Home /News /business /દેશના પહેલા Toy Fair 2021નો શનિવારે થશે શુભારંભ, Hamleysએ લીધી ટાઇટલ સ્પોન્સરશિપ

દેશના પહેલા Toy Fair 2021નો શનિવારે થશે શુભારંભ, Hamleysએ લીધી ટાઇટલ સ્પોન્સરશિપ

ભારતના આગળ વધતા રમકડા માર્કેટને મળશે મંચ. (Reuters photo)

India Toy Fair-2021: દેશના પહેલા રમકડાના મેળામાં 1000થી વધુ રમકડા નિર્માતાઓને મળશે તક

નવી દિલ્હી. મોદી સરકાર (Modi Government)એ દેશમાં રમકડા નિર્માણ (Toys Production)ને પ્રોત્સાહન આપવા માટે ‘આત્મનિર્ભર ભારત’ (Aatma Nirbhar Bharat)અને ‘વોકલ ફોર લોકલ’નું આહવાન કર્યું છે. જે હેઠળ દેશમાં પહેલીવાર વર્ચ્યૂઅલ ઈન્ડિયા ટૉય ફેર-2021 (India Toy Fair-2021)નું આયોજન થઈ રહ્યું છે. તેમાં દેશભરના એક હજારથી વધુ રમકડા નિર્માતાઓના (Toys Manufacturers) રમકડા જોવા અને તેને ખરીદવાની તક મળશે. ભારતના વધતા રમકડા ઉદ્યોગને મંચ પ્રદાન કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા 27 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી ડિજિટલ માધ્યમથી આ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

India Toy Fair-2021ની વેબસાઇટ www.theindiatoyfair.inનું ઉદ્ઘાટન કેન્દ્રીય શિક્ષણ મંત્રી ડૉ. રમેશ પોખરિયાલ નિશંક, કેન્દ્રીય ટેક્સટાઇલ તથા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી સ્મૃતિ ઈરાની, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ દ્વારા ગુરુવારે સંયુક્ત રીતે કરવામાં આવી. આ વેબસાઇટ પર રમકડા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો રજિસ્ટ્રેશન કરી શકે છે. તેમાં પોલિસી મેકર, પેરેન્ટ્સ, સ્ટાર્ટઅપ, સ્ટુડન્ટ, ઇન્ડસ્ટ્રી વગેરે તમામને એક મંચ પર મળીને કામ કરવાનું રહેશે. તેમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર એક સાથે મળીને કામ કરશે.

બ્રિટિશ મલ્ટીનેશનલ ટોય રિટેલર કંપની Hamleys જેની માલિકી રિલાયન્સ રિટેલ (Reliance Retail) પાસે છે તે આ ઇવેન્ટની ટાઇટલ સ્પોન્સર છે. Hamleys દ્વારા India Toy Fair 2021માં વર્યૂરિઅલ બુથ પણ ઊભું કરવામાં આવશે. મલ્ટીનેશનલ ટોય રિટેલર Hamleys દ્વારા મુંબઈ, દિલ્હી અને અમદાવાદમાં ટોય સર્કલ (Toy Circles)ને પણ લૉન્ચ કરવામાં આવશે. Hamleys CSR પ્રવૃત્તિ હેઠળ આંગણવાડી વર્કરના બાળકોને રમકડાની કીટ અને અન્ય રમતના સાધનો પૂરા પાડે છે. આંગણવાડીઓ માટે લાકડાથી બનાવેલા 743 રમકડા એકત્ર કરવામાં આવ્યા છે અને તેને બાળકોને રમવા માટે પૂરા પાડવામાં આવે છે.

આ પણ વાંચો, 7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને સરકાર આપશે ગિફ્ટ, વધી શકે છે સેલરી!

આ અવસર પર કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલે કહ્યું કે, ભારતીય રમકડા એક ખુશહાલ નાનપણનું નિર્માણ ખંડ રહ્યું છે. તે મનોરંજનનું સાધન ઉપરાંત શીખવા અને વિકાસ તરફ અગ્રેસર રાખવાનું ઉપકરણ પણ છે. તેઓએ કહ્યું કે India Toy Fair-2021 કોઈ પણ ડિજિટલ પ્લેટફોર્મ પર ઉદ્યોગના વિભિન્ન હિતધારકો, વિશેષ કરીને બાળકો, માતા-પિતા અને શિક્ષકોને લાવવાની પહેલી પહેલ છે. શિક્ષણ મંત્રીએ કહ્યું કે, આ પહેલીવાર છે કે જ્યારે સરકારને India Toy Fair-2021માં ભાગ લેવા માટે દેશભરમાંથી 1.27 લાખથી વધુનું રજિસ્ટ્રેશન થયું છે.

આ પણ વાંચો, પેટ્રોલ, ડીઝલના ભાવ ઘટશે? કેન્દ્ર ઓટો ફ્યુઅલ ટેક્સમાં 5 રૂપિયા પ્રતિ લીટર ઘટાડી શકે- બેન્ક ઓફ અમેરિકા

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે, India Toy Fair-2021માં માત્ર રમકડાઓની પ્રદર્શની નહીં પરંતુ ભારતીય રમકડા ઉદ્યોગને પ્રોત્સાહન આપવા, આ ક્ષેત્રમાં વધુમાં વધુ રોજગારની તકો પૂરી પાડવા અને ભારતના રમકડા ઉદ્યોગના વારસાને આગળ ધપાવવા માટે પ્રયાસ કરવામાં આવશે. India Toy Fair-2021 રમકડા ઉદ્યોગના ભવિષ્ય માટે એક મોટા વિઝનને લઈ આયોજિત કરવામાં આવી રહ્યો છે.
First published:

Tags: Aatma Nirbhar Bharat, Reliance Retail, મોદી સરકાર