Digital Budget 2021: ખાતાવહી નહીં Tab, જાણો Budgetમાં ઉપયોગમાં લેવાતી બ્રીફકેસથી Tab સુધીનો ઈતિહાસ

કોરોના કાળ બાદનું પહેલું બજેટ બન્યું ડિજિટલ, નિર્મલા સીતારમણ ‘મેડ ઇન ઈન્ડિયા’ ટેબના માધ્યમથી રજૂ કરશે બજેટ

કોરોના કાળ બાદનું પહેલું બજેટ બન્યું ડિજિટલ, નિર્મલા સીતારમણ ‘મેડ ઇન ઈન્ડિયા’ ટેબના માધ્યમથી રજૂ કરશે બજેટ

  • Share this:
    નવી દિલ્હીઃ નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) આજે દેશનું બજેટ રજૂ કરશે. આ પહેલા તેઓએ મીડિયા સાથે વાત કરી. દરેક બજેટ રજુ કરતાં પહેલા નાણા મંત્રી જ્યારે મીડિયા સામે બજેટ દસ્તાવેજને રજૂ કરતાં હોય છે. એક સમય એવો હતો કે નાણા મંત્રી પોતાની દસ્તાવેજોની બ્રીફકેસ લાવતા હતા. નિર્મલા સીતારમણ એ નાણા મંત્રાલયની કમાન સંભાળી તો બ્રીફકેસને બદલે ખાતાવહીએ સ્થાન લઈ લીધું. હવે આ વર્ષે ખાતાવહીનું સ્થાન ડિજિટલ ટેબે લઈ લીધું છે.

    બજેટ રજૂ કરતાં પહેલા નાણા મંત્રી જ્યારે મીડિયા સામે આવ્યા તો તેમના હાથમાં ફાઇલ કે ખાતાવહી નહોતી પરંતુ ટેબ હતું. ઉલ્લેખનીય છે કે કોરોનાને કારણે સરકારે નિર્ણય લીધો હતો કે આ વખતે બજેટનું પ્રિન્ટિંગ નહીં થાય. નાણા મંત્રીએ બજેટના દસ્તાવેજોના સંકલન માટે હલવા સેરેમની દરમિયાન જ યૂનિયન બજેટ એપની જાહેરાત કરી હતી, જેના દ્વારા ખાસથી સામાન્ય જનતા સુધી બજેટ વિશે જાણકારી લઈ શકાય.

    આ પણ વાંચો, Budget 2021: આંદોલનની વચ્ચે ખેડૂતો માટે બજેટમાં આ બે મોટી જાહેરાત કરી શકે છે નાણા મંત્રી નિર્મલા સીતારમણ

    શું છે બ્રીફકેસનો ઈતિહાસ?

    ભારતના ઈતિહાસમાં આવું પહેલીવાર થઈ રહ્યું છે કે બજેટનું પ્રિન્ટિંગ નથી પરંતુ તે સમગ્રપણે ડિજિટલ છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં બજેટ દરમિયાન બ્રીફકેસ લાવવાની પરંપરાને બ્રિટનથી લાવવામાં આવી હતી. ઈંગ્લેન્ડમાં ગ્લેડસ્ટોન બોક્સનો ઉપયોગ થતો હતો. વર્ષ 1860માં બ્રિટિશ બજેટને રજુ કરનારા ચીફ વિલિયમ ઈ. ગ્લેડસ્ટોને પહેલીવાર આવી બ્રીફકેસનો ઉપયોગ કર્યો હતો. તેમાં તેઓએ ગોલ્ડ રંગની ક્વીન મોનોગ્રામનો ઉપયોગ કર્યો હતો.
    ભારતમાં પણ બજેટ પહેલા બ્રીફકેસની સાથે ફોટો ખેંચાવવામાં આવતો હતો. દેશના પહેલા નાણા મંત્રી આર.કે. ષણમુખમ શેટ્ટીએ બજેટ રજૂ કરવા દરમિયાન લેધર બ્રિફકેસનો ઉપયોગ કર્યો. દેશમાં વર્ષ 1970થી લઈને વર્ષ 2019 સુધી નાણા મંત્રીઓએ હાઈડબાઉન્ડ બ્રીફકેસનો ઉપયોગ કર્યો, જે બ્રિટનની બ્રીફકેસથી અલગ હતી.

    સરકારે બજેટ માટે લૉન્ચ કરી એપ

    કોરોનાને જોતાં સરકારે આ વખતે બજેટને સમગ્ર પણે પેપરલેસ રાખ્યું છે અને સામાન્ય જનતા સુધી તેને પહોંચાડવા માટે એક એપ લૉન્ચ કરી છે, જેની મદદથી તમે બજેટથી જોડાયેલી તમામ અપડેટ મેળવી શકો છો. આ એપનું નામ “Union Budget Mobile App” રાખવામાં આવ્યું છે. Union Budget Mobile App હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

    એપથી પણ લઈ શકો છો બજેટની જાણકારી

    એન્ડ્રોઇડ યૂઝર તેને ગૂગલ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી શકે છે. બીજી તરફ iOS ડિવાઇસ જેમ કે iPhone અને iPadનો ઉપયોગ કરનારા યૂઝર તેને એપ સ્ટોરથી ડાઉનલોડ કરી શકો છો. આ ઉપરાંત એપને યૂનિયન બજેટ વેબ પોર્ટલ www.indiabudget.gov.in થી પણ ડાઉનલોડ કરી શકાય છે.

    આ પણ વાંચો, Budget 2021: આજે નાણા મંત્રી 11 વાગ્યે રજૂ કરશે બજેટ, જાણો ક્યારે-ક્યાં અને કેવી રીતે જોઈ શકો છો LIVE ભાષણ

    યૂનિયન બજેટને અહીં જોઈ શકો છો લાઇવ

    જો તમે બજેટ ભાષણને લાઇવ જોવા માંગો છો તો તમે તેને ટીવીની સાથે પોતાના મોબાઇલ પર લાઇવ પણ જોઈ શકો છો. તેના માટે આપને લોકસભાની વેબસાઇટ https://loksabhatv.nic.in/ પર જવાનું રહેશે. જાણકારી માટે જણાવી દઈએ કે નાણા મંત્રી દ્વારા યૂનિયન બજેટના ભાષણની શરૂઆત 11 વાગ્યાથી થશે.
    Published by:Mrunal Bhojak
    First published: