રક્ષાબંધન પહેલા બહેનો માટે ખુશખબરી, રાખડીઓ થશે સસ્તી

પ્રતિકાત્મક તસવીર

 • Share this:
  રક્ષાબંધન પહેલા નરેન્દ્ર મોદી સરકારે બહેનોને મોટી ભેટ આપી છે. સરકારે આ પ્રસંગે રાખડીને જીએસટીની બહાર રાખવાની જાહેરાત કરી છે. નાણાંમંત્રી પિયૂષ ગોયલે આજે આ જાહેરાત કરતાં કહ્યું કે તેઓ રાખડીને હાલ જીએસટીના દાયરાથી બહાર રાખે છે.

  વિત્તમંત્રી પીયુષ ગોયલે કહ્યું કે, 'રક્ષાબંધન આવી રહી છે જેને જોતા અમે રાખડીને જીએસટીમાંથી બહાર રાખી છે.

  આ રીતે ગણેશ ચતુર્થીમાં પણ બધી મૂર્તિઓ, હસ્તશિલ્પ અને હેન્ડલૂમ્સ પર પણ જીએસટી હટાવી દીધું છે. આ બધી વસ્તુઓ આપણી પરંપરાનો ભાગ છે અને આપણે આમની સામે સન્માન દર્શાવવો જોઇએ.'  નોંધનીય છે કે, ગત જુલાઇમાં વિત્તમંત્રી પીયુષ ગોયલની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની 28મી બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા. જેમાં સેનિટરી નેપકિનને જીએસટીમાંથી બહાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સિવાય 28% વાળા પ્રોડક્ટ્સમાં પણ જીએસટી ઘટાડવામાં આવી હતી. કુલ મળીને 35થી વધારે ઉત્પાદનો પર જીએસટી રેટ ઘટાડવામાં આવ્યો હતો. વિત્ત મંત્રી પીયુષ ગોયલે કહ્યું હતું કે આ ફેરફારથી 100થી વધારે વસ્તુઓ સસ્તી થશે. બેઠકમાં લેવાયેલ બધા નિર્ણયો 27 જુલાઈથી લાગુ થવાના હતાં. 1000 રુપિયા સુધીના ફુટવેર પર હવે 5 ટકા ટેક્સ લાગશે, પહેલા આ રકમ 500 રૂપિયા હતી. ટીવી, ફ્રિઝ અને કુલર પણ સસ્તા થયા હતાં.
  Published by:Kaushal Pancholi
  First published: