મુંબઈ: સામાન્ય બજેટ, 2021 (Budget 2021)માં મોદી સરકારે અમુક નાણાકીય અને કાયદાકીય ફેરફારો કર્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે (FM Nirmala Sitharaman) બજેટમાં અમુક ઈન્કમ ટેક્સ (Income Tax) કાયદામાં ફેરફાર કર્યા છે, જે આગામી મહિને એટલેકે 1લી એપ્રિલ, 2021થી લાગુ થશે. આ ફેરફારમાં ઈન્કમ ટેક્સ રિટર્નથી લઈને અનેક બાબતોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. તો આવો જાણીએ આ તમામ ફેરફારો વિશે
1) PF ટેક્સ નિયમ
સરકારે એમ્પ્લોય પ્રોવિડન્ડ ફંડ (EPF)માં વધુ રોકાણ કરનાર પક્ષકારો પર ટેક્સ લાદ્યો છે. સરકાર દ્વારા PFની વાર્ષિક ફાળવણીમાં 2.5 લાખથી વધુની રકમ પર ટેક્સ લાદવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણય કર્મચારીઓના હિતમાં છે અને 2 લાખથી ઓછી આવક ધરાવતા કર્મચારીઓ પર આ બોજો લાગુ નહીં થાય.
2) TDSમાં ફેરફાર
સરકારે વધુને વધુ લોકો ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ભરતા થાય તે હેતુસર TDS અને TCSના ઉંચા દર સૂચવ્યા છે. બજેટમાં સરકારે ઈન્કમ ટેક્સ એક્ટ (ITC Act)માં સેક્શન 206AB અને 206CCAના સ્પેશયલ પ્રોવિઝન ઉમેર્યા છે. ઈન્કમ ટેક્સ ન ભરનારને પણ ટેક્સની જાળમાં લાવવા માટે સરકારે ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ અને ટેક્સ કલેક્ટેડ એટ સોર્સમાં નોંધપાત્ર છૂટ આપી છે.
સરકારે ભારતના 75 વર્ષથી વધુ વયના લોકોને ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવામાંથી મુક્તિ આપી છે. જોકે, મહત્વની પૂર્વશરત એ છે કે આ કરદાતાઓને પેન્શનની આવક અને બેંકના પેન્શન ખાતાના વ્યાજ સિવાયની અન્ય કોઈ આવક ન હોવી જોઈએ.
સરકારે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ભરવામાં સરળતા રહે તે માટે નોકરીની પગાર આવક, ટેક્સ ચૂકવણી, ટીડીએસ અને અન્ય જરૂરી બાબતો અગાઉથી જ ફોર્મમાં ભરીને આપાવની જાહેરાત કરી છે. રસપ્રદ વાત એ છે કે લિસ્ટેડ સિક્યોરિટીસમાંથી કેપિટલ ગેઈન, ડિવિડન્ડની આવક અને બેંકના વ્યાજની આવક, પોસ્ટ ઓફિસની આવકની વિગતો પણ અગાઉથી જ ભરીને આપવામાં આવશે.
સરકારે Leave Travel Concession (LTC) સામે રોકડ ચૂકવણીમાં ટેક્સ માફીની જાહેરાત કરી છે. કોરોના મહામારી દરમિયાન કર્મચારીઓ મુસાફરી ન કરી શકતા તેમને ટ્રાવેલ અલાઉન્સની સામે આ સ્કીમ જાહેર કરીને ગ્રાહક માંગ વધારવાનો નિર્ણય કર્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર