અહીં FD પર મળી રહ્યો છે સૌથી વધારે નફો, 9 ટકાના દરે મળશે વ્યાજ

News18 Gujarati
Updated: November 24, 2019, 10:06 AM IST
અહીં  FD પર મળી રહ્યો છે સૌથી વધારે નફો, 9 ટકાના દરે મળશે વ્યાજ
આ વર્ષે આરબીઆઈ (RBI)એ રેપો રેટમાં સતત 5 વખત ઘટાડો કર્યો છે,

આ વર્ષે આરબીઆઈ (RBI)એ રેપો રેટમાં સતત 5 વખત ઘટાડો કર્યો છે, ત્યારબાદ બૅન્કોએ પણ એફડી રેટ ઘટાડ્યા છે. આવી સ્થિતિમાં(Interest Rates on FD) ને પણ ઘટાડી દીધું છે.

  • Share this:
વ્યાજ દરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં ભારતીય રિઝર્વ બૅન્કે સતત 5 વખત રેપો રેટમાં 135 બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યો છે. એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ, એચડીએફસી બૅન્ક સહિત ઘણી મોટી બૅન્કોએ ફિક્સ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. હાલમાં, સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા એક વર્ષની એફડી પર 6.25 ટકા વ્યાજ ચૂકવે છે.

આવી સ્થિતિમાં એ લોકો માટે મુશ્કેલી આવી રહી છે જે લોકો નિયમિત એફડી કરાવે છે. આવા અન્ય વિકલ્પો પણ માર્કેટમાં છે, જેમાં કોઈ વધુ સારા વળતર માટે રોકાણ કરી શકે છે. જાણો તેમના વિશે ...

સ્મોલ ફાઇનાન્સ બૅન્કોની એફડી - ઉત્કર્ષ બૅન્ક (Utakarsh Bank) અને નાના સ્મોલ ફાઇનાન્સ બૅન્કોમાં વધુ વ્યાજ દર ગ્રાહકોને આકર્ષિત કરી રહ્યા છે.

આ બૅન્કોમાં 1 વર્ષની એફડી પર 8.50 ટકાથી 9 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે. આ બૅન્કો ડિપોઝિટ ઇન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરેન્ટી કોર્પોરેશન (DICGC) હેઠળ આવરી લેવામાં આવે છે અને આરબીઆઇ દ્વારા રેગ્યુલેટ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં તમે તેમને એફડી પર વધુ સારા વળતર માટે પસંદ કરી શકો છો.

આ પણ વાંચો: ખેડૂતોને PM KISAN યોજનાનો લાભ લેવા 30 નવેમ્બર પહેલાં આધાર કાર્ડ લિંક કરાવવું ફરજિયાતફિનકેરમાં 3 વર્ષ માટે 9% વ્યાજ

ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બૅન્ક એફડી પર 181 દિવસથી 364 દિવસ અને 12 મહિનાથી 15 મહિના સુધીના સમય માટે 7 ટકા અને 8 ટકા વ્યાજની ઑફર પણ કરી રહી છે. આ બૅન્કમાં, 15 દિવસથી 18 મહિનાનો વ્યાજ દર 8.25 ટકા છે. સિનિયર સિટિઝનોને સામાન્ય લોકો કરતા 0.50 ટકાના દરે વ્યાજ મળશે. આ બૅન્કમાં એફડી પર ત્રણ વર્ષના સમયગાળા માટે 9 ટકાના દરે વ્યાજ આપવામાં આવે છે.

સૂર્યોદય બૅન્કમાં એફડી પર આટલું મળી રહ્યું છે વ્યાજ

સૂર્યોદય બૅન્કમાં પણ 9 મહિનાથી 1 વર્ષ સુધીની અવધિ માટે વ્યાજ દર 7.75 ટકા છે. આ બૅન્કમાં પણ વરિષ્ઠ નાગરિકોને સામાન્ય લોકો કરતા 0.50 ટકા વધુ દરે વ્યાજ આપવામાં આવશે.

 
First published: November 24, 2019, 10:06 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading