Home /News /business /Fino Payments Bank IPO: 29 ઓક્ટોબરના રોજ ખુલશે ફિનો પેમેન્ટ્સ બેંકનો IPO, જાણો મહત્ત્વની વાતો
Fino Payments Bank IPO: 29 ઓક્ટોબરના રોજ ખુલશે ફિનો પેમેન્ટ્સ બેંકનો IPO, જાણો મહત્ત્વની વાતો
વધુ એક આઈપીઓ (પ્રતીકાત્મક તસવીર)
Fino Payments Bank IPO: ફિનો પેમેન્ટ્સ બેંક એક ફિનટેક કંપની છે, જે અનેક પ્રકારની નાણાકીય પ્રોડક્ટ્સ ઉપલબ્ધ કરાવે છે. કંપનીનો બિઝનેસ મુખ્ય રીતે ડિજિટલ અને પેમેન્ટ આધારિક સેવાઓ પર ફોક્સ કરે છે.
મુંબઈ. IPO news: ફિનો પેમેન્ટ્સ બેંક લિમીટેડ (Fino Payments Bank Ltd IPO)નો આઈપીઓ આગામી 29 ઓક્ટોબરના રોજ ખુલશે અને બીજી નવેમ્બરના રોજ બંધ થશે. આ આઈપીઓમાં 300 કરોડ રૂપિયાનો ફ્રેશ ઈશ્યૂ (Fresh Issue) હશે. આ સાથે જ Fino Payments Bank ઑફર ફૉર સેલ (Offer for sale) અંતર્ગત 1.56 કરોડ ઇક્વિટી શેરનું વેચાણ કરશે. બેંકના શેરનું લિસ્ટિંગ શેર બજારમાં 12 નવેમ્બરના રોજ થશે. ઉલ્લેખનીય છે કે Fino Payments Bankમાં Blackstone, ICICI Group, Bharat Petroleum અને IFC જેવા મોટા રોકાણકારોનું રોકાણ છે.
આ આઈપીઓ માટે એક્સિસ કેપિટલ, CLSA Capital, ICICI Securities અને Nomura Financial advisory and Securities રનિંગ લીડ મેનેજર છે. ફ્રેશ ઇશ્યૂમાંથી મળનારી રકમનો ઉપયોગ કંપની ટિયર-1 કેપિટલ બેઝ વધારવા માટે કરશે. જેનાથી કંપનીની ભવિષ્યની જરૂરિયાત પૂર્ણ કરી શકાય. નાણાકીય વર્ષ 2021માં કંપનીનો ટિયર-1 કેપિટલ રેશિયો 56.25 ટકા હતો.
પ્રોડક્ટ્સ અને સેવા
ઉલ્લેખનીય છે કે ફિનો પેમેન્ટ્સ બેંક એક ફિનટેક કંપની છે, જે અનેક પ્રકારની નાણાકીય પ્રોડક્ટ્સ ઉપલબ્ધ કરાવે છે. કંપનીનો બિઝનેસ મુખ્ય રીતે ડિજિટલ અને પેમેન્ટ આધારિક સેવાઓ પર ફોક્સ કરે છે. આ પ્લેટફોર્મ મારફતે માર્ચ 2021 સુધી લગભગ 43.49 કરોડ ટ્રાન્ઝેક્શન થયા છે. આ તમામ ટ્રાન્ઝેક્શનની કુલ કિંમત 1.33 લાખ કરોડ રૂપિયા હતી.
આવક અને નફો
કંપનીના નાણાકીય પ્રદર્શન પર નજર કરીએ તો નાણાકીય વર્ષ 2021માં કુલ આવક 791.03 કરોડ રૂપિયા હતી, જે આગળના વર્ષે 691.40 કરોડ રૂપિયા રહી હતી. આ દરમિયાન કંપનીએ 20.47 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો.
Paytmના IPOને સેબીની મંજૂરી
દેશના આઈપીઓ (IPO news)નું બજાર ગરમ છે. એક પછી એક કંપની Initial public offering એટલે કે આઈપીઓ (IPO) લાવી રહી છે. હવે ડિજિટલ પેમેન્ટ અને ફાઇનાન્સિયલ સર્વિસિસ કંપની પેટીએમ (Paytm IPO)ની પેરેન્ટ કંપની વન97 કોમ્યુનિકેશન્સ (One97 Communications) પોતાનો 16,600 કરોડ રૂપિયાનો આઈપીઓ લાવી રહી છે. પેટીએમને સેબી (SEBI) તરફથી આઈપીઓની મંજૂરી મળી ગઈ છે.
આ અંગે જાણકારી ધરાવતા એક સૂત્રએ જણાવ્યું કે, પીટીએમ 8,300 કરોડ રૂપિયાના શેર પ્રાઇમરી સેલમાં વેચશે, જ્યારે બાકીના 8,300 કરોડ રૂપિયાના શેર ઑફર ફૉર સેલ (OFC)માં વેચશે. કંપનીની યોજના નવેમ્બરના મધ્યમાં શેર બજારમાં લિસ્ટ થવાની છે. કંપનીએ આઈપીઓ માટે જુલાઈ મહિનામાં સેબી સમક્ષ અરજી કરી હતી. (વાંચો સમગ્ર અહેવાલ...)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર