Fixed Deposit: RBIએ નિયમમાં કર્યો ફેરફાર, એક નાની ભૂલ તમને લગાડી શકે છે ચૂનો, જાણો સંપૂર્ણ વિગત

પ્રતીકાત્મક તસવીર

RBI New FD Rules: લોકો બચત ખાતા (Saving account) કરતા વધારે વ્યાજ માટે એફડી કરાવે છે. પરંતુ હવે લોકોનું ખિસ્સું હળવું થવું નક્કી છે.

  • Share this:
    મુંબઈ: રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (Reserve bank of India)એ ફિક્સ્ડ ડિપોઝિટ (Fixed Deposit)ને લઈને નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. જેનાથી તમારી એફડી પર ઓછું વ્યાજ (Interest of FD) મળશે. આ નવા નિયમને પગલે તમારે હવે ત્રણથી ચાર ટકા સુધી નુકસાન ભોગવવું પડે શકે છે. હવે તમારે એફડી કરાવવા પહેલા તૈયારી કરવી પડશે! જેમાં નાની એવી ભૂલ પણ તમને મોટું નુકસાન (Loss of interest) કરાવી શકે છે. સામાન્ય રીતે ગ્રાહકો એક વખત FD કરાવ્યા બાદ તેના પર ક્લેમ ન કરે તો બેંકો તેને આગળ વધારી દે છે. પરંતુ હવે તમારી એફડીની પાકતી તારીખે જો તમે ક્લેઇમ નથી કરતા તો બેંક જાતે તેને આગળ નહીં વધારી શકે. એટલે કે હવે એફડીને આગળ વધારવા માટે બેંકને સૂચના આપવી જરૂરી બનશે.

    મેચ્યોરિટીના નિયમમાં ફેરફાર

    RBI તરફથી બહાર પાડેલા સર્ક્યુલરમાં કહેવામાં આવ્યું છે કે, જે ગ્રાહક એફડી કરાવે છે અને ત્યાર બાદ મેચ્યુરિટી (પાકતી મુદ્દતે) પર ક્લેઇમ નથી કરતા તો બેંકમાં બચત ખાતા પર ચાલી રહેલા વ્યાજદર પ્રમાણે ચૂકવણી કરવામાં આવશે. આનો સીધો મતલબ એવો થયો કે એફડી પાકી ગયા બાદ તેના પર ફક્ત બચત ખાતા પર આપવામાં આવતું વ્યાજ મળશે. જે ખૂબ ઓછું હોય છે. આ નવો નિયમ તમામ કૉમર્શિયલ બેંકો, સ્મૉલ ફાઇનાન્સ બેંક, સરકારી બેંક અને ક્ષેત્રીય બેંકોને લાગૂ પડશે.

    કેવી રીતે ચૂનો લાગશે?

    લોકો બચત ખાતા (Saving account) કરતા વધારે વ્યાજ માટે એફડી કરાવે છે. પરંતુ હવે લોકોનું ખિસ્સું હળવું થવું નક્કી છે. બચત ખાતા પર મળતું વ્યાજ સામાન્ય રીતે 3-4 ટકા હોય છે. જ્યારે એફડી પર 5 ટકાથી વધારે વ્યાજ મળતું હોય છે.

    આ પણ વાંચો: અલગ અલગ શહેરોમાં સતત પાંચ દિવસ બેંક રહેશે બંધ, જાણી લો આખી યાદી 

    રોલ ઓવરનો નિયમ બદલાયો

    પહેલા જો પાકતી મુદ્દતે એફડી પર કોઈ અપડેટ ન આપવામાં આવે તો જે તે એફડી રોલ ઓવર કરવામાં આવતી હતી. બેંક પોતાની રીતે જ એફડીની મુદ્દત વધારી દેતી હતી. પરંતુ હવે આવું નહીં થાય. મેચ્યુરિટી (FD maturity) પર પૈસા નહીં ઉપાડવામાં આવે તો તેના પર એફડી પર મળતું વ્યાજ નહીં મળે. તેના પર બચત ખાતા પર મળતું વ્યાજ મળવા લાગશે. આથી એફડીની પાકતી મુદ્દતને યાદ રાખીને જો નાણાની જરૂરિયાત ન હોય તો તેની ફરીથી એફડી કરાવી દો. આવું કરવાથી તમારે વ્યાજનું નુકસાન સહન નહીં કરવું પડે.
    Published by:Vinod Zankhaliya
    First published: