શેખોના રાજમાં ભારતીયોનો દબદબો, ફોર્બ્સની યાદીમાં પાંચ અબજોપતિનું નામ

બિઝનેસ મેગેઝિને સંયુક્ત અમિરાતમાં ધનવાનોનું લિસ્ટ બહાર પાડ્યું છે. આ લિસ્ટમાં પાંચ ભારતીયોનો પણ સમાવેશ.

News18 Gujarati
Updated: March 28, 2019, 5:09 PM IST
શેખોના રાજમાં ભારતીયોનો દબદબો, ફોર્બ્સની યાદીમાં પાંચ અબજોપતિનું નામ
બિઝનેસ મેગેઝિને સંયુક્ત અમિરાતમાં ધનવાનોનું લિસ્ટ બહાર પાડ્યું છે. આ લિસ્ટમાં પાંચ ભારતીયોનો પણ સમાવેશ.
News18 Gujarati
Updated: March 28, 2019, 5:09 PM IST
છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય બિઝનેસમેનોનો દુનિયાભરમાં ડંકો વાગી રહ્યો છે. ખાસ કરીને અમિર ગણાતા સંયુક્ત અમિરાતમાં અનેક અબજોપતિઓ છે. જો કે આ દેશમાં ભારતીય અબજોપતિ છે જેઓનો બિઝનેસ અબજો રૂપિયાને પાર છે. જાણીતા બિઝનેસ મેગેઝિને સંયુક્ત અમિરાતમાં ધનવાનોનું લિસ્ટ બહાર પાડ્યું છે. આ લિસ્ટમાં પાંચ ભારતીયોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પાંચેયની સંપતિઓનું મુલ્યુ 15.1 બિલિયન ડોલર(1.04 લાખ કરોડ રૂપિયા) છે. તેમાંથી ત્રણ કેરળના, જયારે એક કર્ણાટક અને એક ચેન્નાઈ-મુંબઈના છે.

રિટેલ બિઝનેસના યુસુફ અલી આ લિસ્ટમાં પહેલા છે. જયારે તેમનો ઓવરઓલ રેન્ક 394મો છે. તેમની સંપતિ 4.7 બિલિયન યુએસ ડોલ છે. અલી પહ્મશ્રી વિજેતા છે. જે કેરળના ત્રિચુર જિલ્લામાંથી આવે છે. તે લુલુ ગ્રુપ ઈન્ટરનેશનલના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર છે.

અહીં ક્લિક કરી વાંચોઃ  કોની સાથે નજરે આવી રહી છે આમિર ખાનની દીકરી ઇરા?

લિસ્ટમાં બીજું નામ મિકી જગતિયાનીનું છે, જે દુબઈ બેઝડ રિટેલ સ્ટોર્સના ગ્રુપના માલિક છે. તેમન સંપતિ 4 બિલિયન યુએસ ડોલર છે. તેમનો ઓવરઓલ રેન્ક 478 છે. કુવૈતમાં જન્મેલા જગતિયાનીએ લંડન જતા પહેલા પોતાનું સ્કૂલિંગ ચેન્નાઈ, મુંબઈ અને બૈરૂતમાંથી કર્યું છે.

બીઆર શેટ્ટીનું નામ આ લિસ્ટમાં ત્રીજા નંબર પર છે. જે આબુધાબી બેઝડ એનએમસી હેલ્થકેરના ફાઉન્ડર અને ચેરમેન છે. તેમની સંપતિ 2.8 બિલિયન યુએસ ડોલર છે. તેમનું ઓવરઓલ રેન્કિંગ 804 છે. તે કર્ણાટકના ઉડ્ડપીના છે. વિશ્વની સૌથી મોટી ઈમારત બુર્ઝ ખલીફામાં તે બે ફલોરના માલિક છે.

સની વર્કે આ લિસ્ટમાં ચોથા સ્થાન પર છે, જે એજ્યુકેશન એન્ટરપ્રેન્યોર અને ફિલાંથ્રોપિસ્ટ છે. કેરળમાંથી આવતા વર્કેની સંપતિ 2.4 યુએસ બિલિયન ડોલર છે. સંપતિમાં તેમનું સ્થાન 962મું છે. વાર્કે ગ્લોબલ એડવાઈઝરી અને એજ્યુકેશનલ મેનેજમેન્ટ ફર્મ જેમ્સ એજ્યુકેશનના ફાઉન્ડર અને ચેરમેન છે.
Loading...

5.આ લિસ્ટમાં પાંચમાં સ્થાન પર પીએનસી મેનન છે. તેમની સંપતિ 1.1 બિલિયન ડોલર છે. કેરળના ત્રિચુરમાંથી આવતા મેનન ઓમાની પ્રોપર્ટી ડેવલોપર છે. ઓવરઓલ લિસ્ટમાં તેમનો નંબર 1,941મો છે.
First published: March 28, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...