Home /News /business /30 સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરી લો આ કામ, પછી નહીં મળે તક અને પડી શકે છે મુશ્કેલી

30 સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરી લો આ કામ, પછી નહીં મળે તક અને પડી શકે છે મુશ્કેલી

30 સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરી લો આ કામ, સપ્ટેમ્બર બાદ નહીં મળે તક

Financial Rule Changing from 1st October: સપ્ટેમ્બર મહિનો પૂરો થવામાં બસ હવે થોડા દિવસો જ બચ્યા છે ત્યારે કેટલાક કામ છે જે તમારે પૂરા કરી લેવા જોઈએ કારણ કે ઓક્ટોબરની શરુઆત સાથે નવા મહિનાની નવી શરુઆતની જે કેટલાક નિયમોમાં ફેરફાર થસે અને પછી તમે એ બાબતના કોઈ કામ નહીં કરી શકો જેવા કે અટલ પેન્શન યોજના, ક્રેડિટ કાર્ડ અને ડિમેટ ખાતાને લગતા કામ પૂરા કરી લેજો.

વધુ જુઓ ...
સપ્ટેમ્બર મહિનો પૂરો થવામાં ગણતરીના દિવસો જ બાકી છે. ઓક્ટોબર મહિનો શરૂ થતા જ નિયમોમાં ફેરફાર થશે. જો તમે કેટલીક સરકારી યોજનાઓનો લાભ મેળવવા ઈચ્છો છો, તો 30 સપ્ટેમ્બર સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. ડીમેટ એકાઉન્ટ સાથે જોડાયેલ એક કામ પૂર્ણ કરી લો, જેથી 1 ઓક્ટોબરે તમે ડીમેટ એકાઉન્ટ ખોલી શકો. અહીં એવા કામ વિશે જાણકારી આપવામાં આવી છે, જે 30 સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરવા જરૂરી છે.

આ પણ વાંચોઃ કોલગેટથી ફક્ત તમારા દાંત જ નહીં તમારો પોર્ટફોલિયો પણ ચમકાવો, શેરમાં તગડી તેજીની શક્યતા

અટલ પેન્શન સ્કીમમાં ફેરફાર થશે


મોદી સરકારની પોપ્યુલર સ્કીમ એટલ પેન્શન યોજના (Atal Pension Yojna- APY)માં 1 ઓક્ટોબરથી ફેરફાર થશે. કરદાતા વ્યક્તિઓ આ યોજનાનો લાભ નહીં લઈ શકે. આ પરિસ્થિતિતમાં કરદાતા આ યોજનાનો લાભ મેળવવા ઈચ્છે છે તો તેમના માટે માત્ર 9 દિવસનો સમય બાકી છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) અનુસાર નાણાંકીય વર્ષ 2022ના અંત સુધીમાં પેન્શન યોજનાના માત્ર 4.01 કરોડ સબસ્ક્રાઈબર્સ હતા. જેમાં 44 ટકા મહિલાઓ છે. રજૂ કરેલ આંકડાઓ અનુસાર 45 ટકા APY સબસ્ક્રાઈબર્સ 18થી 25 વર્ષના છે. અગાઉ કેન્દ્ર સરકારની અટલ પેન્શન યોજના સાથે જોડાવા માટે કોઈ શરત લાગુ કરવામાં આવી નહોતી. હાલના નિયમો અનુસાર 18થી 40 વર્ષ સુધીના ભારતીય નાગરિક આ યોજનાનો લાભ લઈ શકે છે. જે માટે બેન્ક અથવા પોસ્ટ ઓફિસની તે બ્રાન્ચની મદદથી એપ્લાય કરવાનું રહેશે.

આ પણ વાંચોઃ જાણીતા ઈકોનોમિસ્ટ ડો. નોરિયલ રૂબિનીએ કહ્યું દુનિયાભરમાં મંદી તો આવશે જ!

ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાના નિયમોમાં ફેરફાર થશે


1 ઓક્ટોબરથી ક્રેડિટ અને ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવાના નિયમોમાં ફેરફાર થશે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના કાર્ડ કાર્ડ-ઓન-ફાઈલ ટોકનાઈઝેશનનો નિયમ બદલાઈ જશે. નવા નિયમોના કારણે ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી જે પણ ચૂકવણી કરવામાં આવશે તે વધુ સુરક્ષિત રહેશે. ગ્રાહક ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડથી ઓનલાઈન, પોઈન્ટ ઓફ સેલ (POS) અથવા એપ્લિકેશનથી ચૂકવણી કરશે, આ તમામ માહિતી એન્ક્રિપ્ટેડ કોડમાં સેવ થશે. જો ગ્રાહક ક્રેડિટ કાર્ડ લે અને 30 દિવસમાં એક્ટિવેટ કરવામાં નહીં આવે તો કંપનીએ ક્રેડિટ કાર્ડ એક્ટિવેટ કરવા માટે OTPની મદદથી ગ્રાહકની મંજૂરી લેવાની રહેશે. ગ્રાહક તે માટે મંજૂરી ન આપે તો તેનું ક્રેડિટ કાર્ડ એકાઉન્ટ બંધ કરવાનું રહેશે.

આ પણ વાંચોઃ આ સ્મોલ કેપ્સ પર તૂટી પડ્યા છે મ્યુચ્યુઅલ ફંડ્સ, તમે પણ સસ્તા ભાવે રોકાણ કરીને કરી શકો છો તગડી કમાણી

ડીમેટ એકાઉન્ટ વધુ સુરક્ષિત બનશે


30 સપ્ટેમ્બર 2022 સુધીમાં ડીમેટ એકાઉન્ટમાં ટૂ ફેક્ટર ઓથેન્ટીકેશન પૂર્ણ કરવાનું રહેશે. ત્યારબાદ ડીમેટ એકાઉન્ટમાં લોગ ઈન કરવાનું રહેશે. NSEએ આ અંગે જૂનમાં એક સર્ક્યુલર જાહેર કર્યું હતું. આ સર્ક્યુલરમાં જણાવવામાં આવ્યું છે કે, મેમ્બર્સે ડીમેટ એકાઉન્ટમાં લોગ ઈન કરવા માટે ઓથેન્ટિકેશન ફેક્ટરમાં બાયોમેટ્રિક ઓથેન્ટીકેશનનો ઉપયોગ કરવાનો રહેશે. બીજુ ઓથેન્ટીકેશન એક નોલેજ ફેક્ટર હોઈ શકે છે. જે પાસવર્ડ, પિન અથવા કોઈ પોઝિશન ફેક્ટર હોઈ શકે છે. જેની જાણકારી માત્ર યૂઝર્સ પાસે હોય છે. ક્લાયન્ટ્સે SMS અથવા ઈમેઈલથી OTP મેળવવાનો રહેશે.
First published:

Tags: Atal Pension Yojana, Business news, Credit Cards, Demat Account, New rules

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો