રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 42મી AGM (એન્યુઅલ જનરલ મીટિંગ)માં કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યુ કે ગત નાણાકીય વર્ષમાં કંપનીએ ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. ગત વર્ષે પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દેશની સૌથી વધારે કમાણી કરતી કંપની રહી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પાસે ત્રણ ગ્રોથ એન્જીન છે, જેમાં ઓઇલ, રિટેલ અને Jioનો સમાવેશ થાય છે. રિલાયન્સ રિટેલ અને રિલાયન્સ Jioએ સારા પ્રદર્શનથી ટીકાકારોને ખોટા સાબિત કર્યા છે. મુકેશ અંબાણીએ ભાર આપતા કહ્યું કે નોંધણી થતાં જ રિલાયન્સ રિટેલ અને રિલાયન્સ જિયો ટોપ ટેનમાં સ્થાન મેળવશે.
1) દેશની સૌથી મોટી FDI ડીલ : મુકેશ અંબાણીનું કહેવું છે કે Oil-to-Chem bizમાં Saudi Aramco પણ રોકાણ કરશે. જેમાં Saudi Aramcoની 20% ભાગીદારી રહેશે. મુકેશ અંબાણીએ કહ્યું કે હાલ અર્થવ્યવસ્થામાં દેખાતી મંદી અસ્થાયી છે.
2 ) જિયો વિશ્વની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની બની : જિયો અંગે જણાવતા મુકેશ અંબાણીએ કહ્યુ કે જિયો સાથે દર મહિને એક કરોડ નવા ગ્રાહકો જોડાઈ રહ્યા છે. આવી રીતે જિયો દેશની પ્રથમ અને વિશ્વની બીજા નંબરની સૌથી મોટી ઓપરેટર બની છે. જિયોમાં રોકાણનું કામ પૂર્ણ થઈ ગયું છે. જિયોની ક્ષમતાના વિસ્તાર માટે નાનાપાયે રોકાણ ચાલુ રહેશે.
3) Reliance Jio GigaFiber : મુકેશ અંબાણીએ જણાવ્યું કે Jio GigaFiber આગામી પાંચમી સપ્ટેમ્બર, 2019ના રોજ શરૂ થશે. પાંચમી સપ્ટેમ્બરના રોજ જ જિયોનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. એટલે કે ત્રીજી એનિવર્સરી પર કંપની જિયો ગીગાફાઇબર લોંચ કરશે. જો તમે જિયો ગીગાફાઇબર કનેક્શન લેવા માંગો છો તો તમારે કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરવું પડશે. તમારે તમારા ઘર કે ઓફિસનું સરનામું, ઇમેઇલ, ફોન વગેરે વિગતો આપવી પડશે. જે બાદમાં તમને એક OTP મોકલવામાં આવશે. રજીસ્ટ્રેશન અંગે વેરિફિકેશન થયા બાદ તમે તેની સેવા લઈ શકશો. રિલાયન્સ ગીગા ફાઇબરમાં 100 Mbpsથી લઈને 1Gbps સુધી સ્પીડ ઉપલબ્ધ હશે.
4) MSMEs ક્લાઉડ કનેક્ટિંગ : મુકેશ અંબાણીએ વધુમાં કહ્યુ કે Jio GigaFiberથી MSMEs ક્લાઉડ કનેક્ટિવિટી આપીશું. Jio GigaFiberથી 24 લાખ નાના વેપારીઓને મદદ મળશે. GigaFiberથી Biz, Entને જોડવામાં આવશે. 34 કરોડથી વધારે ગ્રાહકો સાથે Jio દેશનું સૌથી મોટું નેટવર્ક બન્યું છે. Microsoft સાથે Jio આખા દેશમાં ડેટા સેન્ટર શરૂ કરશે, જે માટે Jio અને Microsoft વચ્ચે કરાર થશે. Jio દેશમાં બ્લોકચેન ટેક્નોલોજી ઉપલબ્ધ કરાવશે. કંપની દ્વારા 14 ટેક્નોલોજી સ્ટાર્ટઅપમાં રોકાણ ચાલુ છે. Jio Fiberથી Cloud Investment મફત મળશે. સ્ટાર્ટઅપને Cloud Investment મફત મળશે. MSMEs માટે Jio Fiberનો રૂ. 1500નો પ્લાન આપવામાં આવશે. સ્ટાર્ટઅપ માટે Computing-Connectivity સેવા પહેલી જાન્યુઆરીથી શરૂ થશે.
5) RIL રિટેલે દેશમાં રિટેલે ક્રાંતિ લાવી : મુકેશ અંબાણીનું કહેવું છે કે RIL રિટેલ દેશમાં રિટેલ ક્રાંતિ લાવ્યું છે. RIL રિટેલ પાસે દર કલાકે 1 લાખ ગ્રાહક છે. RIL રિટેલે દરરોજ આઠ નવા સ્ટોર ખોલ્યા છે. RIL રિટેલમાં 1.30 લાખનું ટર્નઓવર છે. RIL રિટેલે 24 સેકન્ડમાં એક ટીવી વેચ્યું છે. RIL રિટેલનું ટોપ 20માં આવવું લક્ષ્ય છે. ટોપ 100 ગ્લોબલ રિટેલર્સમાં RIL રિટેલ સામેલ છે. RIL ત્રણ કરોડ નાના રિટેલર્સ સાથે જોડાયેલું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર