એક વર્ષમાં જ FD પર કરો મોટી કમાણી, આ બેંકો આપી રહી છે ખાસ ઑફર

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

Bank FD: જો લોકો કોઈ જોખમ લેવા નથી માંગતા તેમણે પોતાની મૂડી એફડીમાં રોકવી જોઈએ. જેમાં તમને વળતરની પણ ખાતરી મળે છે.

  • Share this:
    મુંબઈ: કોરોનાકાળમાં લોકો સુરક્ષિત અને વધારે વળતર આપતી બચત (Savings) તરફ વળ્યા છે. બેંકોમાં એફડી (Bank FD) કરવી એ રોકાણ કરવાની ખૂબ જ સુરક્ષિત રીત છે. સતત ઘટી રહેલા વ્યાજદર (Rate of Interest) વચ્ચે પણ તમારે તમારા પોર્ટફોલિયોમાં અમુક રકમ FD માટે અનામત રાખવી જોઈએ. આજે અમે તમને એક વર્ષમાં ફિક્સ્ડ ડિપોઝિટ (1 yr FD rates) પર સૌથી વધારે વ્યાજ આપતી બેંકો વિશે જણાવી રહ્યા છીએ. જો લોકો કોઈ જોખમ લેવા નથી માંગતા તેમણે પોતાની મૂડી એફડીમાં રોકવી જોઈએ. જેમાં તમને વળતરની પણ ખાતરી મળે છે.

    BankBazaarના જણાવ્યા પ્રમાણે એક વર્ષ સુધી એફડી કરવા પર તમને 6.10 ટકા સુધી વ્યાજ મળે છે. ખાનગી ક્ષેત્રની RBL બેંક 6.10 ટકા જ્યારે IndusInd Bank અને Yes Bank 6 ટકા વ્યાજનો લાભ આપે છે. આ વ્યાજદર વિદેશી બેંકો તેમજ સરકારી બેંકોના વ્યાજ દર કરતા વધારે છે. વિદેશી બેંક Standard Chartered Bank અને DBS Bank તરફથી એક વર્ષની એફડી પર ક્રમશ: 5.30 અને 4.30 ટકા વ્યાજ આપવામાં આવે છે.



    આ પણ વાંચો: બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાએ આ કંપનીમાં પોતાનો હિસ્સો ઘટાડ્યો, આ કંપનીના એક કરોડ શેર ખરીદ્યા

    બીજી તરફ મોટી ખાનગી બેંકોની સરખામણીમાં નાની ફાઇનાન્સ બેંકો એક વર્ષની એફડી પર ખૂબ ઊંચુ વળતર આપે છે. જેમ કે, Suryoday Small Finance Bank અને Ujjivan Small Finance Bank એક વર્ષની એફડી પર 6.50 ટકા વ્યાજ આપે છે.

    આ પણ વાંચો: Fixed deposit: ફક્ત 6 મહિનામાં FD કરાવીને કરી શકો છો સારી કમાણી, જાણો SBI સહિત સાત બેંકની ખાસ ઑફર

    ખાનગી બેંકોની વાત કરવામાં આવે તો ICICI બેંક અને HDFC બેંક એક વર્ષની એફડી પર 4.90 ટકા વ્યાજ આપે છે. જ્યારે Axis Bank 5.10 ટકા વ્યાજ આપે છે. જ્યારે Kotak Mahindra Bank બેંક એક વર્ષની એફડી પર 4.50 ટકા વ્યાજ આપે છે. IDFC First Bankની વાત કરવામાં આવે તો તે 4.25 ટકા વ્યાજ આપે છે, જે તમામ ખાનગી બેંકોમાં સૌથી ઓછો છે.

    આ પણ વાંચો: જોઈન્ટ હોમ લોન લેવી કે નહીં? જાણો તેના ફાયદા અને લોન લેતા પહેલા ધ્યાનમાં રાખવાની બાબતો

    જાહેર ક્ષેત્રની બેંકોની વાત કરવામાં આવે તો Canara Bank અને Indian Overseas Bank એક વર્ષની એફડી પર 5.20 ટકા વ્યાજ આપે છે. જ્યારે દેશની સૌથી મોટી સરકારી બેંક State Bank of India (SBI) તેમજ Bank of Baroda (BOB) એક વર્ષની એફડી કરાવવા પર ક્રમશ: 5 ટકા અને 4.90 ટકા વ્યાજ ઑફર કરે છે.

    આ પણ વાંચો: પાંચ ઈક્વિટી ફંડ કેટેગરી જેણે 10 વર્ષમાં આપ્યું સૌથી વધારે રિટર્ન, તમે જ જોઈ લો આંકડા

    ઉલ્લેખનીય છે કે બેંકોમાં પાંચ લાખ રૂપિયા સુધી કરવામાં આવેલી એફડીને DICGC (the Deposit Insurance and Credit Guarantee Corporation) તરફથી સુરક્ષા મળે છે. એટલે કે બેંક ડૂબવાના કેસમાં પણ તે સુરક્ષિત રહે છે. ઓછામાં ઓછા કેટલા રૂપિયાની એફડી કરાવી શકાય તે નિયમ બેંક પ્રમાણે અલગ અલગ હોય છે. (14 જુલાઇ, 2021ના રોજ જે તે બેંકની વેબસાઈટમાં આપવામાં આવેલા વ્યાજદર.)
    Published by:Vinod Zankhaliya
    First published: