પેટ્રોલ-ડીઝલ થઇ શકે છે સસ્તું, એક્સાઇઝ ડ્યૂટી ઘટાડવા વિચારી રહ્યું છે નાણાં મંત્રાલય- સ્ટડી
પેટ્રોલ-ડીઝલ થઇ શકે છે સસ્તું, એક્સાઇઝ ડ્યૂટી ઘટાડવા વિચારી રહ્યું છે નાણાં મંત્રાલય- સ્ટડી
તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવાર છ વાગ્યે બદલાય છે. સવારે છ વાગ્યાથી નવો ભાવ લાગૂ થાય છે. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ ભાવ લગભગ જબલ થઈ જાય છે. વિદેશી મુદ્રાના ભાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોના આધારે દરરોજ કિંમતમાં ફેરફાર થાય છે.
સામાન્ય જનતાને ટૂંક સમયમાં મળી શકે છે રાહત, નાણા મંત્રાલય રાજ્ય સરકારો અને ઓઇલ કંપનીઓ સાથે કરી રહ્યું છે ચર્ચા
નવી દિલ્હી. છેલ્લા ઘણા દિવસોથી પેટ્રોલ-ડીઝલના ભાવ (Petrol Diesel Price Hike)માં વધારો થઇ રહ્યો છે. દેશના ઘણા શહેરોમાં તો પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરે (Petrol Price) વેચાઈ રહ્યું છે. ન્યુઝ એજન્સી રોયટર્સના એક રિપોર્ટ મુજબ, હવે નાણાં મંત્રાલય (Ministry of Finance) પેટ્રોલ-ડીઝલ પાર એક્સાઇઝ ડ્યુટી (Excise Duty)માં ઘટાડો કરવાનો વિચાર કરી રહ્યું છે. જેના કારણે માધ્યમ વર્ગ (Middle Class)ના પરિવારોનો મોટો ફાયદો મળશે. છેલ્લા 10 મહિનાથી ક્રૂડ ઓઇલમાં ભાવ (Crude Oil Rates)માં બે ગણો વધારો થયો છે, જેથી ભારતમાં ઇંધણનો ભાવ વધ્યો છે. પરંતુ પેટ્રોલ-ડીઝલ પર સામાન્ય જનતાને 60 ટકા ટેક્સ અને ડ્યુટી ચૂકવવી પડી રહી છે.
એક બાજુ કોરોના મહામારીએ લોકોની આવક પર અંકુશ લાવી દીધો છે. જ્યારે ગત 12 મહિનામાં મોદી સરકારે પેટ્રોલ-ડીઝલના ટેક્સમાં બે વાર વધારો કર્યો છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારોમાં તેલના ભાવ તળિયે હોવા છતાં ભારતીયોએ તેની મોટી કિંમત ચૂકવવી પડી છે.
ક્યારે ઘટશે ટેક્સ?
ઉલ્લેખનીય છે કે, નાણાં મંત્રાલય, રાજ્યો, તેલ કંપનીઓ અને તેલ મંત્રાલય સાથે મળીને એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડા અંગે વિચારણા કરી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, એક્સાઇઝ ડ્યુટી ઘટાડવા અંગે સરકાર માર્ચના માધ્યમ નિર્ણય લઇ શકે છે. પરંતુ સાથે જ સરકારે એ પણ ધ્યાન રાખવું પડશે કે ટેક્સ ઘટાડવાથી ફાઇનાન્સ પાર ખરાબ પ્રભાવ ન પડે, તેમજ કિંમતો પણ સ્થિર રહે.
નામ ન જણાવવાની શરતે એક સૂત્રએ જણાવ્યું કે, સરકાર ઈચ્છે છે કે ટેક્સમાં ઘટાડો કરતા પહેલા ક્રૂડ ઓઈલના ભાવ સ્થિર થઇ જાય. કારણ કે કેન્દ્ર ફરી ફરીને ટેક્સ સ્ટ્રક્ચરમાં કોઈ મોટો બદલાવ નથી કરવા માંગતું.
તાજેતરમાં કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, હું નથી કહી શકતી કે ક્યાં સુધીમાં ટેક્સમાં ઘટાડો થશે. પરંતુ કેન્દ્રો અને રાજ્યોએ સાથે મળીને ટેક્સમાં ઘટાડો કરવો પડશે.
OPEC+ બેઠક પર કિંમતો નિર્ભર
આ સપ્તાહમાં OPEC+ની બેઠક થવા જઈ રહી છે. ત્યારે એક સૂત્રએ જણાવ્યું કે, OPEC અને અન્ય તેલ ઉત્પાદક દેશોની બેઠક બાદ જ તેલના ભાવ પર ટેક્સ અંગે નિર્ણય થશે. આશા છે કે OPEC+ તેલ આઉટપુટ વધારવા અંગે નિર્ણય લેશે. જે બાદ કિંમતો સ્થિર થઇ શકે. ઉલ્લેખનીય છે કે, ભારતે OPEC+ને નિવેદન કર્યું છે કે તેઓ તેલ ઉત્પાદન વધારે, કારણ કે તેલની વધતી કિંમતોથી દેશમાં મોંઘવારી વધી છે.
31 માર્ચ 2020એ પૂર્ણ થયેલા નાણાંકીય વર્ષના આંકડા અનુસાર, પેટ્રોલિયમ સેક્ટરથી કેન્દ્ર અને રાજ્ય સરકારોની તિજોરીમાં લગભગ 5.56 લાખ આવ્યા છે. જ્યારે એપ્રિલથી ડિસેમ્બર 2020 દરમિયાન જયારે ઇંધણની માંગ તળિયે હતી ત્યારે, આ સેક્ટરથી કેન્દ્ર અને રાજ્યને 4.21 લાખ કરોડ મળ્યા છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર