મુંબઈ: આજકોલ લોકો પોતાનો બિઝનેસ વધારવા માટે અવનવા અખતરા કરતા હોય છે. આવું જ કંઈક વોલમાર્ટ (Walmart) દ્વારા પણ કરવામાં આવ્યું. ગત સપ્તાહે વોલમાર્ટ પોતાના એક નવા જ અખતરાને લઈને હેડલાઈન્સમાં આવ્યું. જણાવી દઈએ કે વોલમાર્ટે 50 માઈલના રેડિયસ માટે પોતાના પ્રથમ કોમર્શિયલ યૂએસ ડ્રોન ડિવિલરી સર્વિસ (first commercial US drone delivery service)ની શરૂઆત કરી છે. પિ રીજ, અર્કાસન્સની સીમામાં ઓટોનોમસ ઝીપલાઈન (autonomous Zipline)ની મદદથી ડ્રોન દ્વારા ગ્રાહકો સુધી સમાન પહોંચાડવામાં આવે છે. આ સર્વિસનો લાભ હવે ફર્મિગ્ટન અને અર્કાન્સસમાં લઈ શકાય છે. ટ્યુના કેન, બેબી સપ્લાય અને પેપર પ્લેટ્સ વગેરે જેવી નાની વસ્તુઓ ઓર્ડર કરી આ ડ્રોનથી તેની ડિલિવરી મેળવી શકાય છે. ડ્રોનઅપ (DroneUp) સાથેની પાર્ટનરશીપને કારણે વોલમાર્ટ આ સાહસ કરવામાં સફળ રહ્યું છે.
સામાનને નુકસાન ન થાય તે રીતે ડિલિવરી
ડ્રોન દ્વારા ડિલિવરી થતા જોવી ચોક્કસથી એક અનોખું દ્રશ્ય છે પણ આ હજી પોતાના પ્રાથમિક તબક્કામાં છે. ડ્રોનઅપના ટ્રેડિશનલ ક્વોડકોપ્ટર (quadcopter) માત્ર 1 માઈલના રેડિયસમાં જ ડિલિવરી કરી શકે છે. ત્રણ સ્ટોરના રેડિયસમાં આવતા વિસ્તારોમાં ડિલિવરી કરવામાં આવશે તેવી જાહેરાત અગાઉથી જ કરી દેવામાં આવી છે. આ ડિલિવરી દરમ્યાન તે પોતાના ડિલિવરી પેકેજને નીચે ફેંકવાને બદલે તેને નીચે લટકાવે છે જેથી વ્યક્તિ તેને લઈ શકે અને પેકેજને કોઈ નુકસાન પણ ન પહોંચે.
આ વસ્તુઓની ડિલિવરી કરશે
જ્યારે આપણે એડ્રેસ નાંખી પસંદગી કરીએ તો વોલમાર્ટ પાસે ઘણા વિકલ્પો ઉપલબ્ધ હોય છે. 26 ડાયપરનું પેકેડ, પેનકેક મિક્સ, પેપર પ્લેટ, ક્રેયોન્સ, ટ્રેશબેગ, વિટામિન, સ્કોચ ટેપ અને બેબી આઈટમ્સ જેવી વસ્તુઓ આ પેજ પર જોવા મળે છે. 10 ડોલરના ડિલિવરી ચાર્જ સાથે કંપની તમને 4 પાઉન્ડ અથવા તેનાથી ઓછું વજન ધરાવતી વસ્તુઓ ડિલીવર કરશે.
30 મિનિટમાં ડિલિવરી
યાદીમાં સૌથી ભારે વસ્તુ તરીકે અમને 29.88 ડેલરનું 3.87 પાઉન્ડનું સિમીક બેબી ફોર્મ્યુલા, 1.5 પાઉન્ડની ઓલિવ ઓઈલની બેટલ, 2.4 પાઉન્ડનું પિડીયા લાઈટ અને 3.58 પાઉન્ડના મિક્સ ફ્રુટ કપ જોવા મળ્યા. ડ્રોનઅપ દ્વારા કહેવામાં આવ્યું છે કે ગ્રાહકોને તેમની ડિલિવરી 30 મિનીટમાં પહોંચાડવામાં આવશે. દરેક સેન્ટર પર કલાકમાં એક કરતા વધુ ડ્રોન ઉડાડવામાં આવશે.
વોલમાર્ટ અને ડ્રોનઅપે આ પહેલા લાસ વેગાસના ઉત્તરમાં અને ચીકટોવાગા, ન્યૂયોર્કમાં સ્ટોરના 1 માઈલના રેડિયસમાં કોવિડ 19 ટેસ્ટ ડ્રોન ડિલિવરીનું પરીક્ષણ કર્યું હતું. જણાવી દઈએ કે વોલમાર્ટ દ્વારા હાલમાં જ ડ્રોનઅપમાં રોકાણ પણ કરવામાં આવ્યું હતું. જો કે ડ્રોનઅપ તરફથી આ અંગે હજી સુધી કોઈ જાણકારી આપવામાં આવી નથી.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર