RBI વિવાદ પર બોલ્યા નાણામંત્રી, સરકાર આગળ પણ આપતી રહેશે સલાહ

News18 Gujarati
Updated: October 31, 2018, 3:07 PM IST
RBI વિવાદ પર બોલ્યા નાણામંત્રી, સરકાર આગળ પણ આપતી રહેશે સલાહ
આરબીઆઇ અને સરકાર વચ્ચે વધતા તણાવ અંગે નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું છે કે સરકાર આગળ પણ આરબીઆઈને સલાહ આપતી રહેશે.

આરબીઆઇ એક્ટની કલમ 7 હેઠળ સરકાર પાસે આ અધિકાર છે. તે સાર્વજનિક હિતના મુદ્દા પર આરબીઆઈને સીધો નિર્દેશ કરી શકે છે, જેને રિઝર્વ બેન્ક સ્વીકારવાની ના પાડી શકે નહીં.

  • Share this:
આરબીઆઇ અને સરકાર વચ્ચે વધતા તણાવ અંગે નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું છે કે સરકાર આગળ પણ આરબીઆઈને સલાહ આપતી રહેશે. મીડિયા અહેવાલો અનુસાર, મોદી સરકારે આરબીઆઈ સામે આરબીઆઇ એક્ટ, 1934 હેઠળ ભારતીય રિઝર્વ બેન્ક(આરબીઆઇ)ને મળેલા આ અધિકારનો ઉપયોગ કર્યો છે. આરબીઆઇ અધિનિયમની કલમ 7 હેઠળ સરકારને આ અધિકાર છે કે તે સાર્વજનિક હિતના મુદ્દા પર આરબીઆઈને નિર્દેશ કરી શકે છે, જે આરબીઆઈ સ્વીકારવાની ના પાડી શકે નહી.

ઉર્જિત પટેલ રાજીનામું આપી શકે છે- આ દરમિયાન, આશંકા એ છે કે સરકાર અને આરબીઆઇ વચ્ચે ખટાસ વધી શકે છે. આશંકા એવી પણ છે કે આરબીઆઇના ગવર્નર ઉર્જિત પટેલ રાજીનામું આપી શકે છે. સીએનબીસી-ટીવી 18ના સ્રોતે ઉલ્લેખ કર્યો છે કે ઉર્જિત પટેલ તેમના પદ પરથી રાજીનામું આપી શકે છે.

નાણામંત્રીએ જણાવ્યું હતું કે એક્ટ હેઠળ આરબીઆઈની સ્વાયત્તતા સુરક્ષિત છે. આરબીઆઈ અને સરકાર વચ્ચે વધુ ચર્ચા થશે.



સેક્શન -7, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 7 જણાવે છે કે " કેન્દ્ર સરકાર, સાર્વજનિક હિત માટે અનિવાર્ય જરુર મુજબ બેંકના ગવર્નરને સમયાંતરે આવી સૂચનાઓ આપી શકે છે.

હવે આ છે ટેન્શન-એક્સપર્ટસનું કહેવું છે કે સેક્શન સેવનના ઉપયોગ બાદ કેન્દ્રીય બેંક પાસે તેમની ઇચ્છા અનુસાર નિર્ણય કરવાની તક ખૂબ ઓછી રહે છે. આ પણ આશંકા છે કે હવે આગળ સરકાર આરબીઆઇ સાથે નાના-નાના મુદ્દાઓ પર પણ મતભેદ થવાનો આ સેક્શન પર ઉપયોગ કરીને તેમનો એજન્ડા લગાવશે.
First published: October 31, 2018, 3:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading