Home /News /business /આવતીકાલથી બદલાઈ જશે રુપિયા સાથે જોડાયેલા 5 નિયમ, તમારા ખિસ્સા પર કરશે સીધી અસર

આવતીકાલથી બદલાઈ જશે રુપિયા સાથે જોડાયેલા 5 નિયમ, તમારા ખિસ્સા પર કરશે સીધી અસર

ડિસેમ્બરમાં આ ફેરફાર તમારા ખિસ્સા પર અસર કરશે, અત્યારથી જ જાણી અને સમજી લો.

Financial Rules Changing From 1st December: 1 ડિસેમ્બરથી તમારા દૈનિક જીવન સાથે જોડાયેલા કેટલા એવા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે જે સીધા જ તમારા ખિસ્સા પર અસર પાડી શકે છે. તો આવો જોઈએ એવા ક્યા ક્યા ફેરફાર છે અને તમારે શું તૈયારી રાખવી પડશે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ 1 ડિસેમ્બરથી તમારા રોજિંદા જીવન સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. એલપીજી રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતો દર મહિનાની પહેલી તારીખે નક્કી કરવામાં આવે છે. પ્રથમ સપ્તાહમાં દિલ્હી, મુંબઈ જેવા શહેરોમાં સીએનજી, પીએનજીના ભાવ નક્કી કરવામાં આવે છે. આ ઉપરાંત યસ બેંકની એક સેવા 1લી ડિસેમ્બરથી બંધ થવા જઈ રહી છે. તો સાથે સાથે PNB બેંકના ATMમાંથી પૈસા ઉપાડવાના નિયમોમાં પણ ફેરફાર થવા જઈ રહ્યા છે. આવો જાણીએ આ તમામ નિયમો વિશે.

    આ પણ વાંચોઃ PMS મેનેજર્સના ફેવરિટ આ મલ્ટિબેગર શેર તમારા પોર્ટફોલિયોમાં હશે તો જરુર લાખોપતિ બનાવશે

    1) નક્કી થશે LPG, PNG, CNGની કિંમતો


    દર મહિનાની પહેલી તારીખે PNG અને CNGની કિંમતો દેશભરમાં નક્કી કરવામાં આવે છે. દિલ્હી અને મુંબઈમાં કંપનીઓ મહિનાના પ્રથમ સપ્તાહમાં આ દરમાં ફેરફાર કરે છે. છેલ્લા કેટલાક મહિનાના ટ્રેન્ડ પર નજર કરીએ તો દિલ્હી-NCR અને મુંબઈમાં CNG અને PNGના ભાવમાં વધારો થયો છે. તેમજ એલપીજી રસોઇ ગેસ સિલિન્ડરની કિંમતો દર મહિનાની પહેલી તારીખે નક્કી કરવામાં આવે છે. ગત મહિને સરકારે 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો હતો. જોકે, 14 કિલોના ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ વખતે આશા છે કે સરકાર ભાવ ઘટાડશે.

    આ પણ વાંચોઃ ડિજિટલ રુપિયાને ક્યાં રાખી શકશો? શું તેના પર વ્યાજ મળશે? જાણો આવા સવાલોના જવાબ

    2) ઘણી ટ્રેનોના સમયમાં ફેરફાર


    ડિસેમ્બર મહિનામાં શિયાળો વધવાને કારણે ઘણી ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શિયાળામાં ધુમ્મસના કારણે અવરજવરમાં મુશ્કેલી પડે છે. ધુમ્મસને જોતા રેલ્વે સવારની ટ્રેનોના સમયમાં ફેરફાર કરી શકે છે.

    3.) ATMમાંથી રોકડ ઉપાડવાની પદ્ધતિ બદલાશે


    પંજાબ નેશનલ બેંક (PNB) ડિસેમ્બરમાં ATMમાંથી રોકડ ઉપાડવાની પ્રક્રિયામાં ફેરફાર કરવા જઈ રહી છે. હવે એટીએમમાંથી રોકડ ઉપાડતી વખતે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક ઓટીપી જનરેટ થશે જે તમારે એટીએમની સ્ક્રીન પર એન્ટર કરવાનો રહેશે. તે પછી જ રોકડ મળશે.

    આ પણ વાંચોઃ આ મલ્ટીબેગર કંપની ઓપન માર્કેટમાંથી શેર પરત ખરીદશે: હાલનો ભાવ રૂ. 148 અને બાયબેક પ્રાઈસ રૂ. 200

    4.) યસ બેંક આ સેવાઓ બંધ કરશે


    1 ડિસેમ્બરતી યસ બેંક SMS દ્વારા આપવામાં આવતી બેલેન્સ એલર્ટ સેવા બંધ કરી રહી છે. જે ગ્રાહકો કોઈપણ પેકેજ હેઠળ બેલેન્સ એલર્ટ એસએમએસ સેવા મેળવી રહ્યા છે તેઓને આવતીકાલ, 1 ડિસેમ્બરથી તે મળશે નહીં. જો કે, જો તમારા પૅકેજની સબ્સ્ક્રિપ્શન અવધિ બાકી છે, તો સબ્સ્ક્રિપ્શન અવધિ બાકી રહે ત્યાં સુધી તમને આ સેવા મળતી રહેશે.


    5.) પેન્શનરોએ જીવન પ્રમાણપત્ર સબમિટ કરવું પડશે


    જો તમે પેન્શન પર છો તો 1 ડિસેમ્બરથી પેન્શન લેવાનું ચાલુ રાખવા માટે, પેન્શનરોએ આજે ​​તેમનું વાર્ષિક જીવન પ્રમાણપત્ર સબમિટ કરવું પડશે. 30 નવેમ્બર 2022 સુધીમાં, પેન્શનરો બ્રાન્ચની જાતે અથવા ઓનલાઈન જઈને જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકે છે. તેણે આજે આ કામ પતાવવું પડશે. જેથી કરીને તેમને પેન્શન મળતું રહે અને ડિસેમ્બર મહિનામાં તેમને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે.
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Business news, Financial planning, Financial rules, Personal finance

    विज्ञापन
    विज्ञापन