ત્રણ દિ'માં ખેડૂતોના ખાતામાં જમા થશે નાણાં, PM મોદીની છે આ યોજના

News18 Gujarati
Updated: February 21, 2019, 11:25 PM IST
ત્રણ દિ'માં ખેડૂતોના ખાતામાં જમા થશે નાણાં, PM મોદીની છે આ યોજના
પ્રતિકાત્મક તસવીર

પીએમ-કિસાન પોર્ટલ પર અપલોડ કરાયેલા ખેડૂતોને પહેલું ઇન્સ્ટોલમેન્ટ અપાશે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને 6 હજાર રૂપિયાની સહાયતા આપવાની ઔપચારિક શરૂઆત 24 ફેબ્રુઆરીએ થશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે ભારતીય જનતા પાર્ટીના ખેડૂત મોર્ચાને બે દિવસીય સંમેલનમાં સંબોધિત કરશે. જે બાદ તેઓ લાભાર્થી ખેડૂતોના ખાતામાં 2 હજાર રૂપિયાનું પહેલું ઇન્સ્ટોલમેન્ટ ટ્રાન્સફર કરશે.

પીએમ-કિસાન પોર્ટલ પર અપલોડ કરાયેલા ખેડૂતોને પહેલું ઇન્સ્ટોલમેન્ટ અપાશે. માનવામાં આવી રહ્યું છે કે, આ યોજનાની શરૂઆત ઉત્તર પ્રદેશ સ્થિત ગોરખપુરથી થશે.

પ્રધાનમંત્રી-કિસાનના દિશા-નિર્દેશ પ્રમાણે, તમામ સંસ્થાગત જમીનધારક, સંવેધાનિક પદ ધરાવતા, તમામ સેવારત અથવા સેવા નિવૃત અધિકારી, કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીની સાથે જાહેર ક્ષેત્રે (પીએસયુ) 10,000થી વધુ માસિક પેન્શન મેળવનાર તમામ સેવા નિવૃત, ડોક્ટર અને એન્જિનિયરને આ યોજનાનો લાભ નહીં મળે.

આ પણ વાંચો: PFનાં નવાં વ્યાજદર પર પર આજે થશે નિર્ણય, 6 કરોડ લોકોને મળી શકે છે રાહત

આ સ્કીમનો લાભ 2 હેક્ટર જમીન ધરાવતાં ખેડૂતો ઉઠાવી શકે છે. સરકારનું કહેવું છે કે, આ સ્કીમમાં 12 કરોડ ખેડૂતોનો સમાવેશ થશે. વચગાળાના બજેટમાં નાણાં મંત્રી પીયુષ ગોયલે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM Kisan Scheme) યોજના હેઠળ સહાયતા આપવાની જાહેરાત કરી હતી.

આ યોજના હેઠળ લગભગ 12 કરોડ ખેડૂતોને વાર્ષિક 6 હજાર રૂપિયા આપવામાં આવશે. આ નાણા સીધા તેમના ખાતામાં ત્રણ ઇન્સ્ટોલમેન્ટમાં જમા થશે. 
First published: February 21, 2019
વધુ વાંચો
अगली ख़बर