Home /News /business /એલર્ટ ખબર! સપ્ટેમ્બર મહિનાના અંત પહેલા પતાવી લો આ કામ, નહીં તો આ સરકારી યોજનાઓના લાભથી રહી જશો વંચિત

એલર્ટ ખબર! સપ્ટેમ્બર મહિનાના અંત પહેલા પતાવી લો આ કામ, નહીં તો આ સરકારી યોજનાઓના લાભથી રહી જશો વંચિત

સપ્ટેમ્બર મહિના બાદ સરકાર લાગૂ કરશે નવા નિયમો

New Rule: 30 સપ્ટેમ્બર પહેલા તમારે ગેસ સિલિન્ડર બુક કરાવી લેવો જોઇએ, કારણ કે દર મહિનાની પહેલી તારીખે સિલિન્ડરના નવા ભાવો નક્કી થાય છે. જો તમે પણ કોઇ આવી સરકારી યોજનાઓનો લાભ લેવા માંગો છો તો 30 સપ્ટેમ્બર સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી લો.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ સપ્ટેમ્બર માસ પૂર્ણ (September Ending) થવા આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. નવો મહિનો શરૂ થતા અમુક બદલાવો (New Rules in October) પણ આવશે. તેથી અમુક કામો એવા છે જે તમારે મહિનો પૂર્ણ થાય તે પહેલા પતાવી લેવા જોઇએ. 30 સપ્ટેમ્બર પહેલા તમારે ગેસ સિલિન્ડર બુક કરાવી લેવો જોઇએ, કારણ કે દર મહિનાની પહેલી તારીખે સિલિન્ડરના નવા ભાવો નક્કી થાય છે. જો તમે પણ કોઇ આવી સરકારી યોજનાઓનો લાભ લેવા માંગો છો તો 30 સપ્ટેમ્બર સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી લો. સાથે જ ડીમેટ એકાઉન્ટ સંબંધિત એક કામ જરૂર કરી લો, જેથી તમે 1 ઓક્ટોબરે ડિમેટ એકાઉન્ટ ખોલાવી શકો. તો ચાલો 30 સપ્ટેમ્બર પહેલા તમારે આવા જ ક્યા જરૂરી કામો પતાવવા જોઇએ તેના વિશે જાણીએ.

અટલ પેન્શન સ્કીમમાં થશે બદલાવ


મોદી સરકારની પોપ્યુલર સ્કીમ અટલ પેન્શન યોજના (Atal Pension Scheme)માં એક મોટો બદલાવ 1 ઓક્ટોબરથી થનાર છે. ટેક્સપેયર્સ (Taxpayers) લોકો આ યોજના સાથે જોડાઇ શકશે નહીં. એવામાં ટેક્સપેયર્સ જો આ યોજનાનો ફાયદો ઉઠાવવા માંગે છે તો તેમની પાસે ખૂબ ઓછો સમય બાકી રહ્યો છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલનપમેન્ટ ઓથોરિટી (PFRDA) અનુસાર, નાણાકીય વર્ષ 2022ના અંત સુધીમાં પેન્શન યોજનાના 4.01 કરોડ સબ્સ્ક્રાઇબર્સ હતા. તેમાં 44 ટકા મહિલાઓ છે. આંકડાઓ અનુસાર, લગભગ 45 ટકા એપીવાય સબ્સ્ક્રાઇબર્સ 18-25 વર્ષના છે. આપને જણાવી દઇએ કે અટલ પેન્શન યોજના સાથે જોડાવા માટે એવી કોઇ શરત લાગૂ નથી. હાલના નિયમો અંતર્ગત 18થી 40 વર્ષ સુધીની ઉંમરવાળા તમામ ભારતીય નાગરિક એપીવાયના સભ્યો બની શકે છે. તેથી તેમને બેંક કે પોસ્ટ ઓફિસની તે બ્રાન્ચ દ્વારા એપ્લાય કરવું પડશે.

આ પણ વાંચોઃ Gold Silver Price Today: નવરાત્રી-દીવાળી દરમિયાન સસ્તું સોનું ખરીદવા માટે છે મોકો

ક્રેડિટ કાર્ડ સંબંધિત આ નિયમમાં થશે ફેરફાર


1 ઓક્ટોબરથી ભારતીય રિઝર્વ બેંકનો કાર્ડ ઓન ફાઇલ ટોકનાઇઝેશનો નિયમ બદલી જશે. નવા નિયમોથી ક્રેડિટ અને ડેબિટ કાર્ડ દ્વારા પેમેન્ટ પહેલા કરતા વધુ સુરક્ષિત બની જશે. હવે ગ્રાહકો ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી ઓનલાઇન, પોઇન્ટ ઓફ સેલ કે એપ પર ટ્રાન્જેક્શન કરશે તો તમામ માહિતી એન્ક્રિપ્ટેડ કોડમાં સેવ થશે. જો કોઇ ગ્રાહકે કોઇ કંપનીનું ક્રેડિટ કાર્ડ લીધા બાદ 30 દિવસની અંદર તેને એક્ટિવેટ નથી કર્યુ તો કંપનીને તેને એક્ટિવેટ કરવા માટે ગ્રાહક પાસેથી વન-ટાઇમ-પાસવર્ડ દ્વારા મંજૂરી લેવી પડશે. જો ગ્રાહક મંજૂરી ન આપે તો તેનું ક્રેડિટ કાર્ડ એકાઉન્ટ બંધ કરવાનું રહેશે.

આ પણ વાંચોઃ  આ પાવડરનો ધંધો કરોડપતિ બનાવશે, સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક, જાણો કેવી રીતે કરશો શરૂઆત


ડીમેટ એકાઉન્ટ પહેલા કરતા વધુ સિક્યોર


ડીમેટ એકાઉન્ટમાં તમને 30 સપ્ટેમ્બર, 2022 સુધી ટૂ-ફેક્ટર ઓથેન્ટિકેશન પૂર્ણ કરવાનો રહેશે. ત્યાર બાદ જ તમે તમારા ડીમેટ એકાઉન્ટમાં લોગીન કરી શકશો. એનએસઇએ આ અંગે જૂનમાં એક સર્ક્યુલર જાહેર કર્યુ હતું. આ સર્ક્યુલરમાં કહેવામાં આવ્યું છે કે, મેમ્બર્સે પોતાનાં ડીમેટ એકાઉન્ટમાં લોગીન કરવા માટે એક ઓથેન્ટિકેશન ફેક્ટર સ્વરૂપે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરવાનો રહેશે. બીજો ઓથેન્ટિકેશન એક નોલેજ ફેક્ટર હોઇ શકે છે. જે પાસવર્ડ, પિન કે કોઇ પોઝેશન ફેક્ટર હોઇ શકે છે, જેની માહિતી માત્ર યુઝર્સ પાસે હોય છે. ક્લાયન્ટ્સે એસએમએસ અને ઇમેલ બંને દ્વારા ઓટીપી મેળવવાનો રહેશે.
Published by:Sahil Vaniya
First published:

Tags: Government scheme, Indian Government, New rule

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन