મોદી સરકારનાં આ નિર્ણયથી 8 કરોડ PF ખાતેદારને પડી શકે ફટકો!

News18 Gujarati
Updated: June 28, 2019, 12:22 PM IST
મોદી સરકારનાં આ નિર્ણયથી 8 કરોડ PF ખાતેદારને પડી શકે ફટકો!
મીડિયા રિપોર્ટ્સ મુજબ, નાણા ખાતાએ એમ્પલોઇ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO)ને PFનાં વ્યાજદર વાર્ષિક 8.65 ટકાથી ઓછું કરવા કહ્યું છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, નાણા ખાતાએ એમ્પલોઇ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO)ને PFનાં વ્યાજદર વાર્ષિક 8.65 ટકાથી ઓછું કરવા કહ્યું છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: કેન્દ્રની મોદી સરકાર પ્રોવિડન્ટ ફંડનાં વ્યાજને ઓછું કરવાની તૈયારીમાં છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, નાણાં મંત્રાલયે એમ્પલોઇ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO)ને PFનાં વ્યાજદરને વાર્ષિક 8.65 ટકાથી ઓછું કરવા કહ્યું છે. ન્યૂઝ એજન્સી રોયટર્સનાં જણાવ્યાં મુજબ, PPF પર વધુ રિટર્ન આપવા પર બેંકને આકર્ષક વ્યાજદર આપવાં સંભવ નહીં રહે. જેની અસર અર્થવ્યવસ્થા પર પડશે. આ પહેલાં નાણાં મંત્રાલયે EPFOને પુછ્યું હતું કે, આટલું વ્યાજ આપવા માટે તેમની પાસે પુરતું ફંડ છે. આપને જણાવી દઇએ કે, ફાઇનાન્સ કંપની IL&FS અને તેનાં જેવી અન્ય જોખમી રોકાણમાં ઘણી વખત રોકાણકારોને નુક્શાન ઉઠાવવું પડે છે. એવામાં શું EPFO નુક્શાનથી બચી શકે છે. સાથે જ તેમની પાસે શું હવે પર્યાપ્ત ફંડ છે.

આ પણ વાંચો-દીકરીઓે માટે ખુબ કામની છે સરકારની આ સ્કીમ, રૂ. 50 હજાર મળશે સ્કોલરશીપ

નોકરી કરનારા સેલરીનો કેટલોક ભાગ PFમાં જમા કરાવે છે. નોકરી કરનારાની સેલરીનો એક હિસ્સો PFમાં કપાય છે. આ રકમ PF ખાતામાં જમા થાય છે. આ એક પ્રાકરનું રોકાણ જ કહેવાય છે.

આપને જણાવી દઇએ કે EPF સેલરી મેળવનારા કર્મચારીઓને રિટાયરમેન્ટ બાદ આર્થિક ફાયદો આપનારી સ્કીમ છે. જે એમ્પલોયઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન એટલે કે EPFO દ્વારા ચલાવાય છે. હાલનાં સમયમાં આ વ્યાજ દર સરકાર નક્કી કરે છે. હાલનાં સમયમાં ખાતાધારકને 8.65 ટકા વ્યાજ મળે છે.

આ પણ વાંચો-હવે તમને મળશે ચિપ આધારિત ઇ-પાસપોર્ટ, નહીં થઇ શકે છેડછાડ

EPFOને ભારે પડશે વધુ રિટર્ન આપવું-દેશની કૂલ 20 ટકા વર્કફોર્સ EPFOની સભ્ય છે. જે દર મહિને પોતાની સેલરીનો કેટલોક હિસ્સો પ્રોવિડન્ટ ફંડમાં રોકે છે. EPFO તેનાં ફંડનાં 85 ટકાથી વધુ ભાગ કેન્દ્ર અને રાજ્યની સિક્યોરિટીઝ અને ઉંચી રેટિંગવાળાં કોરપોરેટ બોન્ડમાં રોકાણ કરે છે. 190 અરબ ડોલરની એસેટ સંભાળનારા EPFOએ આશરે 8.31 કરોડ ડોલર (5.75 અરબ રૂપિયા) મુશકેલીઓથી સંપળાઇ રહી છે. IL&FSનાં બોન્ડ્સમાં રોકાણ કરે છે.

-શ્રમ મંત્રાલયને આધિન આવનારી EPFOએ લોકસબા ચૂંટણી પહેલાં માર્ચ, 2019નાં અંતમાં નાણાકિય વર્ષ માટે 8.65 ટકા વ્યાજદરની જાહેરાત કરી હતી. જોકે, ફંડ્સનાં ખરાબ પ્રદર્શનને જોતા આ વ્યાજદર યોગ્ય નથી તેમ નક્કી કરવામાં આવ્યું છે. અધિકારીઓનાં જણાવ્યાં મુબ, મોંઘવારીમાં 3 ટકા વધારો થતા આ વધેલી વ્યાજદર તે લોકોને આકર્ષિત કરશે જે સેવિંગ કરવાં ઇચ્છે છે.

આ પણ વાંચો-CAની નોકરી છોડી આ યુવકે શરૂ કર્યો બિઝનેસ, આજે કમાઈ રહ્યો છે કરોડો

-જોકે મોંઘવારીને કારણે બેંક તેનાં સેવિંગ ડિપોઝિટ રેટને ચોક્કસ સ્તર પર રાખવા માટે મજબૂર થઇ રહ્યાં છે. બેંકને ડર છે કે આ ફંડ્સને કારણે ડિપોઝિટ ગુમાવી ન દે. જે દેવું લેવાનારાઓ માટે સંકટની વાત છે.
- નાણા મંત્રી નિર્મલા સીતારમણે અપ્રૂવલ બાદ શ્રમ મંત્રાલયને શોપવામાં આવેલાં મેમોરેન્ડમમાં લખ્યું છે કે, 'IL&FSમાં રોકાણને કરાણે ફંડને નુક્સાન થશે. એવામાં શ્રમ અને રોજગાર મંત્રાલયને નાણાંકીય વર્ષ 2018-19ર માટે વ્યાજ દર પર ફરીથી વિચાર કરવાની સલાહ આપી છે.' India Rating & Researchનાં ચીફ ઇકોનોમિસ્ટ દેવેન્દ્ર પંત મુજબ, EPFO પર વ્યાજ દર સરકારી સિક્યોરિટીઝમાં રોકાણથી થનારી કમાણીને અનુરૂપ હોવું જોઇએ. તેમણે કહ્યું કે, સરકારી સિક્યોરિટીઝ પર નફો ઘટી રહ્યો છે. એવામાં મેમ્બર્સને વધુ રિટર્ન આપવું યોગ્ય નથી.
First published: June 28, 2019, 12:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading