નવી દિલ્હી: તમામ પ્રકારની બચત યોજના (Saving Schemes)માં ફિક્સ્ડ ડિપૉઝિટ (Fixed Deposit)એ રોકાણ માટે લોકોનો પસંદગીનો વિકલ્પ છે. બચત કરવા માટે દરેક ઉંમરના લોકો આ વિકલ્પ પસંદ કરતા હોય છે. આનું સૌથી મોટું કારણ એ છે કે બીજી સ્કીમની સરખામણીમાં તે ખૂબ સુરક્ષિત અને ઓછા જોમખવાળી છે. ટૂંકી અને લાંબી મુદત માટે તેમાં રોકાણ કરી શકાય છે. આજે અમે તમને એફડી સાથે જોડાયેલા નિયમો, ટેક્સ (Tax) સહિતની જાણકારી આપી રહ્યા છીએ. આ વાતો ધ્યાનમાં રાખીને તમે આ સ્કીમના માધ્યમથી સરળ રીતે વધારે લાભ પ્રાપ્ત કરી શકો છો.
ફિક્સ્ડ ડિપૉઝિટના બે પ્રકાર
સામાન્ય રીતે FD બે પ્રકારની હોય છે. પ્રથમ ક્યુમ્યુલેટિવ એફડી અને બીજી નૉન-ક્યુમ્યુલેટિવ એફડી હોય છે. જેમાં ત્રિમાસિક અને વાર્ષિક ધોરણે વ્યાજ મળે છે. જોકે, તમે નિયત સમયગાળા પર પણ વ્યાજનો લાભ મેળવી શકો છો.
>> ફિક્સ્ડ ડિપૉઝિટને સૌથી સુરક્ષિત રોકાણનો વિકલ્પ માનવામાં આવે છે.
>> જેમાં જમા રકમ એટલે કે મૂળ રકમ પર કોઈ જોખમ નથી હોતું. સાથે જ તમને ચોક્કસ મુદત બાદ વ્યાજનો લાભ મળે છે.
>> એફડી કરવામાં આવેલી મૂળ રકમ એટલી સુરક્ષિત છે કે તેના પર બજારના ઉતાર-ચઢાવની કોઈ અસર થતી નથી.
આ પણ વાંચો: કોરોના અપડેટ્સ: છેલ્લા 24 કલાકમાં ફક્ત બે રાજ્યમાં એક હજારથી વધુ કેસ નોંધાયા
>> આ સ્કીમમાં રોકાણકારો માસિક વ્યાજનો લાભ લઈ શકે છે.
>> સામાન્ય રીતે એફડી પર મળતું વ્યાજ વધારે હોય છે. તેમાં પણ વરિષ્ઠ નાગરિકોને તેમાં વધારે રિટર્ન મળે છે.
>> કોઈ પણ એફડીમાં એક વખત જ રોકાણ કરવાનું રહે છે. જો રોકાણકારે વધુ રોકાણ કરવું હોય તો તેના માટે અલગથી એકાઉન્ટ ખોલવું પડે છે.
>> એફડીની ચોક્કસ પાકતી મુદત હોય છે, એટલે કે એટલા સમય સુધી તમારે પૈસા જમા રાખવા પડે છે. જો જરૂર પડે તો તમે વચ્ચેથી પણ રકમ ઉપાડી શકો છો. જોકે, પાકતી મુદત પહેલા એફડી તોડવામાં આવે તો વ્યાજનું નુકસાન સહન કરવું પડે છે, સાથે જ અમુક પેનલ્ટી પણ ભરવી પડે છે. આ પેનલ્ટી બેંક પ્રમાણે અલગ અલગ હોય છે.
આ પણ જુઓ-
એફડી પર ટેક્સ કપાતનો શું નિયમ છે?
ફિક્સ્ડ ડિપૉઝિટ પર 0થી 30 ટકા સુધી ટેક્સ કપાય છે. જે રોકાણકારોના ઇન્કમ ટેક્સ સ્લેબના આધારે કપાય છે. જો તમે એક વર્ષમાં 10,000થી વધારે રૂપિયાની કમાણી કરો છો તો તમારે એફડી પર 10 ટકા વ્યાજ આપવું પડશે. આ માટે તમારે તમારા પાન કાર્ડની કોપી જમા કરાવવી પડશે. જો પાન કાર્ડ જમા નહીં કરાવો તો 20 ટકા ટીડીએસ કાપી લેવામાં આવે છે. જો રોકાણકાર ટેક્સ કપાતમાંથી બચવા માંગે છે તો તેમણે બેંકમાં ફોર્મ 15A ભરવું પડશે. આ એમને લાગુ પડે છે જેઓ કોઈ ઇન્કમ ટેક્સ સ્લેબમાં નથી આવતા. ટેક્સ કપાતથી બચવા માટે વરિષ્ઠ નાગરિકોએ ફોર્મ 15H જમા કરાવવું પડે છે.