Home /News /business /અહો આશ્ચર્યમ્! Hapus કેરીનું પ્રથમ બોક્સ હરાજીમાં 31,000 રૂપિયામાં વેચાયું, 50 વર્ષમાં સૌથી મોંઘી બોલી
અહો આશ્ચર્યમ્! Hapus કેરીનું પ્રથમ બોક્સ હરાજીમાં 31,000 રૂપિયામાં વેચાયું, 50 વર્ષમાં સૌથી મોંઘી બોલી
હરાજીમાં આવેલી કેરી
Mango Box Auction: પુણેના એક બજાર (Pune APMC Market)માં કેરીની હરાજી (Mangoes Auction) દરમિયાન કેરીનું એક બોક્સ રૂ. 31,000ની ભારે કિંમતે વેચાયું હતું. વેપારીએ દાવો કર્યો હતો કે, આ ખરીદી છેલ્લા 50 વર્ષમાં સૌથી મોંઘી છે.
પુણે: શિયાળીનું ઋતુ હવે પૂર્ણ થવાના આરે છે. આ સાથે લોકોમાં સૌથી મનપસંદ અને ફળોના રાજા કેરી (Mangoes)નું બજારમાં ધીમે ધીમે આગમન થશે. કદાચ ખૂબ ઓછા લોકો એવા હશે કેરી ખાવાથી પોતાને રોકી શકે. દેશના વિવિધ રાજ્યોમાં અલગ અલગ પ્રકારની કેરી ફેમસ છે. તેવામાં પુણેના એક બજાર (Pune APMC Market)માં કેરીની હરાજી (Mangoes Auction) દરમિયાન કેરીનું એક બોક્સ રૂ. 31,000ની ભારે કિંમતે વેચાયું હતું. વેપારીએ દાવો કર્યો હતો કે, આ ખરીદી છેલ્લા 50 વર્ષમાં સૌથી મોંઘી છે.
જેમ જેમ કેરીઓ બજારમાં આવવા લાગી તેમ તેમ ફળના બોક્સ પર ફૂલોના હાર રાખી સિઝનનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં વેપારીઓએ હાથ જોડીને કેરીની સિઝનના સારા વેપારની શરૂઆત માટે પ્રાર્થના કરી હતી અને તેમની પ્રાર્થના ફળી પણ ખરી.
પુણે APMCમાં આવ્યું પહેલું બોક્સ
પ્રખ્યાત હાફુસ કેરીનું પ્રથમ બોક્સ શુક્રવારે દેવગઢ રત્નાગીરીથી પુણેના APMC માર્કેટમાં આવ્યું હતું. વેપારી યુવરાજ કાચીએ જણાવ્યું કે, “આ સિઝનની શરૂઆતી કેરી છે. દર વર્ષે આ પ્રારંભિક કેરીની ધાર્મિક વિધિ તરીકે હરાજી કરવામાં આવે છે, કારણ કે તે આગામી બે મહિના માટેના કેરીના વેપારનું ભવિષ્ય નક્કી કરે છે.”
રૂ. 5 હજારથી રૂ. 31 હજાર સુધી બોલાયા ભાવ
કેરી ખરીદવા માટે એક હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોલી રૂ. 5,000થી શરૂ થઈ હતી અને રૂ. 31,000 સુધી પહોંચી હતી. વેપારીએ જણાવ્યું કે, “પુણેના બજારમાં કેરીના પ્રથમ કેરેટની બોલી રૂ. 18,000, બીજાની રૂ. 21,000, ત્રીજાની રૂ. 22,500 અને ચોથા કેરેટની પણ રૂ. 22,500ની બોલી લગાવવામાં આવી હતી.”
વેપારીએ જણાવ્યું કે, “આ પાંચમુ કેરેટ છે જેની પુણે માર્કેટમાં હરાજી કરવામાં આવી હતી. તે 31,000 રૂપિયામાં વેચાયું હતું. છેલ્લા 50 વર્ષોમાં આ પુણેના બજારમાં સૌથી મોંઘી બોલી રહી છે."
Pune | A mango crate sold for Rs 31,000 in an auction, "most expensive buy in 50 years," claimed trader Yuvraj Kachi. He added, "Business was shut for 2 years in COVID. Now things are normalizing, so we want to resume at the earliest, which is why we bought mangoes at this rate." pic.twitter.com/FaD4bMTxks
વેપારીએ વધુમાં જણાવ્યું કે, “છેલ્લા બે વર્ષમાં કોવિડ-19 મહામારી દરમિયાન વ્યવસાય ખૂબ ધીમો રહ્યો હતો અને વેપારીઓને ભારે નુકસાન થયું હતું. પરંતુ હવે સ્થિતિઓ સામાન્ય થઈ રહી છે, તેથી અમે વહેલી તકે શરૂઆત કરવા માંગીએ છીએ. તેથી જ અમે આ દરે કેરી ખરીદી છે.”
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર