પતંજલિના ગ્રાહકોને ભેટ, આ સામાન પર મળશે 50% ડિસ્કાઉન્ટ

આ વસ્તુઓ પર મળી રહ્યું છે કેશબેક્સ અને ડિસ્કાઉન્ટ

સીએનબીસી ટીવી 18 અહેવાલ અનસાર પતંજલિએ આ ખાસ રજૂઆત હેઠળ ‘Buy 3, Get 3 free’ અને ફૂડ કેટેગરીના ખાસ ઉત્પાદનો પર 50 ટકાની ઓફર રજૂ કરી છે.

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: FMCG કંપનીઓને મોટી ટક્કર આપવા માટે બાબ રામદેવની પતંજલિ આયુર્વેદે પહેલી વખત તેમના ઉત્પાદનો પર ભારે ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે. એવું માનવામાં આવે છે કે આ પાછળનું કારણ પતંજલિનું વેચાણ વધારવાનું છે. સીએનબીસી ટીવી 18 અહેવાલો અનુસાર પતંજલિએ આ ખાસ રજૂઆત હેઠળ ‘Buy 3, Get 3 free’ અને ફૂડ કેટેગરીના ખાસ ઉત્પાદનો પર 50 ટકા છૂટ જેવી ઓફર રજૂ કરી છે.

  આ વસ્તુઓ પર મળી રહ્યું છે કેશબેક્સ અને ડિસ્કાઉન્ટ

  ફૂડ કેટેગરી હેઠળ જ્યૂસ, લોટ, તેલ, ઓટ્સ અને તૈયાર ખોરાક પર ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, શેમ્પૂ, ફેસવોશ, પર્સનલ કેર ઉત્પાદનો કોમ્બો ઓફરમાં રજૂ કરવામાં આવ્યાં છે. આ ઓફરોનો ફાયદો કેટલાક શહેરો માટે જ છે.

  છેલ્લા 2 વર્ષથી ઘટી રહ્યું છે કંપનીનું વેચાણ

  છેલ્લાં બે નાણાકીય વર્ષથી વેચાણ ઘટવાથી કંપની ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. આ ઉપરાંત પતંજલિને છેલ્લા નાણાકીય વર્ષમાં શેરો અને સમાપ્ત થયેલી પ્રોડક્ટ ઇન્વેન્ટરીનો પણ સામનો કરવો પડ્યો હતો. પતંજલિના ઉત્પાદનોનું વેચાણ છેલ્લા બે વર્ષથી ઓછું થઈ રહ્યું છે. પતંજલિ આયુર્વેદે 2017ના નાણાકીય વર્ષની સરખામણીમાં નાણાકીય વર્ષ 2018માં 10 ટકા આવક કરી હતી.  ટૂંક સમયમાં સુધારશે સ્થિતિ: આચાર્ય બાલકૃષ્ણ

  પતંજલિના એમડી આચાર્ય બાલકૃષ્ણએ જણાવ્યું હતુ કે કંપની આ સમયે મંદીમાંથી પસાર થઈ રહી છે અને તેની વૃદ્ધિ ખૂબ ધીમી છે. આચાર્ય બાલકૃષ્ણએ કહ્યું હતું કે ગ્રામીણ વિસ્તારોમાં મંદીને કારણે વેચાણમાં ઘટાડો થયો છે. તેની સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે મંદીની અસર ધીમે ધીમે ઘટશે. તેમણે કહ્યું કે હર્બલ અને કુદરતી ઉત્પાદનોની માંગમાં સતત વધારો થાય છે અને તેનો વપરાશ ટૂંક સમયમાં વધશે. તેમણે કહ્યું કે એફએમસીજી લોકોની સામાન્ય જરૂરિયાતમાં છે, તેથી આ વસ્તુઓથી લોકોના હિતને કારણે નજીકના ભવિષ્યમાં તેનું બજાર નીચે નહીં જાય.
  Published by:Bhoomi Koyani
  First published: