વર્તમાન વિત્ત વર્ષ 2019-20માં GDP ગ્રોથ રેટ 5% રહેવાનો અંદાજ, 2009 પછી સૌથી ઓછો

વર્તમાન વિત્ત વર્ષ 2019-20માં GDP ગ્રોથ રેટ 5% રહેવાનો અંદાજ

ગ્રોસ વેલ્યૂ એડેડ (GVA)નો અંદાજિત ગ્રોથ 4.9 ટકા રહેવાનો અંદાજ છે

 • Share this:
  નવી દિલ્હી : વર્તમાન વિત્ત વર્ષ 2019-20માં GDPના આંકડાનું પ્રથમ પૂર્વાનુમાન રજુ કરવામાં આવ્યું છે. જેમાં GDP ગ્રોથ 5 ટકા રહેવાનો અંદાજ છે. સીએસઓના જાહેર થયેલા આંકડા પ્રમાણે જીડીપી 5 ટકા રહી શકે છે. જે વિત્ત વર્ષ 2018-19માં 6.8 ટકા હતો. ગ્રોસ વેલ્યૂ એડેડ (GVA)નો અંદાજિત ગ્રોથ 4.9 ટકા રહેવાનો અંદાજ છે. જે 2018-19માં 6.6 ટકા હતો. પ્રથમ એડવાન્સ એસ્ટીમેટની તસવીર ચાલુ વર્ષના 9 મહિનાના આંકડા પર આધારિત છે. CNBC TV18ના મતે જીડીપી ગ્રોથ જો 5 ટકા રહે તો તે 11 વર્ષના સૌથી નીચલા સ્તર (વર્ષ 2009)નો હશે.

  આ આંકડો એવા સમયે જાહેર કરવામાં આવ્યો છે જ્યારે ભારતીય અર્થવ્યવસ્થા સુસ્તીમાંથી પસાર થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે જૂન-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ભારતનો જીડીપી ગ્રોથ ઘટીને 6 વર્ષના નીચલા સ્તર 4.5 પર રહ્યો હતો. ભારતીય રિઝર્વ બેન્કે પણ પોતાની મૌદ્રિક નીતિ સમીક્ષામાં વિત્ત વર્ષ 2019-20 દરમિયાન દેશની જીડીપીને 6.1 ટકા ઘટાડીને 5 ટકા કરી દીધી હતી. આ જેડીપી માટે પ્રથમ અંદાજ છે. સરકાર 1 ફેબ્રુઆરીના રોજ બજેટ રજુ કરશે. બજેટ પછી બીજો અગ્રીમ અંદાજ જાહેર કરવામાં આવશે.

  આ પણ વાંચો - 25 કરોડ લોકો 8 જાન્યુઆરીએ હડતાળ કરશે! જાણો કેમ

  સીએસઓએ મંગળવારે રાષ્ટ્રીય આવકનો પ્રથમ અંદાજ જાહેર કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આર્થિક વૃદ્ધિ દરમાં ઘટાડાનો પ્રમુખ કારણ વિનિર્માણ ક્ષેત્રનો વૃદ્ધિ દર ઘટવો છે. વર્તમાન વિત્ત વર્ષમાં વિનિર્માણ ક્ષેત્રનો વૃદ્ધિ દર ઘટીને બે ટકા આવવાનો અંદાજ છે.

  8 માંથી 6 સેક્ટરમાં ગ્રોથ ઘટવાનો અંદાજ
  - એગ્રીકલ્ચરમાં ગ્રોથ 2.9 ટકાથી ઘટીને 2.8 રહેવાનો અંદાજ.
  - માઇનિંગમાં ગ્રોથ 1.3 ટકાથી વધીને 1.5 ટકા થઈ શકે છે.
  - મેન્યુફેક્ચરિંગમાં ગ્રોથ 6.2 ટકાથી ઘટીને 2 ટકા પર આવી શકે છે.
  - કંસ્ટ્રક્શનમાં ગ્રોથ 8.7 ટકાથી ઘટીને 3.2 ટકા પર આવી શકે છે.
  Published by:Ashish Goyal
  First published: