Home /News /business /Money tips: શું તમે મેળવવા માંગો છો ફાઇનાન્શિયલ ફ્રીડમ? તો આજથી જ આ રીતે કરો બચતનું પ્લાનિંગ

Money tips: શું તમે મેળવવા માંગો છો ફાઇનાન્શિયલ ફ્રીડમ? તો આજથી જ આ રીતે કરો બચતનું પ્લાનિંગ

પ્રતિકાત્મક તસવીર

Financial Freedom Tips: જો કોઇ વ્યક્તિ પાસે ફાઇનાન્શિયલ ફ્રીડમ નથી, તો તે અંગ્રેજોના ગુલામ ભલે ન હોય પરંતુ તેને નોકરી કરવામાં ગુલામી જરૂર અનુભવાતી હશે.

સ્વતંત્રતા (Freedon) દરેક જીવને વહાલી હોય છે. અંગ્રેજોની ગુલામીમાં રહીને દેશવાસીઓને આઝાદીની જેટલી ચાહ હતી, આજે એટલી જ ચાહ આજે ફાઇનાન્શિયલ ફ્રીડમ (Financial Freedom)ની અનુભવાય છે. જો કોઇ વ્યક્તિ પાસે ફાઇનાન્શિયલ ફ્રીડમ નથી, તો તે અંગ્રેજોના ગુલામ ભલે ન હોય પરંતુ તેને નોકરી કરવામાં ગુલામી જરૂર અનુભવાતી હશે.

નાણાંકીય સ્વતંત્રતા (What is Financial Freedom)ની કોઈ એક વ્યાખ્યા નથી. અમેરિકાના નાણાંકીય સલાહકાર અને લેખક સુસાન ઓરમેનના મતે, "નાણાકીય સ્વતંત્રતા ત્યારે થાય છે જ્યારે તમારું હૃદય અને મન ચિંતાથી મુક્ત હોય – જો આવું થાય શું થાય છે?" રોબર્ટ ટી. કિયોસાકી, બિઝનેસમેન અને રિચ ડેડ પુઅર ડેડના લેખકના શબ્દોમાં, "ભયથી મુક્તિ એ નાણાંકીય સ્વતંત્રતા છે." સેલિબ્રિટી લાઇફ કોચ ટોની રોબિન્સના મતે, સ્વતંત્રતા એ છે- "તમે કામ કરો છો કારણ કે તમે કામ કરવા માંગો છો, એટલા માટે નહીં કે તમારે કામ કરવું પડી રહ્યું છે."

જો આપણે એક સરળ વાક્યમાં આર્થિક સ્વતંત્રતા વિશે વાત કરીએ, તો તેનો અર્થ એ છે કે તમારી પાસે જીવનનો આનંદ માણવાનો સમય છે અને તમારા પરિવાર સાથે વિતાવવાનો સમય છે.

શા માટે જરૂરી છે નાણાંકીય સ્વતંત્રતા?


વધતો જતો કામનો તણાવ, ઘટતી વર્કિંગ લાઇફ, સિંગલ ફેમિલીનો ટ્રેન્ડ, ઝડપથી બદલાતી દુનિયા જેવી અનેક બાબતો છે, જે જીવનને મુશ્કેલ બનાવી રહી છે. આ કેટલાક મુખ્ય કારણો છે કે શા માટે નાણાકીય સ્વતંત્રતા વધુ મહત્વપૂર્ણ (Importance of Fiancial Freedom) બને છે. તમારે FIREનો ખ્યાલ (FIRE Rule) સમજવો જોઈએ. ફાયર એટલે ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ, રિટાયર અર્લી (Financial independence, retire early). આજે આ કોન્સેપ્ટ નવી પેઢીમાં ખૂબ લોકપ્રિય બની રહ્યો છે.આ કોન્સેપ્ટ લોકપ્રિય બની રહ્યો છે, પરંતુ આ અંતર્ગત તમારે તમારી આવકનો 70 ટકા હિસ્સો બચતમાં રાખવો જરૂરી છે. આ બચતના જોરે તમે ઝડપથી નિવૃત્ત થઇ શકો છો અને તમારા રોજીંદા ખર્ચા માટે પૈસા ઉપાડી શકો છો.

ક્યા લેવલની નાણાંકીય સ્વતંત્રતા જોઇએ છે?


નાણાંકીય સ્વતંત્રતા મેળવતા પહેલા તમારે તે નક્કી કરવું જરૂરી છે કે તમારે ક્યા લેવલવી નાણાંકીય સ્વતંત્રતા જોઇએ છે. આ ફ્રીડમને 8 લેવલમાં વહેંચી શકાય છે.

બચત અને રોકાણ


જે લોકો જેટલું કમાય છે તેટલો ખર્ચ કરે છે, તેમને સૌથી વધુ કટોકટી માટે કેટલાક ભંડોળની જરૂર પડશે. કોઈપણ કટોકટી માટે તમારી પાસે જરૂરી ભંડોળ હોવું જોઈએ. આ માટે તમે દર મહિને કંઈક બચત કરી શકો છો. જો તમે યુવાન છો, તો અહીંથી શરૂઆત કરવી એ એક સારી વ્યૂહરચના હોઈ શકે છે.

દેવામાંથી મુક્તિ


આપણામાંથી ઘણા એવા લોકો હોય છે જેમના માટે દેવામાંથી મુક્તિ મળવવી જ પ્રાથમિકતા હોય છે અને તેમના માટે તે જ નાણાંકીય સ્વતંત્રતા હશે.

સરળતાથી બચત કરવી


ખૂબ જ કરકસરને બદલે આપણા લાંબા ગાળાના લક્ષ્યોના આધારે રોકાણ માટે 30 ટકા સુધીની બચતએ આપણામાંના ઘણાની પ્રાથમિકતા હોઈ શકે છે.

વર્ક લાઇફ બેલેન્સ


કેટલાક લોકો માટે વર્ક લાઇફ બેલેન્સ જાળવવું નાણાંકીય સ્વતંત્રતા છે. જ્યારે તમે નિયમિત રજાઓ માટે સમય કાઢો છો અને તમારી પસંદગીઓ અથવા શોખને પૂર્ણ કરો છો ત્યારે તમે સારું અનુભવો છો. તે જીમમાં જઇને વર્કઆઉટ કરવું કે મિત્રો સાથે કંઈક રમવું અથવા મ્યુઝીક ઇન્સ્ટ્રૂમેન્ટ શીખવાથી લઈને કંઈપણ હોઈ શકે છે.

લાંબી રજાઓ પર જવું


કેટલાક લોકો તેમના સપના અથવા તેમના ડ્રીમ પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે સ્ટાર્ટઅપ શરૂ કરવા માંગે છે. અથવા તો તેઓ વર્લ્ડ ટૂર પર જવા માંગે છે. આવા લોકોને તેમની નોકરીમાંથી લાંબી રજાની જરૂર પડે છે અને આ તેમના માટે આર્થિક સ્વતંત્રતા પણ છે. જો તમારી પાસે સારા રોકાણ અને ઇમરજન્સી ફંડ હોય તો જ આ શક્ય છે.

રીટાયરમેન્ટ બાદના ખર્ચાઓ


જ્યાં તમે હાલ રહી રહ્યા છો, તેની જગ્યાએ રીટાયરમેન્ટ બાદ કોઇ નાના શહેર કે વિસ્તારમાં રહેવા માટે સારી અમાઉન્ટ હાથમાં હોવી તે પણ નાણાંકીય સ્વતંત્રતાનો જ ભાગ છે.

સ્પીડ જાળવી રાખવા


જે સ્પીડમાં જીવન હાલ ચાલી રહ્યું છે તે જ સ્પીડમાં રીટાયરમેન્ટ પછી પણ ચાલતું રહે તે પણ ફાઇનાન્શિયલ ફ્રીડમ હોઇ શકે છે. દૈનિક ખર્ચાઓને પૂર્ણ કરવા માટે તમારે ખાસ ફંડની આવશ્યકતા રહેશે. સાથે જ કોઇ પણ વિકટ પરીસ્થિતિને પહોંચી વળવા માટ પણ તમારી પાસે સારું ફંડ હોવું જરૂરી છે.

કંઇક બચાવીને જવું


નાણાંકીય સુરક્ષા સાથે રિટાયર થવું, એટલા પૈસા હોવા કે વર્તમાન લાઇફસ્ટાઇલ પણ મેન્ટેન રહે, દરેક ઉદ્દેશ્ય પૂર્ણ થાય, ક્યાંક ફરવા જવા માટે પૈસા હાથમાં હોવા અને આમ છતા પણ તમારી પેઢી માટે થોડી બચતી છોડીને જવું પણ નાણાંકીય ફ્રીડમનો જ એક ભાગ છે.

આ પણ વાંચોઃ-UPI યુઝર્સ માટે આવ્યા માઠા સમાચાર, પેમેન્ટ ટ્રાન્સફર કરવા પર આપવો પડશે ચાર્જ!


લેવલ નક્કી કર્યા પછી શું?


જ્યારે તમે તમારા માટે એક લેવલ નક્કી કરો છો, ત્યારે પછીનું પગલું પણ અત્યારથી જ ભરવું પડે છે. આગળનું પગલું એ નાણાંકીય યોજનાને પ્રાપ્ત કરવાનું છે. ધ્યેયો સ્પષ્ટ સિદ્ધ કરી શકાય તેવા રાખો અને તેને હાંસલ કરવા માટે પ્રયાસો શરૂ કરી દેવા જોઇએ.

રોનાલ્ડ રીડનું ઉદાહરણ


મોર્ગન હાઉસેલનું પુસ્તક 'ધ સાયકોલોજી ઓફ મની' નાણાંકીય આયોજનના ઉત્તમ ઉદાહરણ આપે છે. ઉદાહરણ તરીકે રોનાલ્ડ રીડે 2014માં તેમના મૃત્યુ બાદ વિશ્વભરમાં હેડલાઇન્સ બન્યા હતા. તે વર્ષે મૃત્યુ પામેલા લગભગ 30 લાખ અમેરિકનોમાંથી લગભગ 4,000 અમેરિકનોમાં તે એક હતો, જેની સંપત્તિ 80 લાખ ડોલરથી વધુ હતી.

આ પણ વાંચોઃ-Niftyએ તોડ્યો 2 વર્ષની સૌથી લાંબી તેજીનો સીલસીલો, આ 4 કારણોએ આજે તૂટ્યું બજાર, આવતા સપ્તાહે શું?


રીડે 25 વર્ષ સુધી ગેસ સ્ટેશન પર કાર ફિક્સિંગ કર્યું અને 17 વર્ષ સુધી ફ્લોર સાફ કર્યો. એક સમયે ચોકીદાર તરીકે કામ કરતા. આ વ્યક્તિએ પોતાના સાવકા બાળકો માટે 20 લાખ ડોલરથી વધુ અને સ્થાનિક હોસ્પિટલ અને લાઇબ્રેરી માટે 60 લાખ ડોલરથી વધુ રકમ છોડી હતી.
First published:

Tags: Business news, Money tips

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો