Home /News /business /

આ શેરમાં 1 લાખ રુપિયા બે મહિનામાં 1.72 લાખ થઈ ગયા, શું હજુ પણ બચ્યો છે દમ?

આ શેરમાં 1 લાખ રુપિયા બે મહિનામાં 1.72 લાખ થઈ ગયા, શું હજુ પણ બચ્યો છે દમ?

આ શેરમાં બે જ મહિનામાં રોકાણકારોના રુપિયા ડબલ થવામાં છે. ધડાધડ વધી રહ્યો છે શેર, હવે શું કરવું?`

સ્થાનિક અને એક્સપોર્ટ બંને ક્ષેત્રે સ્પેશિયાલિટી કેમિકલની માગમાં થઈ રહેલા તીવ્ર વધારાના પગલે Fineotex Chemicals ના શેરની કિંમતોમાં છેલ્લા બે મહિનામાં 70 ટકાથી વધુનો વધારો થયો છે. તને જણાવી દઈએ કે આ કંપનીના ગ્રાહકોમાં તમામ જાણીતી ટેક્સટાઈલ બ્રાન્ડની કંપનીઓ સામેલ છે.

વધુ જુઓ ...
    મુંબઈઃ ટેક્સટાઈલ કેમિકલ્સ, ઓક્ઝિલિયરી અને સ્પેશિયાલિટી કેમિકલ બનાવવાવાળી કંપની Fineotex Chemicalsના શેરમાં ચાલુ નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરના શાનદાર પરિણામો બાદ તીવ્ર તેજી જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રીઝમાં કંપનીના સ્પેશિયાલિટી કેમિકલ્સનો સૌથી વધુ ઉપયોગ થાય છે. કંપનીના ગ્રાહકોમાં તમામ જાણીતી ટેક્સટાઈલ કંપનીઓ સામેલ છે. કંપની લગભગ 60 દેશોમાં કારોબાર કરે છે. નાણાકીય વર્ષ 2023ના પહેલા ત્રિમાસિક ગાળામાં કંપનીની કંસોલિડેટેડ આવકમાં વાર્ષિક આધારે 115 ટકાનો વધારો જોવા મળે છે અને આવક 135.8 કરોડ રુપિયા પહોંચી છે. તે જ રીતે આ સમયગાળામાં કંપનીનો EBITDA વાર્ષિક આધાર પર 167 ટકાના વધારા સાથે 26.20 કરોડ રુપિયા રહ્યો છએ. જ્યારે EBITDA માર્જિનમાં વાર્ષિક આધારે 3.81 ટકાનો વધારો જોવા મળ્યો છે અને તે 19.3 ટકા રહ્યો છે.

    Expert's Views: ટૂંકાગાળામાં 20 ટકાથી વધુ રિટર્ન જોઈતું હોય તો આ Hot Stocks પર લગાવો દાવ

    30 જૂન 2022ના પૂર્ણ થયેલા નાણાકીય વર્ષ 2023ના પહેલા ક્વાર્ટરમાં કંપનીનો કંસોલિડેટેડ નફો વાર્ષિક આધારે 110 ટકાના વધારા સાથે 20.3 કરોડ રુપિયા રહ્યો છે. તમને જણાવી દઈએ કે પહેલા ત્રિમાસીક ગાળામાં શાનદાર પરિણામો બાદ Fineotex Chemicalsના શેરમાં જોરદાર ખરીદી જોવા મળી રહી છે. શુક્રવારે ઇન્ટ્રાડેમાં બીએસઈ પર આ સ્ટોક લગભગ 9 ટકાની તેજી સાથે 273.55 રુપિયા સુધી જતો નજર આવ્યો છે.

    How to Invest: નોકરી મળતા જ શરૂ કરો આ કામ, 10 વર્ષમાં બની જશો કરોડપતિ

    ગત બે મહિનામાં આ સ્ટોક્સમાં 72 ટકાની તેજી જોવા મળી રહી છે. જ્યારે ગત 1 મહિનામાં આ સ્ટોક 40 ટકા ભાગ્યો છે. જ્યારે આ સમયગાળામાં સેન્સેક્સમાં ફક્ત 10 ટકાની તેજી જોવા મળી છે. જાણકારોનું કહેવું છે કે ભારતમાં સ્પેશિયાલિટી કંપનીઓ માટે આગળનો વ્યાપક ગ્રોથ સંભાવનાઓને જોતા પોતાના વિસ્તારની યોજનાઓ ઝડપી કરી દીધી છે. ભારતમાં કુલ કેમિકલ અને પેટ્રોકેમિકલ કારોબારમાં સ્પેશિયાલિટી કેમિકલની બજાર ભાગીદારી 22 ટકા છે.

    Syrma SGS Technology IPO: અઢી મહિના પછી આજે ખૂલી રહ્યો છે પહેલો ઈશ્યુ, જાણો ભરવો જોઈએ કે નહીં?

    સ્થાનિક અને એક્સપોર્ટ માંગમાં સ્પેશિયાલિટી કેમિકલની જોરદાર માંગને જોતા આગળ આ સેક્ટરમાં ગ્રોથની સારી શક્યતાઓ છએ. ફૂડ પ્રોસેસિંગ, પર્સનલ કેર સેગમેન્ટથી સ્પેશિયાલિટી કેમિકલ માટે જબરજસ્ત માગ વધી રહી છે. જેનો પાયદો Fineotex Chemicals જેવી કંપનીઓને મળી રહ્યો છે. આ ઉપરાંત ભારત સરકાર દ્વારા પણ કેમિકલ સેક્ટર માટે ચાલુ કરવામાં આવેલ પીએલઆઈ સ્કીમનો ફાયદો આ કંપનીઓે સારો એવો મળી રહ્યો છે.

    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Expert opinion, Multibagger Stock, Share bazar, Share market, Stock market Tips

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन