Home /News /business /ડિજિટલ રૂપિયાનું પહેલુ પાયલટ પરીક્ષણ આજથી શરૂ, નવ બેંકો લેશે ભાગ

ડિજિટલ રૂપિયાનું પહેલુ પાયલટ પરીક્ષણ આજથી શરૂ, નવ બેંકો લેશે ભાગ

ડિજિટલ રૂપિયાનું પાયલટ પરીક્ષણ શરૂ

Digital Rupee: આરબીઆઈએ ‘સેન્ટ્રલ બેંક ડિજિટલ ચલણ’ લાવવાની પોતાની આ યોજનાની દિશામાં આગળ વધતા ડિજિટલ રૂપિયાના પાયલટ પરીક્ષણને શરૂ કરવાનો આ નિર્ણય લીધો છે

    નવી દિલ્હીઃ દેશનું ડિજિટલ ચલણ- ‘ડિજિટલ રૂપિયો’ નું પાયલટ પરીક્ષણ એક નવેમ્બર એટલે કે આજથી શરૂ થઈ ગયું છે. આ ટ્રાયલમાં નવ બેંકો ભાગ લેશે જે સરકારી જામીનગીરીઓમાં આપ-લે માટે આ ડિજિટલ ચલણનો ઉપયોગ કરશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સોમવારે જારી એક નિવેદનમાં કહ્યુ કે, ‘ડિજિટલ રૂપિયાનું પહેલુ પાયલટ પરીક્ષણ એક નવેમ્બરે શરૂ થશે. આ પરીક્ષણ હેઠળ ગૌણ બજારમાં સરકારી જામીગીરીઓની આપ-લે પૂરી કરવામાં આવશે.’ નોંધનીય છે કે, આ ટ્રાયલ ડિજિટલ રૂપિયાના હોલસેલ સેગમેન્ટની છે.

    આ ટ્રાયલમાં નવ બેંકો ભાગ લેશે


    આરબીઆઈએ ‘સેન્ટ્રલ બેંક ડિજિટલ ચલણ’ લાવવાની પોતાની આ યોજનાની દિશામાં આગળ વધતા ડિજિટલ રૂપિયાના પાયલટ પરીક્ષણને શરૂ કરવાનો આ નિર્ણય લીધો છે. આ ટ્રાયલમાં સામેલ થનારી બેંકોના નામ- સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ બરોડા, યૂનિયન બેંક ઓફ ઈન્ડિયા, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્વા બેંક, યસ બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંક અને એચએસબીસી છે.

    આ પણ વાંચોઃ બજારમાં આગઝરતી તેજી; સેન્સેક્સ 61 હજારને પાર અને નિફ્ટી 18,100ની આસપાસ

    ટ્રાન્ઝેક્શનનો ખર્ચ ઘટશે


    સોદા માટે આપ-લેમાં આરબીઆઈ ડિજિટલ ચલણનો ઉપયોગ થવાથી ટ્રાન્ઝેક્શનમાં આવનારા ખર્ચમાં ઘટાડો થવાની આશા છે. આ સાથે જ આરબીઆઈએ કહ્યુ કે, ડિજિટલ રૂપિયાનો પહેલો પાયલટ પરીક્ષણ એક મહિનાની અંદર શરૂ કરવાની યોજના છે. આ પરીક્ષણ ખાસ જૂથોની વચ્ચે પસંદગીના સ્થળોએ કરવામાં આવશે, જેમાં ગ્રાહક અને વેપારીઓ સામેલ હશે. રિઝર્વ બેંક પ્રમાણે, ભવિષ્યમાં પાયલટ પરીક્ષણોમાં બલ્ક લેવલ પર થનારા અન્ય સોદાઓ તેમજ ક્રોસ બોર્ડર પેમેન્ટનું પણ ધ્યાન રાખવામાં આવશે.

    આ પણ વાંચોઃ સતત પાંચમા મહિને ગેસ સિલિન્ડરના ભાવ ઘટ્યા, આજથી 115 રુપિયા સસ્તું


    લોકોને મળશે પેમેન્ટનો નવો વિકલ્પ


    આરબીઆઈએ કેન્દ્રીય બેંક ડિજિટલ ચલણ વિશે તેની સંકલ્પના રિપોર્ટમાં કહ્યુ હતું કે, ડિજિટલ ચલણ લાવવાનો ઉદ્દેશ ચલણના સ્વરૂપમાં એક અન્ય વિકલ્પને જોડવાનો છે. તેનાથી ઉપયોગકર્તાઓને હાલની ચૂકવણી સિસ્ટમો સાથે અન્ય પણ ચૂકવણી વિકલ્પો મળી શકશે. સીબીડીસી કોઈ કેન્દ્રીય બેંક તરફથી જારી થનારી મોનેટરી નોટ્સનું ડિજિટલ ચલણ છે. દુનિયાભારના કેન્દ્રીય બેંક CBDC રજૂ કરવાની શક્યતાઓ શોધી રહ્યા છે. સરકારે નાણાકીય વર્ષ 2022-23ના બજેટમાં ડિજિટલ રૂપિયો લાવવાની જાહેરાત કરી હતી.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Business news, Digital currency, Reserve bank of india

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन