Big News: લોન EMI પર મળી રહેલી છૂટ આગળ વધી શકે છે, નાણામંત્રીએ આપ્યા સંકેત

News18 Gujarati
Updated: July 31, 2020, 5:48 PM IST
Big News: લોન EMI પર મળી રહેલી છૂટ આગળ વધી શકે છે, નાણામંત્રીએ આપ્યા સંકેત
નિર્મલા સિતારમન (ફાઈલ ફોટો)

વધી શકે છે લોન મોરેટોરિયમ - નાણામંત્રીએ ફિક્કિ હોસ્પિટાલિટી સેક્ટરમાં લોન રિસ્ટ્રક્ચરિંગની જરૂરત છે. તેમણે કહ્યું કે, આરબીઆઈ સાથે મોરેટોરિયમ વધારવાની પણ ચર્ચા થઈ રહી છે.

  • Share this:
નવી દિલ્હી : કોરોનાના આ સંકટ (Coronavirus Pandemic)થી સામાન્ય લોકોને રાહત આપવા માટે સરકાર દરેક સંભવ પગલા ઉઠાવવા માટે તૈયાર છે. નાણામંત્રી નિર્મલા સિતારમ (Finance Minister Nirmala Sitharaman)ને EMI (લોન મોરેટોરિયમ) પર આપેલી રાહતની સુવિધા આગળ વધારવાના સંકેત આપ્યા છે. તેમણે ફિક્કિ (Federation of Indian Chambers of Commerce and Industry (FICCI))ના કાર્યક્રમમાં કહ્યું કે, લોન મોરેટોરિયમને લઈ RBI સાથે વાતચીત ચાલી રહી છે.

માર્ચથી લાગુ છે લોન મોરેટોરિયમ-કોરોના સંક્રમણના આર્થિક અસરને જોતા આરબીઆઈએ માર્ચમાં ત્રણ મહિના માટે મોરેટોરિયમ (લોન ચૂકવણીનો અવસર) સુવિધા આપી હતી. આ સુવિધા માર્ચથી 31 મે સુધી ત્રણ મહિના માટે લાગુ કરવામાં આવી હતી. બાદમાં આરબીઆઈએ તેને ત્રણ મહિના માટે વધારી 31 ઓગસ્ટ સુધી લાગુ કરી દીધી હતી. એટલે કે, કુલ 6 મહિનાની મોરાટોરિયમ સુવિધા આપવામાં આવી છે.

વધી શકે છે લોન મોરેટોરિયમ - નાણામંત્રીએ ફિક્કિ હોસ્પિટાલિટી સેક્ટરમાં લોન રિસ્ટ્રક્ચરિંગની જરૂરત છે. તેમણે કહ્યું કે, આરબીઆઈ સાથે મોરેટોરિયમ વધારવાની પણ ચર્ચા થઈ રહી છે.

પરંતુ લોન મોરેટોરિયમ વધારવાને લઈ રેટિંગ એજન્સિઓએ આપી ચેતવણી - ગ્લોબલ રેટિંગ એજન્સી સ્ટાન્ડર્ડ એન્ડ પૂઅર્સ (એસએન્ડપી)એ એનપીએ વધવાનું અનુમાન લગાવ્યું છે. એસએન્ડપીનું કહેવું છે કે, નાણાકીય વર્ષ 2021માં ભારતીય બેન્કોની એનપીએ વધી 14 ટકા સુધી જઈ શકે છે. નાણાકીય વર્ષ 2020માં એનપીએ 8.5 ટકા હતું. એજન્સીનું કહેવું છે કે, કોવિડ-19 મહામારીના કારણે ભારતીય બેન્કિંગ સેક્ટરની રિકવરી વર્ષો પાછળ જતી રહેશે. તેનાથી ક્રેડિટ ફ્લો અને અર્થવ્યવસ્થા બંને પ્રભાવિત થશે.

રિઝર્વ બેન્ક ગવર્નર શક્તિકાંત દાસે અનેક વખત ભરોસો આપ્યો છે કે, કોરોનાથી અર્થવ્યવસ્થાને બચાવવા માટે દરેક સંભવ પગલા ભરવા માટે કેન્દ્રીય બેન્ક તૈયાર છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે, મોરાટોરિયમ નહીં વધારવાની સ્થિતિમાં લોન ડિફોલ્ટનું સંકટ વધી શકે છે. કેમ કે, બિઝનેસથી લઈ નોકરીયાત બધાની કમાણી પર અસર પડી છે.
Published by: kiran mehta
First published: July 31, 2020, 5:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading