જન્માષ્ટમીમાં બેન્કોમાં લાંબી રજાઓ વાળા વાયરલ મેસેજની જાણો હકીકત

સપ્ટેમ્બરની શરૂઆતના 10 દિવસોમાંથી 6 દિવસ બેન્ક બંધ રહેશે. આ પ્રકારનો મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે (પ્રતિકાત્મત તસવીર)

સપ્ટેમ્બરની શરૂઆતના 10 દિવસોમાંથી 6 દિવસ બેન્ક બંધ રહેશે. આ પ્રકારનો મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે

 • Share this:
  સોશિયલ મીડિયા અને ઘણી ન્યૂઝ વેબસાઇટ પર બેન્કોમાં રજાને લઈને અફવાઓ ફેલાવવામાં આવી રહી છે કે તમે બેન્કોના કામ જલદીથી પતાવે દેજો કારણ કે બેન્કોમાં લાંબી રજાઓ પડવાની છે. જોકે આ અફવાને લઈને વિત્ત મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે જે રાજ્યોમાં જન્માષ્ટમીના પ્રસંગે રજાની જાહેરાત કરી છે ત્યાં જ 3 સપ્ટેમ્બરે બેન્ક બંધ રહેશે. આ સિવાય એકપણ રજા રહેવાની નથી. જેથી આ વાયરલ થયેલો મેસેજ ખોટો છે.

  ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બરની શરૂઆતના 10 દિવસોમાંથી 6 દિવસ બેન્ક બંધ રહેશે. આ પ્રકારનો મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.  વિત્ત મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે 2 સપ્ટેમ્બરે રવિવારના કારણે અને 8 સપ્ટેમ્બરે મહિનાનો બીજો શનિવાર હોવાથી બેન્ક બંધ રહશે. 6 સપ્ટેમ્બરે બેન્કો ખુલી છે અને બધા જ કામો થશે. 7 સપ્ટેમ્બરે પણ બેંકો ખુલી રહેશે પણ આ પછી બે દિવસ બેંકો બંધ રહેશે, કારણ કે 8 સપ્ટેમ્બરે મહિનાનો બીજા શનિવાર છે અને 9 સપ્ટેમ્બરે રવિવારની રજા છે.  વિત્ત મંત્રાલયે કહ્યું છે કે આ દરમિયાન દેશભરના એટીએમ પુરી રીતે કામ કરશે અને સમયગાળામાં એટીએમમાં જરૂરી કેશ રહે તે સુનિશ્ચિત કરવા કહ્યું છે. CNBC આવાજના ઇકોનોમિક પોલિસી એડિટર લક્ષ્મણ રોયે આ વિશે બેન્કર્સ સાથે વાતચીત કરી હતી. તેમનું કહેવું હતું કે 3 સપ્ટેમ્બરે બેન્કોમાં જન્માષ્ટમીની રજા નથી. એ રાજ્યોમાં જ રજા રહશે જેની રાજ્ય સરકારે જાહેરાત કરી છે. આરબીઆઈની હળતાળથી બેન્કોના કામકાજ પર કોઈ અસર પડશે નહીં. જેથી કોઈએ ટેન્શન લેવાની જરૂર
  Published by:Ashish Goyal
  First published: