Home /News /business /

બેન્કોમાં 35,000 કરોડ રૂપિયા જમા! જે લેવાવાળુ કોઈ નથી, જોઈલો તમારા પૈસા તો નથી ફસાયાને

બેન્કોમાં 35,000 કરોડ રૂપિયા જમા! જે લેવાવાળુ કોઈ નથી, જોઈલો તમારા પૈસા તો નથી ફસાયાને

આ રિપોર્ટમાં બેંકોમાં પૈસા રાખવાનું ભૂલી જવા ઉપરાંત, વીમા કંપનીઓ પાસે પણ 53 હજાર કરોડથી વધુ રૂપિયા પડ્યા છે

આ રિપોર્ટમાં બેંકોમાં પૈસા રાખવાનું ભૂલી જવા ઉપરાંત, વીમા કંપનીઓ પાસે પણ 53 હજાર કરોડથી વધુ રૂપિયા પડ્યા છે

  નવી દિલ્હી : આપણી આદત હોય છે કે, પૈસાને સંભાળીને રાખીએ છીએ અને પછી ભૂલી જઈએ છીએ. ગાદલા હેઠળ, રસોડામાં કોઈ ડબ્બામાં, તો કેટલીક વખત ખિસ્સામાં જ પૈસા પડ્યા રહે છે. ચાર વર્ષ પહેલાં દેશમાં નોટબંધી પછી એટલે કે 8 નવેમ્બર, 2016ના રોજ કેટલાએ રૂપિયા લોકોના ઘરમાંથી નીકળ્યા, બાદમાં એવી કેટલીક ઘટનાઓ પણ સામે આવી કે, જેમાં મોટી રકમ એવી પણ ઘરમાંથી નીકળી, જે લોકો ઘરમાં મુકી ભૂલી ગયા હતા. તે પણ અર્થમાં છે, પરંતુ શું તમે તમારા પૈસા બેંકમાં જમા કરીને પાછા ખેંચવાનું તો નથી ભૂલી ગયાને? એકવાર મગજ પર થોડુ જોર આપો. કારણ કે, આંકડા કહે છે કે, દેશના લાખો લોકો તેમના નાણાંની સંભાળ લેવાનું ભૂલી જ ગયા છે.

  આપણા દેશમાં, જ્યાં થોડા રૂપિયા માટે મોટા ગુનાઓ કરવામાં આવે છે, ત્યાં ઘણી બેંકોમાં એક-બે લાખ રૂપિયા નહીં, પરંતુ 35 હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ હોય આવી પડી છે, જેને કોઈ ઉપાડવા માટે નથી આવતું. એવું નથી કે, આ તમામ પૈસા ફિક્સ ડિપોઝિટમાં જમા કરવામાં આવ્યા છે પરંતુ બચત અને ચાલુ ખાતામાં, દસ વર્ષથી વધુ સમયથી લોકોના પૈસા જેમના તેમ પડેલા છે. નાણાં મંત્રાલયે દેશની બેંકોમાં પડેલી આવી રકમ અંગેનો અહેવાલ તૈયાર કર્યો છે.

  ફક્ત વીમા કંપનીઓ પાસે જ 53 હજાર કરોડથી વધુ છે

  આ રિપોર્ટમાં બેંકોમાં પૈસા રાખવાનું ભૂલી જવા ઉપરાંત, વિવિધ કંપનીઓ દ્વારા વીમા અથવા પોલિસી મેળવનારા લોકોએ પણ દાવાની કાર્યવાહી ન કરી હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. એ જાણીને આશ્ચર્ય થશે કે, આજ સુધીમાં 53,116 કરોડ રૂપિયા વિવિધ વીમા કંપનીઓ પાસે છે, જેનો કોઈએ દાવો કર્યો નથી. આમાં પણ નોન જીવન વીમા પોલિસી એટલે કે અકસ્માત કવર વીમા, મકાન હોલ્ડ ઇન્સ્યુરન્સ, ટર્મ પ્લાન, હેલ્થ ઇન્સ્યુરન્સનો દાવો કરવા આવ્યો નથી. આવા કેસોમાં 1579.47 કરોડ રૂપિયા છે, જ્યારે જીવન વીમા પોલિસી કંપનીઓને પાસે રૂ 53,115.86 કરોડ પડી રહ્યા છે.

  આ પણ વાંચો - ...અને એક શિક્ષિકા રાતો-રાત લખપતિ બની ગઈ, જાણો - શું છે આ રસપ્રદ મામલો

  આ રીતે તમે તમારા પૈસા મેળવી શકો છો

  બેંકિંગ નિષ્ણાત જીતેશ શ્રીવાસ કહે છે કે ઘણા લોકો એક કરતા વધારે બેંકમાં ખાતા ખોલે છે. જ્યાં તેમની પાસે 500 થી 1000 રૂપિયા પડ્યા રહેવા દે છે, પરંતુ બેંકો ઘણા ચાર્જ લગાવીને પૈસા કાપી લીધા હશે, તેવું વિચારીને તેઓ તેને હટાવતા નથી. જોકે, આવું ફક્ત એવા જ ખાતાઓમાં થાય છે જ્યાં લઘુત્તમ રકમ બેંકમાં રાખવા ફરજિયાત હોય છે. જો લઘુતમ બેલેન્સ (મિનિમમ બેલેન્સ) રાખવું ફરજિયાત નથી, તો તમે જ્યારે ઇચ્છો ત્યારે તમારા પૈસા પાછા ખેંચી શકો છો. એટલું જ નહીં, બેંક વ્યાજ સાથે પૈસા પરત કરશે. વળી, જો તમે ગુપ્ત રીતે કોઈ બેંકમાં પૈસા જમા કર્યાહોય તો, તો તેના વિશે તમારા પરિવારને માહિતી પણ આપો, જેથી જો તમે ન રહો અથવા કોઈ અકસ્માતમાં અચાનક મોત થઈ જાય તો ઘરની જરૂરિયાત માટે પૈસા પાછા ખેંચી શકાય.

  કૃપા કરીને પરિવારને વીમા પોલીસી વિશે જરૂર કહો

  વીમા ક્ષેત્ર સાથે સંકળાયેલા કૃષ્ણપાલના જણાવ્યા અનુસાર, જ્યારે જીવન વીમા પોલિસી અથવા જીવન વીમા પોલિસીની વાત આવે છે, ત્યારે મોટાભાગના કેસોમાં જ્યારે કોઈ પોલીસી મેચ્યોર થયા પછી અથવા પોલીસીધારકના મૃત્યુ પછી પોલિસી દાવા માટે કોઈ આવતુ નથી, આ રકમ કંપનીઓ પાસે પડી રહે છે. ઘણી વખત લોકો વીમો ઉતરાવે છે, પરંતુ પરિવારના સભ્યોને કહેતા નથી અથવા ઘણી વાર પરિવાર તેમના વડીલોએ કોઈ પોલિસી લીધી છે કે કેમ તે પૂછતા નથી. આને કારણે, તેમના ગયા પછી પણ, પરિવારના સભ્યોને પણ તેનો લાભ મળતો નથી. આવી સ્થિતિમાં પરિવારોને તમારી પોલીસી વિશે સંપૂર્ણ માહિતી આપવી મહત્વપૂર્ણ છે.

  આ પણ વાંચો - ઘરકંકાસ! 4 વર્ષના પુત્ર અને પત્નીને ગોળીમારી કરી પોતે પણ કર્યો આપઘાત, 'ત્રણે તરફડી રહ્યા હતા'

  તો આ પૈસા ક્યાં ગયા?

  દસ વર્ષથી બેંકોમાં પડેલી થાપણો આરબીઆઈને આપવામાં આવે છે. આરબીઆઈ તેને તેની સ્કીમ ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડ (ડીએએએફ)માં જમા કરે છે, જેનું મુખ્ય કામ થાપણદારોના હિતોને પ્રોત્સાહન આપવું અને આવા અન્ય હેતુઓ માટે ઉપયોગમાં લેવાય છે. બીજી તરફ, વીમા પોલિસી પાસે પડેલી અનક્લેમ્ડ એમાઉન્ટ મેચ્યોરિટીના 10 વર્ષ પછી પણ, ક્લેમ નહીં કરવા પર કેન્દ્ર સરકારની સિનિયર સિટીઝન વેલફેર ફંડમાં જમા કરી દેવામાં આવે છે. જ્યાં આ રકમ વદ્ધોની સુવિધાઓમાં વધારો કરવા માટે ખર્ચ કરવામાં આવે છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Bank account, Banking services

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन