નાણા મંત્રી 4 વાગ્યે સ્ટ્રીટ વેન્ડર માટે કરી શકે છે મોટી જાહેરાત, ખાતામાં આવશે પૈસા

News18 Gujarati
Updated: May 14, 2020, 2:33 PM IST
નાણા મંત્રી 4 વાગ્યે સ્ટ્રીટ વેન્ડર માટે કરી શકે છે મોટી જાહેરાત, ખાતામાં આવશે પૈસા
આજના રાહત પેકેજમાં ખેડૂત, શ્રમિકો અને અસંગઠિત ક્ષેત્રોના કામદારો પર ફોકસ રહી શકે છે

આજના રાહત પેકેજમાં ખેડૂત, શ્રમિકો અને અસંગઠિત ક્ષેત્રોના કામદારો પર ફોકસ રહી શકે છે

  • Share this:
નવી દિલ્હીઃ નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman) સતત બીજા દિવસે 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજ વિશે વિસ્તૃત જાણકારી આપશે. CNBC આવાજને સૂત્રોથી મળતી જાણકારી મુજબ, આજના રાહત પેકેજમાં ખેડૂત, શ્રમિકો અને અસંગઠિત ક્ષેત્રોના કામદારો પર ફોકસ રહી શકે છે. સ્ટ્રીટ વેન્ડરો માટે વિશેષ સ્કીમની જાહેરાત થઈ શકે છે. જેથી તેઓ ફરીથી પોતાનો વેપાર શરૂ કરી શકે. સરકાર આ લોકોના ખાતામાં સીધા રૂપિયા ટ્રાન્સફર કરવાની જાહેરાત કરી શકે છે.

ખેડૂતો માટે થઈ શકે છે મોટી જાહેરાત- ખેડૂતોનને લગભગ 2 લાખ કરોડ રૂપિયાના Special Credit આપવાની જાહેરાત થઈ શકે છે. અસંગઠિત ક્ષેત્રોના કામદારો અને શ્રમિકો માટે વિશેષ છૂટની જાહેરાત થઈ શકે છે.

આ પહેલા, નાણા મંત્રીએ બુધવારે પહેલા ચરણમાં સૂક્ષ્મ, લઘુ તથા મધ્યમ ઉદ્યોગો (MSME)ને મજબૂતી આપવા માટે લગભગ 6 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી.

આ પણ વાંચો, 161 દેશોના GDPથી ઘણું મોટું છે ભારતનું કોરોના બચાવનું આર્થિક રાહત પેકેજ

નોંધનીય છે કે, આત્મનિર્ભર ભારત બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે 20 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી હતી. બુધવારે તેનો પહેલો હપ્તાની વિગત નાણા મંત્રી નિર્મલા સીતારમણે આપી. તેમાં નાના ઉદ્યોયોમાં કાક કરનારાઓને રાહત આપવામાં આવી છે.

લક્ષ્મણ રૉય, ઇકોનોમિક એન્ડ પોલિસી એડિટર, CNBC આવાજ 

આ પણ વાંચો, WHOએ આપી ચેતવણી, શક્ય છે કે કોરોના વાયરસ ક્યારેય ખતમ જ નહીં થાય!
First published: May 14, 2020, 2:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading