ઘરના પઝેશનમાં સમય લાગશે તો બિલ્ડરે સંપૂર્ણ રકમ કરવી પડશે પરત

પ્રતિકાત્મત તસવીર

બિલ્ડર એક વર્ષથી વધુ મોડું ન કરી શકે. તો ખરીદાર રિફંડનો દાવો કરી શકે છે

 • Share this:
  બિઝનેસ ડેસ્ક: જો આપ ઘર ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો કે ઘર ખરીદી ચુક્યા છો પણ આપને તેનું પજેશન નથી મળ્યું તો આ ખબર આપના માટે છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયા મુજબ, રાષ્ટ્રીય વિવાદ નિવારણ આયોગ (NCDRC)એ જાહેરાત કરી છે કે, જો બિલ્ડર ઘર આપવામાં વાયદાની તારીખનાં એક વર્ષ બાદ પણ ઘર નથી આપતા તો ખરીદાર પૈસા માંગી શકે છે.

  પજેશનમાં એક વર્ષ મોડુ થાય તો રિફંડ- આપને જણાવી દઇએ કે, શીર્ષ ગ્રાહક સુરક્ષા ફ્લેટ તૈયાર કરવામાં મોડુ કરવાની એક સમય સીમા નક્કી કરી દીધી છે. આયોગનું કહેવું છે કે, બિલ્ડર એક વર્ષથી વધુ મોડું ન કરી શકે. તો બીજી તરફ ખરીદાર રિફંડનો દાવો કરી શકે છે. આ મામલે ઘણી ન્યાયિક સંસથા અને સુપ્રીમ કોર્ટ પણ વારંવાર કહી ચુકી છે કે, ગ્રાહક રિફંડનો દાવો કરી શકે છે. હજુ સુધી આ સ્પષ્ટ નથી કરવામાં આવ્યું કે આખરે કેટલું મોડું થવા પર રિફંડ મળશે.

  આ વ્યક્તિએ દાખલ કરી અરજી
  દિલ્હીમાં રહેનારા શલભ નિગમે આ મામલે અરજી દાખલ કરી છે. તેણે 2012માં અલ્ટ્રા લક્ઝુરિયસ હાઉસિંગ પ્રોજેક્ટ ગ્રીનપોલિસ ગુડગાંવમાં તેનું ઘર બૂક કરાવ્યું હતું. અને ઓરિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની બનાવી રહી હતી. તેણે 90 લાખની
  આસપાસ રકમ ભરી દીધી હતી. અને તે ઘરની કૂલ કિંમત એક કરોડ રૂપિયા છે. એગ્રીમેન્ટ મુજબ 36 મહિના એટલે કે ત્રણ વર્ષમાં ફ્લેટ મળી જશે પણ બિલ્ડર ફ્લેટનું કામ પૂર્ણ ન કરી શક્યો. તે બદ નિગમ આયોગે આ વલણ અપનાવ્યું છે.

  આયોગે આપ્યા આદેશ
  -બિલ્ડરનું કહેવું છે કે, તે બહાર સતત હપ્તો ભરી રહ્યાં છે અને રિફંડનો આદેશ આપ્યો છે તો ખરીદારે બાનાપેટે 10 ટકા રકમ છોડવી પડશે.
  -આયોગે આ વાત ખારીજ કરતાં કહ્યું કે, સાતમાં તબ્બકા સુધીનો હફ્તો ભરવામાં આવ્યો છે અને તે બાદ નિર્માણ કાર્ય અટકી ગયુ છે તેથી કોઇ જ રકમ માફ કરવામાં નહીં આવે.
  -આયોગે કહ્યું કે, જો ખરીદાર ફ્લેટનું પઝેશન ઇચ્છે તો સેપ્ટેમ્બર 2019 સુધી પૂર્ણ કરીને આપવું પડશે.
  -અને જો પજેશનમાં મોડુ થાય છે તો બિલ્ડરે છ ટકા પ્રતિ વર્ષનાં દરે વળતર આપવાનું રહેશે.
  -જો બિલ્ડર સમયથી પજેશન આપવામાં અમર્થ રહે તો 10 ટકા વ્યાજ સાથે સંપૂર્ણ રકમ પરત કરવાની રહેશે.
  Published by:Margi Pandya
  First published: