આજથી થઈ રહ્યા છે આ 6 ફેરફાર, નહીં જાણો તો થશે નુકસાન

આજથી બદલાઈ ગઈ છે આપના રોજબરોજના જીવનથી જોડાયેલા આ વસ્તુઓ, આપના ખિસ્સા પર થશે સીધી અસર

News18 Gujarati
Updated: May 1, 2019, 9:57 AM IST
આજથી થઈ રહ્યા છે આ 6 ફેરફાર, નહીં જાણો તો થશે નુકસાન
આજથી બદલાઈ ગઈ છે આપના રોજબરોજના જીવનથી જોડાયેલા આ વસ્તુઓ, આપના ખિસ્સા પર થશે સીધી અસર
News18 Gujarati
Updated: May 1, 2019, 9:57 AM IST
1 મે 2019થી આપની રોજબરોજની જિંદગીમાં મોટા ફેરફાઈ થઈ રહ્યા છે. તેનાથી આપના ખિસ્સા પર સીધી અરસ થશે. દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) સેવિંગ ખાતા સાથે જોડાયેલા નવા નિયમ લાગુ કરવા જઈ રહી છે. બીજી તરફ, પીએનબી પોતાની ત્રણ વર્ષ જૂની સર્વિસ બંધ કરશે. સાથોસાથ રાંધણ ગેસની પણ નવી કિંમતો 1 મેથી લાગુ થશે. આવો જાણીએ 1 મેથી શું-શું ફેરફાર થશે...

(1) રેલવેમાં મુસાફરી કરનારા પ્રવાસીઓને 1 મેથી નવી સુવિધા મળવા જઈ રહી છે. ટ્રેનના ચાર્ટ બનવાના ચાર કલાક પહેલા સુધી તમે પોતાનું બોર્ટિંગ સ્ટેશન બદલી શકશો.
- હાલ તેને માત્ર 24 કલાક પહેલા સુધી જ બદલાઈ શકાય છે. તેનો અર્થ એવો થયો કે ટ્રેનમાં પ્રવાસ માટે ટિકિટ બુક કરાવતી વખતે આપે જે બોર્ડિંગ સ્ટેશનને પસંદ કર્યું છે, પરંતુ બાદમાં આ સ્ટેશનને બદલવા માંગો છો, તો હવે 1 મેથી આ કામ સરળતાથી થઈ શકશે.

- તેના માટે એક શરત પણ છે. શરત એ છે કે યાત્રાના બોર્ડિંગ સ્ટેશનમાં ફેરફારની સ્થિતિમાં ટિકિટ કેન્સલેશન પર તે પૈસા રિફનડ નહીં આપવામાં આવે.


(2) SBI- નવા નાણાકિય વર્ષ 2019-20નો પહેલો મહિનો ખતમ થઈ ગયો છે. મે મહિનામાં એસબીઆઈ એક મોટો નિયમ લાગુ કરવા જઈ રહી છે. 1 મેથી બેંકની ડિપોઝિટ અને લોનના વ્યાજ દરો આરબીઆઈના બેન્ચમાર્ક દરથી જોડી દેવામાં આવ્યા છે.
Loading...

- તેનો અર્થ એવો થયો કે હવે આરબીઆઈના રેપો રેટમાં ફેરફાર થતાં બેંકની જમા અને લોનના દરો ઉપર પણ અસર થશે.
- આ નિયમ લાગુ થયા બાદ ગ્રાહકોને પહેલાની તુલનામાં બચત ખાતા પર ઓછું વ્યાજ મળશે. જોકે, 1 લાખ રૂપિયાથી વધુ જમા અને લોનના વ્યાજ દરો પર જ આ નિયમ લાગુ થશે.

(3) PNB- પંજાબ નેશનલ બેંક પોતાનું ડિજિટલ વોલેટ PNB Kitty (પીએનબી કિટ્ટી)ને 1 મેથી બંધ કરશે.
- પંજાબ નેશનલ બેંકે પોતાના ગ્રાહકોને જણાવ્યું છે કે તેઓ પીએનબી કિટ્ટીમાં જમા પૈસા 30 એપ્રિલ સુધીમાં ખર્ચ કરી દે કે પછી IMPS દ્વારા પોતાના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લે. મેથી આપને પીએનબી કિટ્ટીને બદલે કોઈ અન્ય વિકલ્પ કે વોલેટનો ઉપયોગ કરવો પડશે. આ ઉપરાંત વોલેટમાં પહેલાથી જમા પૈસા ન ઉપાડ્યા તો મુશ્કેલી વધી શકે છે.


(4) એર ઈન્ડિયાની ગિફ્ટ : 1 મેથી ટિકિટ કેન્સલ કરવા પર કોઈ પૈસા નહીં લેવામાં આવે. એર ઈન્ડિયાએ ટિકિટ બુક કરાવવાના 24 કલાકની ખંદર તેને રદ કરવા કે તેમાં ફેરફાર કરવા પર 1 મેથી કોઈ ચાર્જ નહીં લેવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય 1 મેથી લાગુ થશે. તેની જાણકારી એરલાઇન્સના એક દસ્તાવેજથી મળી છે.

(5) રાંધણ ગેસના ભાવ- દર મહિનાની જેમ 1 મેથી રાંધણ ગેસ સિલેન્ડરના નવા ભાવ જાહેર થશે. આ પહેલા 1 એપ્રિલે રાંધણ ગેસની કિંમતોમાં ફેરફાર થયો હતો. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સબસિડી વગરના ગેસ સિલેન્ડરની કિંમતોમાં 5 રૂપિયા પ્રતિ સિલેન્ડરનો વધારો કર્યો હતો.

બીજી તરફ, સબસિડીવાળા સિલેન્ડરની કિંમતોમાં પણ 25 પૈસાનો સામાન્ય વધારો થયો હતો. દિલ્હીમાં ઇન્ડેનના 14.2 કિલોવાળા સબસિડી વગરના સિલેન્ડરની કિંમત 706.50 રૂપિયા થઈ ગયો જ્યારે માર્ચ મહિના સુધી તેની કિંમત 701.50 રૂપિયા હતી.


(6) અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનની કાચા તેલના આયાત પર ભવિષ્યમાં કોઈ દેશને કોઈ છૂટ ન આપવાનો નિર્ણય કર્યો છે. અમેરિકાના આ નિર્ણયની સૌથી વધુ અસર ભારત અને ચીન પર પડવાની છે. અમેરિકાના આ પગલા બાદ કાચા તેલની કિંમતોમાં તેજી આવી ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલનો ભાવ 72 ડોલર પ્રતિ બેરલ પર છે. ક્રૂડની આ કિંમતો વર્ષના ઉચ્ચતર સ્તરે છે. એક્સપર્ટ્સનું માનવું છે કે જો ઈરાનથી સપ્લાય બંધ થાય છે તો 2 મે બાદ ક્રૂડ કિંમતોમાં વધુ તેજી આવી શકે છે. એવામાં ભારતની સમસ્યાઓ વધી જશે. પેટ્રોલ-ડીઝલ મોંઘા થઈ જશે. સાથોસાથ મોંઘવારી વધવાથી સામાન્ય માણસની મુશ્કેલી વધશે. બીજી તરફ, દેશના આર્થિક ગ્રોથ ઉપર પણ તેની નેગેટિવ અસર થશે.
First published: May 1, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...