ફરીથી વધી રહ્યા છે Fixed Deposit Rates, રોકાણ માટેની તમારી રણનીતિ શું હોવી જોઈએ?
ફરીથી વધી રહ્યા છે Fixed Deposit Rates, રોકાણ માટેની તમારી રણનીતિ શું હોવી જોઈએ?
ફિક્સ્ડ ડિપોઝિટ
Fixed Deposit rates: તાજેતરમાં ફિક્સ્ડ ડિપોઝિટ રેટ્સ (Fixed deposit rates)માં થોડો વધારો થયો છે. અમુક નાણાકીય સંસ્થાઓ અને રાષ્ટ્રીયકૃત બેંકોએ પણ એફડીના દરોમાં વધારો કર્યો છે. જેના પગલે હવે રોકાણકારોએ રોકાણ માટેની રણનીતિ પર પુર્નવિચાર કરવાનો સમય આવી ગયો છે.
નવી દિલ્હી. FD Rates February 2022: છેલ્લા ત્રણ વર્ષમાં FD (Fixed Deposit) રેટ્સમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. હાલ રેપો રેટ (Repo Rate) 4%ની ઐતિહાસિક સપાટી પર સ્થિર છે. મે 2020થી રેપો રેટના દરમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ ટ્રેન્ડને કારણે રોકાણકારોએ કમાણી (Earning) માટેના વૈકલ્પિક રસ્તાઓ શોધ્યા છે. એ વાતનો આભાર માનવો રહ્યો કે તાજેતરમાં ફિક્સ્ડ ડિપોઝિટ રેટ્સ (Fixed deposit rates)માં થોડો વધારો થયો છે. અમુક નાણાકીય સંસ્થાઓ અને રાષ્ટ્રીયકૃત બેંકોએ પણ એફડીના દરોમાં વધારો કર્યો છે. જેના પગલે હવે રોકાણકારોએ રોકાણ માટેની રણનીતિ પર પુર્નવિચાર કરવાનો સમય આવી ગયો છે.
અહીં અમે કેટલિક ટીપ્સ આપી છે, જેનો ઉપયોગ કરીને તમે બેંકમાં એફડીમાં રોકાણ કરીને વધારે વળતર મેળવી શકો છે. વિવિધ વિકલ્પ પર એક નજર કરીએ.
1) મધ્યમ અથવા નાની મુદતની એફડી
જ્યારે પણ વ્યાજદરની જૂની સાઇકલ પરત આવે છે ત્યારે એવું જોવામાં આવ્યું છે કે લાંબાગાળાની એફડીની સરખામણીમાં મધ્યમ અને ટૂંકા સમય માટેની એફડીના દરોમાં પહેલા ફેરફાર કરવામાં આવતો હોય છે. એટલે કે ટૂંકા કે મધ્યમ ગાળાની એફડીમાંથી તમે ફટાફટ બહાર નીકળીને ઊંચા વ્યાજ સાથેની એફડી શરૂ કરી શકો છો. જ્યારે વ્યાજદરમાં વધારો થવાની સંભાવના હોય ત્યારે તમારે લાંબાગાળા માટેની એફડીમાં રોકાણ કરવાથી બચવું જોઈએ. કારણ કે આવું કરવાથી તમને વ્યાજદર વધારાનો ફાયદો નહીં મળે.
2) ફ્લોટિંગ રેટ એફડી
અમુક બેંકો તરફથી ગ્રાહકોને એફડીમાં ફ્લોટિંગ રેટ્સ પણ ઑફર કરવામાં આવી રહ્યો છે. જોકે, વર્તમાન સમયે ફ્લોટિંગ રેટ એફડી કદાચ વધારે આકર્ષક નહીં લાગે. કારણ કે વ્યાજદર ઘણા લાંબા સમયથી સ્થિર છે. પરંતુ જો નજીકના ભવિષ્યમાં વ્યાજદરમાં વધારો થવાનો હોય તો ફ્લોટિંગ રેટથી રોકાણકારને ખૂબ મોટો ફાયદો થઈ શકે છે.
એફડી પર વ્યાજદરોમાં વધારો થાય છે ત્યારે બેંકોની સાથે સાથે કંપનીઓના એફડી રેટ્સમાં પણ ફેરફાર થાય છે. આવા સમયે રોકાણકાર બેંક એફડી અને કંપની એફડી એમ વિવિધતા લાવી શકે છે. આવું કરીને તમે વધારેમાં વધારે વ્યાજદરનો લાભ મેળવી શકો છો. કંપની એફડીમાં સામાન્ય રીતે વધારે વ્યાજ મળે છે. જોકે, રોકાણ પહેલા કેટલિક વાતો જાણી લેવી જરૂરી છે. નીચેના ટેબલમાં બેંક એફડી અને કંપની એફડીના દર આપવામાં આવ્યા છે. નીચેની વિગતો 8મી ફેબ્રુઆરી, 2022ના રોજ વિવિધ બેંકો અને કંપનીઓની વેબસાઇટ પરથી બેંકબજાર તરફથી એકઠી કરવામાં આવી છે.
સૌથી વધારે રિટર્ન મેળવવા માટે એફડી લેડરિંગ સૌથી સારો વિકલ્પ છે. જે અંતર્ગત તમે પોતાની રણનીતિ બનાવી શકો છો. જેમાં તમે અલગ અલગ પાકતી મુદત માટે અલગ અલગ રકમનું રોકાણ કરી શકો છો. ઉદાહરણ તરીકે માની લો કે તમે 10,000 રૂપિયાની એફડી કરવા માંગો છે. આ કેસમાં એક સાથે 10,000 રૂપિયાની એફડી કરવાને બદલે તમે 5,000, 3,000 અને 2,000 રૂપિયા, 1 વર્ષ, 2 વર્ષ અને 5 વર્ષ માટે એફડી કરી શકો છો. એફડીના દર વધવાના કેસમાં તમે જે એફડી વહેલી પાકી રહી હોય તેનું ફરીથી વધારે વ્યાજ આપતા સમયગાળા માટે રોકાણ કરી શકો છો. આ રીતે તમને લાંબા ગાળે વધારે ફાયદો થાય છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર