Home /News /business /Five Star Business Finance IPO આજે ખૂલ્યો શું તમારે રોકાણ કરવું જોઈએ?, જાણો એક્સપર્ટ પાસેથી

Five Star Business Finance IPO આજે ખૂલ્યો શું તમારે રોકાણ કરવું જોઈએ?, જાણો એક્સપર્ટ પાસેથી

ગ્રે માર્કેટના સંકેતો અને નિષ્ણાતોની વાત માનીએ તો તમારે આ આઈપીઓમાં સાવધાની રાખી રોકાણ કરવું.

Five Star Business Finance IPO: શેરબજારમાં આજે નૉન-બેન્કિંગ ફાઈનાન્શિયલ કંપનીનો આઈપીઓ ઓપન થયો છે. આ ઈશ્યુમાં રોકાણ કરવું કે નહીં તે વિશે નિષ્ણાતોનો મત જાણો.

  Five Star Business Finance IPO GMP: નૉન-બેન્કિંગ ફાઈનાન્શિયલ કંપની ફાઈવ સ્ટાર બિઝનેસ ફાઈનાન્સ લિમિટેડ (Five Star Business Finance Ltd) નો IPO આજે પ્રાઈમરી માર્કેટમાં બહાર પડવા જઈ રહ્યો છે. રૂ.1,960.11 કરોડના IPO માટે 11 નવેમ્બર, 2022 સુધી બોલી લગાવી શકાશે. NBFCએ આ IPO માટે રૂ. 450થી રૂ. 474 સુધી વેલ્યુ બેન્ડ નક્કી કર્યો છે. આ IPOના 100 ટકા ઓફર ફોર સેલ છે. બુક બિલ્ડ ઈશ્યુએ ગ્રે માર્કેટમાં પણ IPOની રજૂઆત કરી છે. શેરમાર્કેટ નિષ્ણાંત અનુસાર, ફાઈવ સ્ટાર બિઝનેસ ફાઈનાન્સ લિમિટેડના શેર રૂ. 12ના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે.

  અહીં ફાઈવ સ્ટાર બિઝનેસ ફાઈનાન્સ IPO વિશે વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

  આ પણ વાંચોઃ એક નહીં આ પાંચ-પાંચ શેરમાં મળી શકે છે છપ્પરફાડ રિટર્ન, એક્સપર્ટને છે પૂરો વિશ્વાસ

  IPO GMP:


  માર્કેટ ઓબ્ઝર્વર અનુસાર, ફાઈવ સ્ટાર બિઝનેસ ફાઈનાન્સ IPOની આજે ગ્રે માર્કેટ પ્રીમિયમ (grey market premium GMP) રૂ. 12 છે. જે મંગળવારના રોજ જાહેર થયેલ પ્રતિ ઈક્વિટી શેરની કિંમત કરતા રૂ. 2 વધુ છે. મંગળવારે પ્રતિ ઈક્વિટી શેરની કિંમત રૂ. 10 હતી.

  IPO કિંમત:


  NBFCએ પબ્લિક ઓફરની પ્રાઈસ બેન્ડ પ્રતિ ઈક્વિટી શેર રૂ. 450થી રૂ. 474 નક્કી કરી છે.

  IPO સબસ્ક્રિપ્શન તારીખ:


  આ IPO આજે ખુલ્યો છે અને આ IPO 11 નવેમ્બર, 2022 સુધી ખુલ્લો રહેશે.

  આ પણ વાંચોઃ Archean Chemical IPO આજે 9 નવેમ્બરે ખૂલશે, ભરતાં પહેલા જોઈ લો શું છે GMPના સંકેતો

  IPO સાઈઝ:


  NBFC આ IPOની મદદથી રૂ. 1,960.11 કરોડ એકત્ર કરવા ઈચ્છે છે.

  IPO લૉટ સાઈઝ:


  એક બોલીદાતા તે માટે લૉટમાં અરજી કરી શકે છે. એક લૉટમાં 32 ફાઈવ સ્ટાર બિઝનેસ ફાઈનાન્સ શેર શામેલ રહેશે.

  IPO અલોટમેન્ટ તારીખ:


  શેર અલોકેશનની સંભવિત તારીખ 16 નવેમ્બર, 2022 છે.

  IPO રજિસ્ટ્રાર:


  KFin ટેકનોલોજીસ લિમિટેડને પબ્લિક ઈશ્યૂના અધિકૃત રજિસ્ટ્રાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

  આ પણ વાંચોઃ ગુજરાતની ભણેલી-ગણેલી મહિલાઓ પણ નોકરી છોડી આ બિઝનેસમાં લાખો કમાય છે, ક્યારેય મંદીની શક્યતા નહીં

  IPO લિસ્ટીંગ:


  આ IPO BSE અને NSE પર લિસ્ટેડ કરવાની રજૂઆત કરવામાં આવી છે.

  IPO લિસ્ટીંગ તારીખ:


  ફાઈવ સ્ટાર બિઝનેસ ફાઈનાન્સ લિમિટેડના શેર 21 નવેમ્બર 2022ના રોજ લિસ્ટેડ થવાની સંભાવના છે.

  IPO રિવ્યૂ:


  આ IPO ખરીદવો જોઈએ કે નહીં, તે અંગે UnlistedArena.comના ફાઉન્ડર અભય દોશીએ આ અંગે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, ફાઈવ સ્ટાર બિઝનેસ ફાઈનાન્સ લિમિટેડ દક્ષિણ ભારતમાં આવેલી એક મહત્ત્વની NBFC કંપની છે, જે માર્કી રોકાણકારની હાજરીમાં યૂનિકોર્નની સ્થિતિ પ્રાપ્ત કરે છે. આ કંપની સુરક્ષિત બિઝનેસ લોન પ્રદાન કરે છે અને આ લોન વિતરણના 95% રૂ.1 થી લઈને રૂ.10 લાખ સુધી પ્રદાન કરી છે. કંપનીએ અગાઉ ખૂબ જ સારુ પરફોર્મન્સ કર્યું હતું. નાણાકીય વર્ષ 2022 માટે NIMS 17.68%, GNPA અને NNPA ખૂબ જ કંટ્રોલમાં રહ્યું હતું. વેલ્યુએશનના આધાર પર IPOની ઈશ્યૂ કિંમત અપર બેન્ડની કિંમતના આધાર પર આકર્ષક જોવા મળે છે. જૂન 2022ની બુક વેલ્યુના આધાર પર તેનું P/BV 3.58x હતું. અનલિસ્ટેડ શેર અનલિસ્ટેડ માર્કેટમાં રૂ.360થી રૂ.725ની વચ્ચે ટ્રેડ કરી રહ્યા હતા.

  આ પણ વાંચોઃ સારા રિટર્નની શક્યતા અને ઓછું જોખમ NPS મેનેજરના ફેવરિટ આ શેર્સ તમારી પાસે છે?

  સ્વસ્તિકા ઈન્વેસ્ટ માર્ટના વરિષ્ઠ ટેકનિકલ વિશ્લેષણકાર પ્રવેશ ગૌરે ફાઈવ સ્ટાર બિઝનેસ ફાઈનાન્સ લિમિટેડના દ્રષ્ટિકોણ અને મૂલ્યાંકન વિશે જાણકારી આપી છે. પ્રવેશ ગૌરે જણાવ્યું છે કે, ‘તાજેતરના વર્ષોમાં NBFC પાસે અન્ય ઉધારદાતાઓ વચ્ચે નાના બિઝનેસ માટે લોન પ્રદાન કરે છે. ફાઈવ સ્ટાર બિઝનેસ ફાઈનાન્સ લિમિટેડ એક એવી NBFC છે, માઈક્રો આંત્રપ્રિન્યોર અને સેલ્ફ એમ્પલોય્ડ વ્યક્તિઓને સુરક્ષિત બિઝનેસ લોન પ્રદાન કરે છે. દક્ષિણ ભારતમાં આ કંપનીનું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે, જેનું મુખ્યાલય ચેન્નઈ અને તમિલનાડુમાં છે. અન્ય કંપનીઓની સરખામણીએ આ કંપની ફાસ્ટેસ્ટ ગ્રોસ ટર્મ લોન ગ્રોથ ધરાવે છે, જેનાથી લાભમાં વૃદ્ધિ થાય છે અને નાણકીય વિકાસ જોવા મળે છે. હાઈ કોમ્પિટિશન અને વધતા વ્યાજદરને કારણે આ કંપની પર જોખમ તોળાઈ રહ્યું છે.’

  કંપની વિશે જાણકારી


  Five Star Business Financeની સ્થાપના 1984માં થઈ હતી. તે માઇક્રો-આંત્રપ્રિન્યોર્સ અને સ્વ-રોજગાર કરવાવાળા વ્યક્તિઓના સિક્યોર્ડ બિઝનેસ લોન આપે છે. 30 જૂન, 2022 સુધી જાણકારીના અનુસાર, આ NBFC કંપનીની પાસે 311 બ્રાન્ચનો એક મજબૂત નેટવર્ક છે. તમિલનાડુ, આધ્ર પ્રદેશ, તેલાગાના અને કર્ણાટકામાં ખાસકરીને તેની મજબૂત ઉપસ્થિતિ છે.  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  First published:

  Tags: Business news, Expert opinion, IPO News, Share market, Stock market Tips

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन