Home /News /business /

Budget 2021 મોટી જાહેરાત: વન પર્સન કંપનીને મળશે મંજૂરી, નાના વેપારીઓને થશે ફાયદો

Budget 2021 મોટી જાહેરાત: વન પર્સન કંપનીને મળશે મંજૂરી, નાના વેપારીઓને થશે ફાયદો

નાણા મંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી છે કે, સરકાર વન પર્સન કંપનીને મંજૂરી આપશે.

નાણા મંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી છે કે, સરકાર વન પર્સન કંપનીને મંજૂરી આપશે.

    દેશનું સામાન્ય બજેટ 20-21 (Union Budget 2021) સોમવારે રજૂ થયું. આ બજેટમાં ગામડાઓથી લઇને શહેરો સુધી વિકાસના સંબંધમાં કેટલાક મહત્ત્વની જાહેરાત કરવામાં આવી. નાણા મંત્રી નિર્મલા સીતારણે (FM Nirmala Sitharaman) દેશનું સામાન્ય બજેટ રજૂ કરતી વખતે ઘણી જાહેરાતો કરી. આ દરમિયાન તેમણે દેશના વેપારીઓ માટે માટે પણ કેટલીક મોટી જાહેરાત કરી છે. આમા તેમણે જાણકારી આપી છે કે, સરકાર તરફથી દેશમાં વન પર્સન કંપનીને (One Person company) પણ અનુમતિ આપવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે, નાના વેપારીઓને મદદ મળશે.

    નાણા મંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી છે કે, સરકાર વન પર્સન કંપનીને મંજૂરી આપશે. આ માટે પેડ અપ કેપિટલ અને ટર્નઓવર અંગે કોઇ પાબંદી નહીં હોય.

    બજેટ 2021ના ભાષણમાં પણ છવાઇ Team India, જાણો નાણા મંત્રીએ શું કહ્યું

    Heath Budget 2021: 'આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના'ની જાહેરાત, કોરોના રસી માટે 35 હજાર કરોડ રૂપિયા

    ટેક્સ અંગે કરી મહત્ત્વની જાહેરાત

    આ ઉપરાંત નાણાં મંત્રીએ ટેક્સ અંગે પણ મહત્ત્વની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે, આઝાદીના 75મી વર્ષગાંઠે અમે 75 વર્ષ અને તેનાથી મોટી ઉંમરના સીનિયર સિટીઝન્સને રાહત આપવા માંગીએ છીએ. તેમણે હવે IT રિર્ટન ભરવાની જરૂર નથી. આ સાથે તેમણે જણાવ્યું કે, અત્યારે ટેક્સ રિએસેસમેન્ટ 6 વર્ષ અને ગંભીર મુદ્દે 10 વર્ષ પછી પણ કેસ ખોલી શકાય છે. તેને હવે ઘટાડીને 3 વર્ષ કરવામાં આવી રહ્યા છે. ગંભીર મુદ્દે હવે એક વર્ષમાં 50 લાખથી વધારે ઈન્કમ છુપાવવાની વાત હશે તો 10 વર્ષ સુધી કેસ ખોલી શકાશે. કમિશનર જ તેની મંજૂરી આપશે.

    નીચે જુઓ આખું બજેટ:



    બજેટની તમામ અપડેટ માટે કરો અહીં ક્લિક



    આ સાથે તેમને ટેક્સ અંગે મહત્તવની જાહેરાત કરતા જણાવ્યું કે, અત્યારે જો ટર્નઓવર 1 કરોડથી વધારે થઈ જાય તો ટેક્સ ઓડિટ કરવાનું થશે. 95% ડિજીટલ ટ્રાન્ઝેક્શન કરનાર માટે આ છૂટ વધારીને ગઈ વખતે 5 કરોડ ટર્નઓવર કરવામાં આવ્યું હતું. તેને વધારીને હવે 10 કરોડ કરવામાં આવી રહ્યું છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Budget 2021, Business, FM Nirmala sitharaman, Union Budget 2021, પીઅેમ નરેન્દ્ર મોદી

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन