્થાનિક ઉડાનોનું ઓપરેશન શરૂ કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત સાથે તેમણે એર ફેયરની અધિક્તમ અને ન્યૂનતમ સીમા પણ નક્કી કરી છે. મંત્રાલય દ્વારા એર ફેર લગાવવામાં આવેલી આ કેપ આગામી ત્રણ મહિના સુધી લાગુ રહેશે. કેન્દ્રીય નાગર વિમાનન મંત્રી હરદીપ સિંહ પુરીએ દેશના સૌથી વ્યસ્ત રુટનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે, દિલ્હીથી મુંબઈ વચ્ચે ઓછામાં ઓછું 3500 રૂપિયા અને વધુમાં વધુ 10000 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. દિલ્હી-મુંબઈની જેમ 25 મેથી શરુ થનારી બધા સેક્ટની ઉડાનોનું ભાડાની સીમા નક્કી કરી દીધી છે.

નાગર વિમાન મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે તેમના મંત્રાલયની કોશિશ છે કે સંકટના આ સમયમાં વધારેમાં વધારે લોકોને વ્યાજબી દરો ઉપર એર ટિકિટ ઉપલ્ધ બને. આ હેતુંથી દરેક ગંતવ્યો માટે અધિકતમ અને ન્યૂનતમ ભાડું નક્કી કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે પૂર્વની જેમ એરલાયન્સ એર ફેરને પણ વિભિન્ન બકેટ્સ બકેટમાં વહેચીને તેનું વેચાણ શરૂ કરશે.

એરલાઈન્સને સૂચના આપી છેકે પોતાના બકેટ્સનું નિર્ધારણ મંત્રાલય દ્વારા નક્કી કરવામાં આવેલા અધિકત્તમ અને ન્યૂનતમ ભાડાના આધારે કરવામાં આવે. આ ઉપરાંત એરલાઈન્સને અત્યારે કહેવામાં આવ્યું છે કે, તે 40 ટકા ટિકિટોનું વેચાણ મંત્રાલય દ્વારા નક્કી કરેલા સરેરાશ ભાડાથી ઓછામાં કરે.

નાગર વિમાનન મંત્રાલયના સચિવ પ્રદિપ સિંહ ખરોલાએ જણાવ્યું હતું કે, મંત્રાલય દ્વારા નક્કી કરેલા ભાડામાં એર ટિકિટ ઉપર લેવામાં આવતા ટેક્સનો સમાવેશ થયો નથી. આ ભાડા અંતર્ગત મુસાફરોને યુઝર ડેવલોપમેન્ટ ફીસ (UDF) પેસેન્જર સર્વિસ ફીસ (PSF) ટેક્સનું ચૂકવણું કરવાનું રહેશે. તેમણે જણાવ્યું કે આગામી ત્રણ મહિનાઓથી નિર્ધારિત કરવામાં આવેલા ફેયર સિસ્ટમની જાણકારી દરેક એર લાઈન્સને આપી દીધી છે.
First published: May 21, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading