અર્થવ્યવસ્થાને પાટે લાવવા માટે નવા બૂસ્ટર ડોઝની તૈયારીમાં નાણા મંત્રી

(ફાઇલ તસવીર)

નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman)એ ગ્રોથની ગતિને પાટે લાવવા માટે આર્થિક સુધારા (Economic Reforms) શરૂ કરવાની વાત કહી છે

 • Share this:
  નવી દિલ્હી: નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman)એ ગ્રોથની ગતિને પાટે લાવવા માટે આર્થિક સુધારા (Economic Reforms) શરૂ કરવાની વાત કહી છે. ઇન્ડિયા સ્વીડન બિઝનેસ સમિટ (India Sweden Business Summit 2019)ને સંબોધિત કરતાં નાણા મંત્રી વધુમાં કહે છે કે, ભારતને વધુ આકર્ષક રોકાણ સ્થળ બનાવવા માટે સરકાર વધુ સુધારા કરવાં તૈયાર છે. સરકાર, હાલમાં કોર્પોરેટ્સ ટેક્સ ઘટાડવા સહિતનાં મોટા પગલાં ઉઠાવી રહી છે.

  ઇન્ડિયા સ્વીડન બિઝનેસ સમિટ (India Sweden Business Summit 2019)માં નાણા મંત્રીએ કહ્યું કે, ''હું ફક્ત એ આશ્વાસન આપી શકુ છુ કે, ભારત સરકાર વિભિન્ન ક્ષેત્રોમાં સુધારા કરવા પ્રતિબદ્ધ છે, પછી ત બેંકિંગ, ખાણ કે વીમા ઉપરાંત અન્ય કોઇ સેક્ટર કેમ ન હોય'

  ઇન્કમ ટેક્સમાં કાપ માટે આવેલી સલાહ પર થશે વિચાર- આ પહેલાં સોમવારે નાણા મંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં જણાવ્યું કે, તેણે ઇનકમ ટેક્સને ઘટાડવા માટે સાંસદોથી વાત કરી છે અને તેમની સલાહ પણ લઇ રહ્યાં છે.

  તેમણે કહ્યું કે, તેમાં કાપનો નિર્ણય તેનાં ફાયદાને ધ્યાનમાં રાખીને લેવામાં આવશે. ન ફક્ત આ માટે કે પહેલાં સરકારને કૉરપોરેટ ટેક્સમાં કાપ કર્યો છે.

  આપને જણાવી દઇએ કે, પર્સનલ ઇનકમ ટેક્સના દર અંગે નાણા મંત્રીનું નિવેદન તે પ્રશ્નનાં જવાબમાં આવ્યું જે, TMCનાં નેતા સૌગત રોય દ્વારા લોકસભાનાં કાર્યકાળ સમયે પુછવામાં આવ્યો હતો.

  નાણા મંત્રીનું કહેવું છે કે, તે તમામનું સમ્માન કરે છે જે પોતાની આજીવિકા માટે કમાઇ રહ્યાં છે. ટેક્સ ભરી રહ્યાં છે અને પોતાનાં બિઝનેસની સાથે જ પરિવારનું પણ ધ્યાન રાખી રહ્યાં છે. એટલે જ પર્સનલ ઇનકમ ટેક્સ તેનાં ફાયદાને ધ્યાનમાં રાખતાં જ નિર્ણય લેશે.
  Published by:Margi Pandya
  First published: