Home /News /business /FD કરતા વધુ વ્યાજદર આપે છે આ વિકલ્પો, નિયમિત આવક થશે અને રોકાણ પણ રહેશે સુરક્ષિત

FD કરતા વધુ વ્યાજદર આપે છે આ વિકલ્પો, નિયમિત આવક થશે અને રોકાણ પણ રહેશે સુરક્ષિત

FD કરતા વધુ વ્યાજદર આપે છે આ વિકલ્પો, નિયમિત આવક થશે અને રોકાણ પણ રહેશે સુરક્ષિત (પ્રતિકાત્મક તસવીર)

fixed deposits Interest rates- કોરોના મહામારીના કારણે ભયંકર આર્થિક ઉથલપાથલ થતા અત્યારે FD પરના વ્યાજ તળિયે પહોંચી ગયા છે

નવી દિલ્હી : કોરોના મહામારીના કારણે ભયંકર આર્થિક ઉથલપાથલ થતા અત્યારે FD પરના વ્યાજ તળિયે (fixed deposits Interest rates) પહોંચી ગયા છે. જેથી ફાઇનાન્સિયલ સાધનોમાં રોકાણ કરીને નિયમિત આવક મેળવવા ઈચ્છતા લોકો માટે આ સમય રોકાણ કરવાનો સારો સમય નથી. ઉદાહરણ તરીકે, સિનિયર સિટીઝન્સ (senior citizens)માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ત્રણ વર્ષની FDમાં (State Bank of India FD)ટકા વ્યાજ આપે છે. એક વર્ષની FD 5 ટકાનું વ્યાજ (Interest rates )આપે છે. વર્તમાન ફુગાવાનો દર લગભગ 5.59 ટકા છે. જેથી એક વર્ષની FD પર તમે ફક્ત ફુગાવાના દર જેટલુ વળતર મેળવી શકો છો. જો તમે આવકવેરાના ઉંચા સ્લેબમાં હોવ તો તેનાથી નીચું વળતર પણ મળી શકે છે.

નિષ્ણાંતોની આગાહી મુજબ વ્યાજદરમાં વધારો થશે. પણ અત્યારે થયો નથી. જો વ્યાજદર વધશે તો બેંક FDમાં વધુ વળતર મળશે. પરંતુ ક્રેડિટ ઓફટેક ધીમું છે. તે જોતાં બેન્કોને તેમની પાસે પહેલેથી જ રહેલા રિટેલ ડિપોઝિટના સારા સ્ટોકને કારણે વ્યાજદર વધારવાની ઉતાવળમાં ન હોવાની સ્થિતિ ઉપસી છે. નિયમિત આવક માટે ફિક્સ્ડ ડિપોઝિટ પર આધાર રાખતા થાપણદારો માટે આ સારા સમાચાર નથી. જોકે, અમુક એવા વિકલ્પો છે, જેના થકી તેઓ નિયમિત આવક મેળવી શકે છે.

સિનિયર સિટીઝનો માટે SCSS અને PMVVYનો વિકલ્પ

સિનિયર સિટીઝન્સ સેવિંગ સ્કીમ (SCSS) પાંચ વર્ષના સમયગાળા સાથે આવે છે. જેમાં ત્રિમાસિક વ્યાજ 7.4 ટકા (વાર્ષિક) ચૂકવવામાં આવે છે. ઉપરાંત આ યોજનામાં 1.5 લાખ રૂપિયા સુધીનું કન્ટ્રીબ્યુશન આવકવેરા કાયદાની કલમ 80સી હેઠળ કપાત માટે પાત્ર છે. આ યોજનામાં તમે 15 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો.

આ પણ વાંચો - આ 5 બેન્ક ટેક્સ સેવિંગ ફિક્સ્ડ ડિપોઝીટ પર આપી રહી છે 6.5 ટકા સુધીનું વ્યાજ

જો તમારે 15 લાખથી વધુનું રોકાણ કરવું હોય તો પ્રધાનમંત્રી વય વંદના યોજના (PMVVY) પસંદ કરો. જેનું સંચાલન લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે. તેમાં 7.4 ટકાના દરે માસિક વ્યાજ મળે છે. PMVVYમાં તમે 15 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો.

પોસ્ટ ઓફિસની માસિક આવક યોજના

ઉપરની બંને સ્કીમમાં 30 લાખનું રોકાણ કર્યા બાદ તમે વાજબી માસિક આવક આપતી અન્ય સ્કીમ પસંદ કરી શકો છો. ઇન્ડિયા પોસ્ટની પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમ એકાઉન્ટ (POMIS) તમને માસિક આવક આપી શકે છે. જેમાં તમે મહત્તમ 4.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો અને તેમાં 6.6 ટકા વ્યાજ આપવામાં આવે છે. મુંબઈના મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર વિનાયક કુલકર્ણી કહે છે, પોતાની મૂડી જોખમમાં ન મૂકીને નિયમિત આવક મેળવવા ઈચ્છતા સિનિયર સિટીઝન માટે SCSSની સાથે POMISનું કોમ્બિનેશન ખૂબ સારું બની શકે છે. આ યોજના 60 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે પણ યોગ્ય છે.

વ્યાજદર વધે તો શું કરવું?

જો તમે ભવિષ્યમાં વધનાર વ્યાજનો લાભ મેળવવા માંગતા હોવ તો તમે અત્યારે થોડા પૈસા રોકી શકો અને બાકીના પૈસા વ્યાજદર વધે ત્યારે રોકી શકો છો. થાપણોમાં તબક્કા ફાયદો કરાવશે. SEBI દ્વારા નોંધાયેલા રોકાણ સલાહકાર શ્રીદેવી વી કહે છે કે, RBIના ફ્લોટિંગ રેટ સેવિંગ્સ બોન્ડ્સ (FRS) વધતા વ્યાજદરના માટે યોગ્ય છે. જો વ્યાજદરમાં વધારો થાય તો રોકાણકારોને લાંબા લોક-ઇન પિરિયડ છતાં ભવિષ્યમાં વધુ વળતર મળી શકે છે.

ઉલ્લેખનીય છે કે, આ બોન્ડ્સમાં ક્રેડિટનું જોખમ નથી અને વર્ષમાં બે વખત વ્યાજ ચૂકવે છે. નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC) કરતાં તે 35 બેસીસ વધુ છે. NSC અત્યારે 6.8 ટકા વ્યાજ ચૂકવે છે, જ્યારે FRS વર્ષે 7.15 ટકા વ્યાજ ચૂકવે છે. અર્ધ-વાર્ષિક ચુકવણી હોવાના કારણે તે નિયમિત આવક ઈચ્છતા લોકોને આકર્ષી શકે નહીં. પરંતુ આ બોન્ડ્સમાં નાની રકમ રોકવા પર વિચાર કરી શકાય.

કંપની ફિક્સ ડિપોઝીટ અને NCD

ખાનગી કંપનીઓ ઊંચા વ્યાજદરે FD અને નોન કન્વર્ટિબલ ડિબેન્ચર ઓફર કરે છે. પણ તેમાં ક્રેડિટ રિસ્ક રહે છે. બીજી તરફ કેટલીક સરકારી કંપનીઓ ઓછા ક્રેડિટ રિસ્ક સાથે NCD ઓફર કરે છે. આ બાબતે કુલકર્ણી કહે છે કે, HDFC જેવી મોટી ફર્મની FDમાં માસિક વ્યાજ મળે છે. તેમાં રોકાણના સારા વિકલ્પો પણ મળે છે. આ ડિપોઝીટ 1થી 10 વર્ષના સમયગાળા માટે હોય શકે છે. સમયગાળો વધતાં વ્યાજનો દર પણ વધે છે. પાંચ વર્ષની HDFC FD હાલ 6.2 ટકા વ્યાજ મળે છે

બીજી તરફ AA+થી ઓછું રેટિંગ ધરાવતી ઘણી NCDમાં 9 ટકા સુધીનો વ્યાજદર આપવામાં આવે છે. તેમાં ક્રેડિટ જોખમ વધુ હોવાથી મોટાભાગના રોકાણકારો માટે તે અનુકૂળ ન હોઈ શકે. આ બાબતે શ્રીદેવી કહે છે કે, બોન્ડ્સ સલામત રોકાણના વિકલ્પ હોવાનું મોટાભાગના રોકાણકારો માને છે અને ઓછા રેટિંગવાળા નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ સાથે સંકળાયેલા ક્રેડિટ જોખમો નજરઅંદાજ કરે છે.

તમામ વ્યાજની આવક પર ટેક્સ લાગે છે

તમે ઉંચા ટેક્સ બ્રેકેટમાં આવતા હોવ તો કોર્પોરેટ બોન્ડ ફંડમાં વિવિધતા લાવવી જોઈએ. ત્રણ વર્ષ બાદ સિસ્ટમેટિક વિથડ્રોવલ પ્લાનને અનુસરો. ત્રણ વર્ષ બાદ પૈસા કાઢતી વખતે ડેબ ફંડમાં લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સનો લાભ મળે છે.

નિષ્ણાંતોના મત મુજબ તમે SCSS, PMVVY, FD અને કોર્પોરેટ બોન્ડ ફંડ્સના કોમ્બિનેશન તરફ નજર દોડાવી શકો છો. ઉદાહરણ તરીકે, SCSS અને PMVVY નિયમિત આવકનો વિકલ્પ બની શકે છે. ટૂંકા ગાળા માટે ફિક્સ્ડ ડિપોઝિટના તબક્કા ગોઠવી નુકસાનને સરભર કરી શકાય છે. જ્યારે જ્યારે FD પરિપક્વ થાય છે ત્યારે પૈસાનો ઉપયોગ કરી શકાય છે.
First published:

Tags: FD, Interest rates, State bank of india