અમદાવાદ: દર મહિને કોઈને કોઈ જરૂરી કામની સમય મર્યાદા પૂર્ણ થતી હોય છે. એવું પણ બનતું હોય છે કે નવા મહિનાથી એટલે કે 1 તારીખથી નવી સ્કીમ, નિયમ લાગૂ થતા હોય છે. આવા કેસમાં જે તે વ્યક્તિએ મહિનાની અંતિમ તારીખ પહેલા જરૂરી કામ પતાવી લેવા જરૂરી બને છે. કોરોના મહામારી (Corona pandemic) કારણે સપ્ટેમ્બર મહિનાની છેલ્લી તારીખ ઘણા કામોની અંતિમ તારીખ છે. ઘણા નાણાકીય કામ 30 સપ્ટેમ્બર (30th september) પહેલા પૂર્ણ કરવા જરૂરી છે. નહીંતર સેવાઓનો લાભ લઇ શકાશે નહીં અથવા દંડ ચૂકવવો પડી શકે છે. જેથી અહીં 30 સપ્ટેમ્બર પહેલા પૂરા કરવા પડે તેવા 4 કામોની યાદી આપી છે.
ડેબિટ, ટ્રેડિંગ એકાઉન્ટમાં KYCની ડેડલાઈન
ડિમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ ધારકો માટે એકાઉન્ટ્સમાં KYC વિગતો અપડેટ કરવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર 2021 છે. અગાઉ 31 જુલાઈની અંતિમ તારીખ હતી. પરંતુ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI)એ ડિમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ્સ માટે KYC કમ્પ્લાયન્સની સમયમર્યાદા બે મહિના વધારીને 30 સપ્ટેમ્બર, 2021 કરી છે. જો KYC નહીં હોય તો ડિમેટ એકાઉન્ટ ડિએક્ટિવેટ થઈ જશે. પરિણામે તમે શેરબજારમાં ટ્રેડ નહીં કરી શકો. કોઈ વ્યક્તિ કંપનીનો હિસ્સો ખરીદે તો પણ આ શેર ખાતામાં ટ્રાન્સફર નહીં થાય.
SBI Wecare સ્કીમમાં રોકાણ
FD પર સામાન્ય વ્યાજ દર કરતાં 1 ટકા સુધી વધારે વ્યાજ મેળવવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર, 2021 નજીક આવી રહી છે. આ લાભ ફક્ત સિનિયર સિટીઝનને મળશે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (State bank of India)એ સિનિયર સિટીઝન્સ માટે SBI વીકેર (Wecare) નામની નવી ડિપોઝિટ સ્કીમ શરૂ કરી છે. આ યોજના 5 વર્ષ કે તેથી વધુ FD પર સામાન્ય FD કરતા 0.8 ટકા વધુ વ્યાજ આપવામાં આવશે. તેમજ વધારાનું 0.3 ટકા વ્યાજ પણ ચૂકવાય છે. આ યોજના હેઠળ 5 વર્ષ માટે રોકાણ કરશો તો તમને 6.2 ટકા વ્યાજ મળી શકે છે. આ સ્કીમ હેઠળ નવી FD અથવા જૂની FDને રીન્યૂ કરવાથી પણ ફાયદો થશે. નોંધનિય છે કે, અકાળે FD તોડી હોય તેવા કિસ્સામાં વધારાના લાભ મળશે નહીં.
બેંક એકાઉન્ટમાં સાચો મોબાઈલ નંબર અપડેટ કરવો
આગામી 1 ઓક્ટોબરથી ઓટો ડેબિટ પેમેન્ટ સિસ્ટમ હેઠળ ઓટો ડેબિટ મોડમાં નાખવામાં આવેલા ખર્ચ ચોક્કસ તારીખે ખાતામાંથી ઉપડી જશે. લાઈટ બિલ, LICની ચૂકવણી જેવા અનેક યુટીલિટી બીલમાં આ વ્યવસ્થા ખૂબ કામની છે. આ સુવિધાનો લાભ લેવા માટે બેંકમાં તમારો એક્ટિવ મોબાઈલ નંબર અપડેટ હોવો જરૂરી છે.
નવી સિસ્ટમ હેઠળ બેન્કોએ પેમેન્ટની નિયત તારીખના 5 દિવસ પહેલા ગ્રાહકના મોબાઇલ પર નોટિફિકેશન મોકલવું પડશે. ત્યારબાદ ગ્રાહકની મંજૂરી જરૂરી છે. રૂ.5000થી વધુના પેમેન્ટ પર OTP જરૂરી હોવાનું નક્કી કરાયું છે. જેથી નવી સુવિધાનો લાભ લેવા માટે તમારો મોબાઈલ નંબર 30મી સુધીમાં અપડેટ કરાવી છે.
મર્જર બાદ ઘણી બેંકોના નિયમો બદલાયા છે. ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ (OBC) અને યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા (UBI) સાથે પણ આવું જ છે. આ બંને બેંકો પંજાબ નેશનલ બેંકમાં ભળી ગઈ છે. PNBએ ઓરિએન્ટલ બેંક ઑફ કોમર્સ અને યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયાની વર્તમાન ચેક બુક 1 ઓક્ટોબરથી બંધ કરવાની જાણ કરી છે. તેથી જો તમારી પાસે આ બેંકોની જૂની ચેક બુક હોય તો 30 સપ્ટેમ્બર સુધીમાં નવી ચેક બુક માટે અરજી કરી દેવી જોઈએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર