Home /News /business /

IIBX: દેશને મળશે પહેલું ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ, જાણો IIBX વિશે તમામ વિગત

IIBX: દેશને મળશે પહેલું ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ, જાણો IIBX વિશે તમામ વિગત

પ્રતીકાત્મક તસવીર

India International Bullion Exchange: ગાંધીનગરનું ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ અનેક પ્રકારના પ્રોડક્ટ્સ પોર્ટફોલિયો અને ટેક્નોલોજી સર્વિસીઝ (Technology Services) ઓફર કરે છે.

    ગાંધીનગર: પીએમ મોદી (PM Narendra Modi) આજે દેશના સૌથી પહેલા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જનું (International Bullion Exchange) ઉદ્ધઘાટન કરવા જઇ રહ્યા છે. આ દેશનું પહેલું ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ છે, જે ગુજરાતના GIFT સિટી એટલે કે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી ગાંધીનગર (GIFT City Gandhinagar)માં આવેલું છે.

    ગાંધીનગરનું ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ અનેક પ્રકારના પ્રોડક્ટ્સ પોર્ટફોલિયો અને ટેક્નોલોજી સર્વિસીઝ (Technology Services) ઓફર કરે છે. આ એક્સચેન્જની સૌથી મોટી ખાસિયત તે છે કે તેનો ખર્ચ અન્ય એક્સચેન્જ અને વિદેશના એક્સચેન્જની સરખામણીએ ખૂબ ઓછી છે. શરૂઆતમાં IIBXમાં T+0 સેટલમેન્ટ સાથે 995 પ્યોરિટીની સાથે એક કિલોગ્રામ અને 999 પ્લોરિટીના 100 ગ્રામ ગોલ્ડના ટ્રેડિંગ થવાની સંભાવના છે. આ એક્સચેન્જમાં તમામ કોન્ટ્રાક્ટ ડોલરમાં લિસ્ટેડ છે. તેનું સેટલમેન્ટ પણ ડોલરમાં થશે.

    શું છે ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ?


    બુલિયનનો અર્થ ફિઝીકલ ગોલ્ડ અને સિલ્વર છે, જેને લોકો કોઇન, બાર વગેરે સ્વરૂપમાં પોતાની પાસે રાખી શકે છે. ઘણી વખત બુલિયનને લીગલ ટેન્ડર માનવામાં આવે છે. કેન્દ્રીય બેંકના રિઝર્વમાં પણ બુલિયન સામેલ હોય છે. એટલું જ નહીં ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ પણ તેને પોતાની પાસે રાખે છે.

    ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં સરકારે બુલિયન સ્પોટ ડિલીવરી કોન્ટ્રાક્ટ અને બુલિયન ડિલીવરી રિસીટને નોટિફાઇ કર્યા હતા. IIBXનું રેગ્યુલેટર ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિઝ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA) છે. મહત્વનું છે કે કેન્દ્રીય બજેટ 2020-21માં નાણામંત્રી નિર્મલા સીતારમણે IIBXની સ્થાપનાની જાહેરાત કરી હતી.

    આ પણ વાંચો: માત્ર 1499માં ફ્લાઇટમાં કરો મુસાફરી, આ તારીખ સુધી કરી શકાશે બુકિંગ

    કઇ રીતે કરશે કામ?


    IIBX દ્વારા ભારતમાં સોના-ચાંદીની આયાત થશે. ઘરેલૂ જરૂરીયતોને પહોંચી વળવા બુલિયનની આયાત પણ તેના એક્સચેન્જ દ્વારા થશે. આ એક્સચેન્જ સ્વરૂપે તમામ માર્કટ પાર્ટિસિપેન્ટને બુલિયન ટ્રેડિંગ માટે એક કોમન પારદર્શક પ્લેટફોર્મ મળશે. તેનાથી યોગ્ય ભાવ નિર્ધારણમાં પણ મદદ મળશે. એટલું જ નહીં તેમાં સોનાની ક્વોલિટીની ગેરન્ટી પણ હશે. RBI આ વર્ષે મે માસમાં IIBX દ્વારા ગોલ્ડના ઇમ્પોર્ટના જરૂરી મુદ્દાઓ રજૂ કર્યા હતા. આ ગાઇડલાઇન્સ દ્વારા ઘરેલૂ ક્લોલિફાઇડ જ્વેલર્સને પણ IIBX દ્વારા ગોલ્ડ ઇમ્પોર્ટ કરવાનો અવસર મળશે.

    આ પણ વાંચો: આજે આ 20 શેર કરાવી શકે છે મોટી કમાણી

    ગાઇડલાઇન્સ અનુસાર, બેંક ક્વોલિફાઇડ જ્વેલર્સને IIBX દ્વારા ગોલ્ડ ઇમ્પોર્ટ માટે 11 દિવસની એડવાન્સ પેમેન્ટ સુવિધા આપશે. રિઝર્વ બેંકે જણાવ્યા અનુસાર, ગોલ્ડની આયાત માટે ક્વોલિફાઇડ જ્વેલર્સ તરફથી કરવામાં આવનાર પેમેન્ટ IFSCAથી માન્યતા પ્રાપ્ત એક્સચેન્જ દ્વારા થશે.
    First published:

    Tags: ગાંધીનગર, ગોલ્ડ, પીએમ મોદી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन