Home /News /business /Income tax : અહીં જાણો સિનિયર સિટીઝનને મળતા વિશિષ્ટ ટેક્સ બેનિફિટ વિશે
Income tax : અહીં જાણો સિનિયર સિટીઝનને મળતા વિશિષ્ટ ટેક્સ બેનિફિટ વિશે
સિનિયર સિટીઝનને વિશિષ્ટ ટેક્સ બેનિફિટ મળે છે.
જેઓ કરપાત્ર આવક બ્રેકેટ હેઠળ આવે છે, તેમને કેટલીક પ્રાથમિક છૂટછાટ માટે મંજૂરી આપવામાં આવે છે. જો કે, સિનિયર સિટીઝન માટે સરકારે રૂ. 3 લાખ સુધીની મૂળભૂત મુક્તિ મર્યાદા આપી છે અને રૂ. 3-5 લાખ વચ્ચેના કરપાત્ર આવક માટે કરનો દર માત્ર 5 ટકા છે.
જ્યારે ઇનકમ ટેક્સ (Income tax)ની વાત આવે છે, ત્યારે સિનિયર સિટીઝન (Senior citizens) અન્ય કરદાતાઓની તુલનામાં થોડા વધુ લાભોનો આનંદ માણે છે. સિનિયર સિટીઝન માટે ખાસ તૈયાર કરાયેલ ઈનકમ ટેક્સ રાહતો ઉપરાંત તેમના માટે ITR ઈ-ફાઈલિંગ પ્રક્રિયા પણ સરળ કરવામાં આવી છે.
હાલના કાયદા મુજબ, ઈનકમ ટેક્સના પર્પઝ માટે સિનિયર સિટીઝન એટલે પાછલા નાણાંકીય વર્ષના છેલ્લા દિવસે 60-80 વર્ષની વય જૂથ વચ્ચેનો ઈન્ડિવિજ્યુઅલ રેસિડેન્ટ છે. જેઓ 80 વર્ષથી વધુ ઉંમરના છે, તેઓને સુપર સિનિયર સિટીઝન કહેવામાં આવે છે અને તેમને થોડા વધુ લાભો મળે છે.
સિનિયર સિટીઝન માટે ઉપલબ્ધ સાત ઈનકમ ટેક્સ લાભ વિશે અમે અહીં જણાવવા જઈ રહ્યા છીએ.
હેલ્થ ઈન્શ્યોરન્સ લાભ
કલમ 80D હેઠળ, સિનિયર સિટીઝનને હેલ્થ ઈન્શ્યોરન્સ પ્રીમિયમની ચુકવણી માટે રૂ. 50,000 સુધીની કપાતની ઓફર કરવામાં આવે છે.
જેઓ કરપાત્ર આવક બ્રેકેટ હેઠળ આવે છે, તેમને કેટલીક પ્રાથમિક છૂટછાટ માટે મંજૂરી આપવામાં આવે છે. જો કે, સિનિયર સિટીઝન માટે સરકારે રૂ. 3 લાખ સુધીની મૂળભૂત મુક્તિ મર્યાદા આપી છે અને રૂ. 3-5 લાખ વચ્ચેના કરપાત્ર આવક માટે કરનો દર માત્ર 5 ટકા છે.
એડવાન્સ ટેક્સ ચૂકવવાની જરૂર નથી
સિનિયર સિટીઝન કે જેઓ કોઈ વ્યવસાય ધરાવતા નથી, તેમને એડવાન્સ ટેક્સની ચુકવણીમાંથી મુક્તિ આપવામાં આવે છે અને તેઓ તેમની કુલ આવક પર માત્ર સેલ્ફ અસેસમેન્ટ ટેક્સ ચૂકવે છે.
વ્યાજ પર ટીડીએસની કપાત નહીં
જો કોઈ વરિષ્ઠ નાગરિકની કુલ આવકને ઈનકમ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી હોય અને તે નાણાંકીય વર્ષ માટે તેના દ્વારા કોઈ કર ચૂકવવાપાત્ર ન હોય, તો તેઓ ફિક્સ ડિપોઝિટ પર મેળવેલા વ્યાજ પર ટીડીએસની કપાત ન કરવા માટે ફક્ત ફોર્મ 15H સબમિટ કરી શકે છે.
નિશ્ચિત બીમારી માટે કલમ 80DDB હેઠળ ઉચ્ચ કપાત
કલમ 80DDB કેટલાક રોગોની તબીબી સારવાર પર ખર્ચના કિસ્સામાં કરદાતાઓને કર કપાત પ્રદાન કરે છે. સિનિયર સિટીઝનમાટે કપાત મર્યાદા રૂ. 1,00,000 સુધી છે.
કલમ 80TTB હેઠળ, સિનિયર સિટીઝનને વિવિધ બચતમાંથી મેળવેલા વ્યાજ પર મહત્તમ રૂ. 50,000ની કપાતની મંજૂરી છે.
રિવર્સ મોર્ગેજ યોજના હેઠળ કર મુક્તિ
જો કોઈ વરિષ્ઠ નાગરિક માસિક કમાણીના હેતુ માટે તેની કોઈપણ આવાસને રિવર્સ મોર્ગેજ કરવાનું પસંદ કરે છે, તો માલિક (સિનિયર સિટીઝન) ને માસિક હપ્તામાં ચૂકવવામાં આવેલી રકમને ઈનકમ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર