Home /News /business /

એર ઈન્ડિયા લીધા બાદ અન્ય 3 એરલાઈન્સ સાથે સંકલન કઈ રીતે કરવું? ટાટા જૂથ સામે છે આવા અનેક કોયડા

એર ઈન્ડિયા લીધા બાદ અન્ય 3 એરલાઈન્સ સાથે સંકલન કઈ રીતે કરવું? ટાટા જૂથ સામે છે આવા અનેક કોયડા

ટાટાની 2 એર લાઇન્સ મોટા ભાગે એકબીજાથી અલગ રહીને પોતપોતાનું કામ કરે છે

Air India news - કર્મચારીઓ, નીતિઓ, આઈટી, એન્જીનિયર્સ સહિતના સંસાધનો અને બૌદ્ધિકોની વ્યવસ્થા ટાટા (Tata)ગ્રુપ પાસે છે. પણ અહીં મોટો પડકાર શેડ્યુલ ઓવરલેપ્સનો છે

એર ઈન્ડિયાને (Air India) પેટા કંપનીમાં જોડવાની ઔપચારિક જાહેરાત થતા પહેલા જ ટાટા ગ્રુપ (Tata group)સામે પડકારોની લાંબી યાદી છતી થઈ ગઈ છે. કર્મચારીઓ, નીતિઓ, આઈટી, એન્જીનિયર્સ સહિતના સંસાધનો અને બૌદ્ધિકોની વ્યવસ્થા ટાટા (Tata)ગ્રુપ પાસે છે. પણ અહીં મોટો પડકાર શેડ્યુલ ઓવરલેપ્સનો છે. સામાન્ય રીતે એક જ તાબા હેઠળની એરલાઈન્સ (airlines)એકબીજા સાથે સીધી સ્પર્ધામાં ઉતરવાનું ટાળે છે. હાલ એરઈન્ડિયા એક્સ્પ્રેસ મુખ્ય રીતે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટોનું સંચાલન કરી રહી છે. તે ઈન્ટરનેશનલ ફ્લાઈટ કરતા પોતાની ડોમેસ્ટિક ફ્લાઈટ્સ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આનો સ્પષ્ટ અર્થ એ થાય એર ઈન્ડિયા એક્સ્પ્રેસનું ડોમેસ્ટિક નેટવર્ક એર ઈન્ડિયા સમાન જ હતું. છતાં પણ એર ઈન્ડિયા સાથે તેની ક્યારેય પણ કોઈ સ્પર્ધા જોવા મળી નથી.

ટાટાની 2 એર લાઇન્સ મોટા ભાગે એકબીજાથી અલગ રહીને પોતપોતાનું કામ કરે છે. જેમાંથી એક પ્રિમિયમ કેરિયર સર્વિસનું સિંગાપોર એરલાઈન્સ જોડે જોડાણ છે. જેનો દેશનાં મહત્વનાં મોટા શહેરોમાં વ્યાપ છે. જ્યારે બીજી મલેશિયા એરએશિયા મોડેલ પર આધારિત લો કોસ્ટ એરલાઈન છે. જે પોતાના પ્રાથમિક તબક્કામાં છે. ખુબ ચર્ચાઓ જગાડનાર એર એશિયા ઈન્ડિયાએ દિલ્લીમાં પોતાનો બેઝ સ્થાપ્યો છે અને તેની ફ્લાઈટો મુંબઈ માટે ઉડાન ભરે છે. આ બંને એરલાઈન્સ વધુ પડતી માર્કેટિંગ કોસ્ટથી બચવા માંગતી હતી.

આ પણ વાંચો - 68 વર્ષ પછી એર ઇન્ડિયાની ઘર વાપસી, હવે રતન ટાટા સંભાળશે કમાન, સરકારે લગાવી મોહર

શું છે સ્થિતિ?

કોરોના સ્થિતિ પછી અનલોક બાદ એરલાઈન્સે નવા ક્ષેત્રોમાં પણ સર્વિસ આપવાનું શરૂ કર્યું છે. ઘણી નોન સ્ટોપ ફ્લાઇટ પર પણ ધ્યાન કેન્દ્રિત થયું છે. આ લેખ માટે કરવામાં આવેલા ઓએજી (OAG)ના સર્વે પ્રમાણે ટાટા ગ્રુપની આગેવાની હેઠળ ચાલતી એર ઈન્ડિયા, એર ઈન્ડિયા એક્સપ્રેસ, વિસ્તારા અને એર એશિયા ઈન્ડિયા દેશમાં લગભલ 150 ડોમેસ્ટિક રુટ્સને કવર કરે છે. આ તમામમાં એર એશિયા દ્વારા સૌથી વધું 121 ફ્લાઈટોનું સંચાલન કરવામાં આવે છે. એર એશિયા, વિસ્તારા અને એર ઈન્ડિયા એક્સપ્રેસ દ્વારા ક્રમશ 46, 42 અને 13 ફ્લાઈટોનું સંચાલન કરવામાં આવે છે. એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસ માત્ર 3 રુટ પર સંયુક્ત રીતે કાર્યરત છે. દિલ્હીથી જયપુર જ્યા એર ઈન્ડિયા એક્સપ્રેસ અઠવાડિયામાં માત્ર 1 જ ફ્લાઈટ સંચાલિત કરે છે. ત્યા એર ઈન્ડિયા એક એઠવાડિયામાં 11 ફ્લાઈટોનું સંચાલન કરે છે. દિલ્લી- વારાણસીમાં એર ઈન્ડિયા એક્સપ્રેસ અઠવાડિયામાં 3 અને એર ઈન્ડિયા 18 ફ્લાઈટોનું સંચાલન કરે છે. જ્યારે હૈદરાબાદથી વિજયવાડા માટે બંને એરલાઈન્સ અઠવાડિયામાં 3 ફ્લાઈટોનું સંચાલન કરે છે. દિલ્હી-વારાણસી સિવાય એર ઈન્ડિયા એક્સપ્રેસ કોઈ પણ સ્થાનિક રૂટ પર એર એશિયા ઈન્ડિયા અથવા વિસ્તારા સાથે સ્પર્ધા કરતી નથી.

ફુલ સર્વિસ કેરિયર છે પડકાર

એર ઈન્ડિયા અને વિસ્તારાએ બજારનો મોટો ભાગ કબજે કર્યો હોવાનું છેલ્લા કેટલાક મહિનામાં જોવા મળ્યું છે. તેના પરથી ફલિત થયું છે કે, લોકો ઓછા ભાડામાં સારી સર્વિસ અને ફુલ કેરિયર સેવાઓનો લાભ લેવા માંગે છે.

વિસ્તારાના બેંગ્લોર- ગોવાહાટી, બેંગ્લોર- ચંડીગઢ, મુંબઈ- ચંડીગઢ, કોલકાતા- પૂણે, દિલ્હી- ચંડીગઢ અને બાગદોગરા- દિબ્રુગઢ એમ 6 રુટને બાદ કરતા એર ઈન્ડિયા તમામ ક્ષેત્રોમાં ઉપલબ્ધ છે. શેડ્યુલ ઓવરલેપ્સ માટે બે રસ્તા છે. પહેલો કે, કઈ રીતે સ્પર્ધામાં ટકી રહેવા માટે તે મદદરૂપ થાય છે? દા.ત. જો દિલ્લી અમૃતસર કે દિલ્લી-પૂણેને સંયુક્ત કરવામાં આવે તો વ્યાપમાં વધારો કરી શકાય છે. જે હાલની માર્કેટ લીડર ઈન્ડીગો કે અન્ય કોઈ એરલાઇનથી વધુ થઈ જશે.

આ પણ વાંચો - Air Indiaનું સંચાલન લોઢાના ચણા ચાવવા જેવું, આ પડકારોને કઈ રીતે પહોંચી શકશે Tata ગ્રુપ?

બીજો રસ્તો એ છે કે, તેને પડકારના રુપે જોવામાં આવે. અલગ અલગ એરલાઇન્સ એક જ સેક્ટરની બેક ટુ બેક ફ્લાઈટો ચલાવી સ્પર્ધા કરે છે. બેંગલુરુ-દિલ્હી જેવા કેટલાક ક્ષેત્રોમાં વિસ્તારા અને એર એશિયા ઇન્ડિયા પહેલેથી જ એકબીજાની ફ્લાઇટ્સ સાથે સ્પર્ધામાં છે. એર ઇન્ડિયાને તેમાં ઉમેરી તાકાત વધારી શકાય છે. અલબત કેટલાક રુટમાં કોઈ રણનીતી કામ આવી શકે તેમ હોતું નથી. ઉદયપુર, જોધપુર અને ગોવા જેવા સ્થળોએ હોટેલના ચેક ઈન ચેક આઉટના સમય, અને લિમિટેડ ઓપરેટિંગ વિન્ડોને આધારે ફ્લાઈટનું શિડ્યુલિંગ કરવામાં આવે છે. અહીં આવી રણનીતી તમને નિષ્ફળતા આપી શકે છે. આવા રુટ પર ભાડામાં સરળતાથી વધારો કરી શકાય છે. જે એરલાઈન્સને અત્યાર સુધીના નુક્શાનને પહોચી વળવા માટે ઉપયોગી બની શકે છે.

નોંધનીય છે કે, અહીં પડકારો ઘણા બધા છે. ટાટા ગ્રુપે કોઈ એક પડકાર સાથે શરુઆત તો કરવી જ પડશે. શેડ્યુલ એકીકરણ કરવાથી ઈન્ડીગોની સમકક્ષ અથવા તેની આસપાસ કઈ રીતે પહોંચી શકાય તે જોવું અને નક્કી કરવું મહત્વનું છે.
First published:

Tags: Tata group, એર ઇન્ડિયા, રતન ટાટા

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन