Home /News /business /Money Saving Tips : જો ટૂંક સમયમાં વધુ પૈસા બચાવવા હોય તો આ ભૂલો ટાળો
Money Saving Tips : જો ટૂંક સમયમાં વધુ પૈસા બચાવવા હોય તો આ ભૂલો ટાળો
Money Saving Tips
Financial Planning :કોઈપણ નાણાકીય ધ્યેયને પરિપૂર્ણ કરવા માટે, તમારે સારી યોજના બનાવવાની અને તે મુજબ રોકાણ કરવાની જરૂર છે. પરંતુ, જો રોકાણ માટે પૈસા બચે તો જ તમે રોકાણ કરી શકશો.
કોઈપણ નાણાકીય ધ્યેયને પરિપૂર્ણ કરવા માટે, તમારે સારી યોજના બનાવવાની અને તે મુજબ રોકાણ (Investment) કરવાની જરૂર છે. પરંતુ, જો રોકાણ માટે પૈસા બચે (Savings) તો જ તમે રોકાણ કરી શકશો. તેથી, કોઈપણ ભૂલ વિના આયોજિત રોકાણો માટે નાણાં બચાવવા તમારે પોતાની કમાણીની મર્યાદામાં તમારા ખર્ચને સારી રીતે નિયંત્રિત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
પર્યાપ્ત રકમ બચાવવા માટે, નીચે આપેલી ભૂલો ટાળો
ખર્ચાઓ પર નજર ન રાખવી
જ્યાં સુધી તમે તમારા ખર્ચાઓ પર નજર નહીં રાખો, તો તમે બિનજરૂરી વસ્તુઓ પર પૈસા ખર્ચી નાખશો. તે વધારાના ખર્ચમાં ઉમેરો કરશે, કારણ કે તમે જરૂરિયાતો પરના ખર્ચને ટાળી અથવા મુલતવી રાખી શકતા નથી. તેથી, નાણાં બચાવવા માટે, તમારે તમારા ખર્ચાઓને તમારી લક્ષ્ય મર્યાદામાં રાખવા માટે તેમને ટ્રૅક કરવા જોઈએ.
ઈમરજન્સી ફંડ માટે આયોજન ન કરવું
નિયમિત યોગદાન દ્વારા ઇમરજન્સી ફંડ બનાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે જેથી તમે કટોકટીના સમયે તમને તકલીફ ન પડે. જો આ માટે પૂર્વાયોજન નહીં કર્યું હોય તો બચત કરવી ખૂબ જ મુશ્કેલ છે.
તમે મોંઘા લેટેસ્ટ ગેજેટ્સ વિના પણ સારી રીતે જીવી શકો છો. નવા લોન્ચ થયેલા ગેજેટ્સ વધુ મોંઘા હોવાથી, તમે સસ્તા દરે ગેજેટ્સ મેળવવાની રાહ જોઈને આવા ખર્ચને મુલતવી રાખી શકો છો. તેથી, અદ્યતન ગેજેટ્સ મેળવવા માટે તમારી બચતમાં ઘટાડો કરવાને બદલે, તમારે ઓફ સિઝન દરમિયાન તેને ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ.
કિંમત પર ભાવતાલ ન કરાવવા
વધુ બચાવવા માટે, સારી રીતે ભાવ કરાવીને મહત્તમ છૂટક કિંમત (MRP) કરતાં ઓછી કિંમતે વસ્તુઓ મેળવવાનો પ્રયાસ કરો. વધુ બચત કરવા માટે તમે ડીપ ડિસ્કાઉન્ટ અથવા કેશબેક મેળવવા માટે તમે ઓનલાઈન ડીલ્સનો લાભ લઈ શકો છો.
વધુ પૈસા બચાવવા માટે, તમારે સેવાઓ, સબ્સ્ક્રિપ્શન્સ અને વધારાની સુવિધાઓ ઉપર ખર્ચ કરવાનું ટાળવું જોઈએ જેની તમને જરૂર નથી.
તેથી, ખરીદતા પહેલા અથવા સબ્સ્ક્રાઇબ કરતા પહેલા તે તપાસવું મહત્વપૂર્ણ છે, કે તમને ખરેખર બધી સુવિધાઓની જરૂર છે કે નહીં. તમને ખરેખર જરૂર હોય તેવી સેવાઓના માત્ર જે તે ભાગ માટે સબ્સ્ક્રાઇબ કરીને તમે નાણાં બચાવી શકો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર