નાણાં મંત્રી સીતારમણે કહ્યું, 'GSTમાં ઘટાડો મારા હાથમાં નથી'

નાણાં મંત્રી સીતારમણે કહ્યું, 'GSTમાં ઘટાડો મારા હાથમાં નથી'
નિર્મલા સીતારમણની ફાઇલ તસવીર

બેંકના વિલયના નિર્ણય અંગે પૂછવામાં આવ્યું તો સીતારમણે કહ્યું કે કોઇપણ બેંકને બંધ નહીં કરવામાં આવે, કોઇપણ કર્મચારીની છટણી નહીં થાય.

 • Share this:
  નાણાં મંત્રી નિર્મલા સીતારમણે રવિવારે કહ્યું કે ગુડ્સ એન્ડ સર્વિસેજ ટેક્સ રેટમાં ઘટાડો કરવો એ મારા હાથમાં નથી અને ઘટાડાનો નિર્ણય જીએસટી કાઉન્સિલ લેશે. ગ્રાથ વધારવા માટે વધુ કેટલાક પગલા લેવામાં આવશે. તમામ સેક્ટરોની ચિંતા દૂર કરવા પર ફોકસ છે. પરંતુ પૂર્વ વધાપ્રધાન મનમોહન સિંહના નિવેદન પર બોલવાનો નાણાં મંત્રીએ ઇનકાર કર્યો હતો.

  કેન્દ્રીય મંત્રીનું આ નિવેદન કેન્દ્રીય સાંખ્યિકી કાર્યાલય દ્વારા જાહેર જીડીપી આંકડાના એક દિવસ બાદ આવ્યું છે. સીએસઓએ શુક્રવારે 2018-2019ના જાન્યુઆરી-માર્ચમાં જીડીપી ગ્રોથ 5.8 ટકા રહ્યો હતો. તો ગત વર્ષે આ તિમાહી એટલે કે એપ્રિલ-જુન 2018-19માં જીડીપી ગ્રોથનો દર 7.8 ટકા હતો. મેન્યૂફેક્ચરીંગ સેક્ટર અને પ્રાઇવેટ કંઝમ્પશનને મંદી માટે દોષીત ગણવામાં આવી રહ્યું છે.  અહીં ક્લિક કરી વાંચોઃ અર્થવ્યવસ્થાને સુધારવા માટે મનમોહન સિંહે મોદી સરકારને આપી સલાહ

  જ્યારે બેંકના વિલયના નિર્ણય અંગે પૂછવામાં આવ્યું તો સીતારમણે કહ્યું કે કોઇપણ બેંકને બંધ નહીં કરવામાં આવે. કોઇ બેંકને એવું નથી કહેવામાં આવ્યું કે તે જે કામ કરી રહ્યાં છે તેને અલગ રીતે કરો. જો કે અમે બેંકના કામ કરવા માટે અને વધુ પુંજી આપી રહ્યાં છીએ. તેની સાથે જ તેઓએ કહ્યું કે બેંકના વિલય કોઇપણ કર્મચારીની છટણી નહીં થાય.

  10 સરકારી બેંકના વિલયની જાહેરાત

  ઉલ્લેખનીય છે કે શુક્રવારે નાણાં મંત્રીએ 10 સરકારી બેંકોના વિલયની જાહેરાત કરી હતી. સરકારનો આ નિર્ણય લોનમાં ડૂબેલા સેક્ટરને મજબૂત કરવાનો છે અને મજબૂત બેલેંસ સીટથી આ વધુ લોન આપે. જેનાથી ઇકોનોમિક ગ્રોથ રિવાઇવ કરવામાં મદદ મળે. આ વિલય બાદ સરકારી બેંકની સંખ્યા ઘટી 12 થઇ છે. 2017માં સરકારી બેંકની સંખ્યા 27 હતી.
  First published:September 01, 2019, 17:02 pm