અર્થસાસ્ત્રીઓનું માનવું છે કે ચીન (China)અને ભારત (India) જેવા દેશ 2050માં સુપર પાવર (superpower)બની જશે. જ્યારે અમેરિકા (America)અને જર્મની (Germany) જેવી મહાશક્તિઓ પાછળ રહી જશે. આ પાછળ બ્રેક્સિટ (Brexit), અને કોરોનાના કારણે થઈ રહેલી મુશ્કેલીઓને કારણ માનવામાં આવે છે.
આ વિશે PwC (PricewaterhouseCoopers)એ એક વિસ્તૃત સ્ટડી રિપોર્ટ કર્યો છે. જેમાં એ જોવાનો પ્રયત્ન હતો કે આગામી 30 વર્ષોમાં એટલે કે 2050માં ઇકોનોમિક સુપર પાવરમાં કેવો ફેરફાર થશે. સ્ટડીમાં ઘણી ચોંકાવનારી વાતો બહાર આવી છે. જે પ્રમાણે અમેરિકા, જાપાન અને જર્મની પોતાના સ્થાનેથી નીચે આવી જશે. જ્યારે ચીન અને ભારત ઘણા આગળ નિકળી જશે. એક વાત એવી પણ આવી છે કે વિયેતનામ, ફિલિપાઇન્સ અને નાઇજીરિયા જેવા દેશો પણ 30 વર્ષોમાં ઘણો વિકાસ કરશે.
આ પણ વાંચો - શું તમને મળશે લોનની EMI પર છૂટ! જાણો બેંકો તરફથી જાહેર કરાયેલા નિયમો વિશે
ચીનને હાલ પણ દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા માનવામાં આવે છે પણ વિશેષજ્ઞોના મતે હજુ તે વધારે આગળ નિકળી જશે. અહીં સતત નવા-નવા બિઝનેસ આવી રહ્યા છે અને અર્થવ્યવસ્થાને ફાયદો પણ આપી રહ્યા છે. શંઘાઈમાં એક બિઝનેસ કંપનીના એડવાઇઝર અને મૂળ અમેરિકાના રહેવાસી John Pabonના મતે શહેરમાં વેપાર માટે ઘણી સંભાવનાઓ છે. જોકે ચીનમાં બિઝનેસ માટે જરુરી છે કે વેપારીને ચીનની ભાષા આવડતી હોવી જોઈએ. આ સિવાય વેપારમાં અને સોશિયલ સર્કલમાં માન્યતા મળતી નથી.
ભારત હાલ અર્થવ્યવસ્થાના મામલામાં ત્રીજા નંબરે છે પણ માનવામાં આવે છે કે આગામી 30 વર્ષોમાં અમેરિકાને પછાડીને બીજા નંબરે આવી જશે. દર વર્ષે જીડીપીમાં 5% નો વધારો થઈ રહ્યો છે, જે તેને સૌથી ઝડપથી આગળ કરે છે. આ ઝડપ રહી તો 2050માં દુનિયાભરની જીડીપીમાં 15% ભારતની હશે. અર્થવ્યવસ્થામાં સુધારથી દેશના નાગરિકોની જીવનશૈલી પણ સુધરી રહી છે પણ હજુ પણ મહિલાઓ સાથે રેપ, સ્વાસ્થ્ય સુવિધાઓમાં ઉણપ જેવી પરેશાની છે.
Published by:News18 Gujarati
First published:April 02, 2020, 15:39 pm