ઉર્જિત પટેલ પર જેટલી બોલ્યા- 'સરકારે નહોતું માંગ્યું તેમનું રાજીનામું'

News18 Gujarati
Updated: December 19, 2018, 7:40 AM IST
ઉર્જિત પટેલ પર જેટલી બોલ્યા- 'સરકારે નહોતું માંગ્યું તેમનું રાજીનામું'
ઉર્જિત પટેલ અને અરુણ જેટલી (ફાઇલ તસવીર)

છેલ્લા થોડાક સમયથી આરબીઆઈ અને સરકારની વચ્ચે રોકડ સમસ્યા સહિત અન્ય મુદ્દાઓને લઈને ખેંચતાણ ચાલી રહી છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: કેન્દ્રીય નાણા મંત્રી અરુણ જેટલીએ મંગળવારે કહ્યું કે સરકારે ક્યારે પણ ઉર્જિત પટેલથી આરબીઆઈના ગવર્નર પદથી રાજીનામું આપવા માટે દબાણ નહોતું કર્યું. છેલ્લા થોડાક સમયથી આરબીઆઈ અને સરકારની વચ્ચે રોકડ સમસ્યા સહિત અન્ય મુદ્દાઓને લઈને ખેંચતાણ ચાલી રહી છે.

જેટલીએ 'આજતક'ના એક કાર્યક્રમ 'એજન્ડા આજતક'માં આ વાત કહી. તેઓએ કહ્યું કે સરકારને ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન આરબીઆઈના શેક રિઝર્વ રેશિયોમાંથી એક પૈસાની પણ જરૂર નથી.

કાર્યક્રમમાં ઉર્જિત પટેલના રાજીનામાને લઈને સરકારની ટીકા પર જવાબ આપતાં નાણા મંત્રીએ કહ્યું કે કેન્દ્રીય બેંકના આરક્ષિત કોષના આકાર જેવા મુદ્દાઓ પર આરબીઆઈના નિદેશક મંડળની બેઠકમાં વિસ્તારપૂર્વક ચર્ચા થઈ. જેટલીએ કહ્યું કે, સરકારે ક્યારેય પટેલ પાસે રાજીનામું આપવા માટે નહોતું કહ્યું.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર અને આરબીઆઈની વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતોફ આ દરમિયાન ઉર્જિત પટેલે અચાનક આરબીઆઈ ગવર્નર પદેથી રાજીનામું આપી દીધું. ભારત સરકારે ઓગસ્ટ 2016માં આરબીઆઈની ડેપ્યુટી ગવર્નર ઉર્જિત પટેલને નવા ગવર્નર જાહેર કર્યા હતા. તેઓએ રઘુરમા રાજનનું સ્થાન લીધું હતું. તેમનો કાર્યકાળ 3 વર્ષનો હતો. 28 ઓક્ટોબર 1963ના રોજ જન્મેલા ઉર્જિતે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી અભ્યાસ કર્યો છે. તેમના રાજીનામા બાદ પૂર્વ આઈએએસ અધિકારી શક્તિકાંત દાસને નવા ગવર્નર બનાવવામાં આવ્યા છે.

ઉર્જિત પટેલના રાજીનામાનું કારણ જણાવતા રિઝર્વ બેંકની વેબસાઇટ પર જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું કે, અંગત કારણોથી હું તાત્કાલીક અસરથી પોતાના પદથી રાજીનામું આપવાનો નિર્ણય કરું છું. છેલ્લા અનેક વર્ષોથી ભારતીય રિઝર્વ બેંકમાં વિવિધ પદો પર રહેવું મારા માટે સન્માનની વાત રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં રિઝર્વ બેંક કર્મચારીઓની સખત મહેનત અને સહયોગ ખૂબ મહત્વપૂર્ણ રહ્યા. હું આ અવસરે પોતાના સહયોગીઓ અને રિઝર્વ બેંકના ડાયરેક્ટર્સ પ્રતિ આભારા વ્યક્ત કરું છું અને ભવિષ્ય માટે તેમને શુભેચ્છાઓ પાઠવું છું.
First published: December 18, 2018
વધુ વાંચો
अगली ख़बर