નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે કરશે અગત્યની જાહેરાત, નોકરીયાત અને વેપારી વર્ગને મળી શકે છે દિવાળી ગિફ્ટ

નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે કરશે અગત્યની જાહેરાત, નોકરીયાત અને વેપારી વર્ગને મળી શકે છે દિવાળી ગિફ્ટ
નિર્મલા સીતારમણ

નાણા મંત્રી નિર્મલા સીતારમણ આજે વધુ એક રાહત પેકેજની જાહેરાત કરી શકે છે, 26 સેક્ટર્સ માટે મોટા એલાનની શક્યતા

 • Share this:
  નવી દિલ્હીઃ નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister of India) આજે બપોરે 12:30 વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સ કરશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, નાણા મંત્રી વધુ એક રાહત પેકેજની જાહેરાત કરશે. આ પેકેજમાં નાણા મંત્રી રોજગાર વધારવાને પ્રાધાન્ય આપી શકે છે. કેન્દ્ર સરકાર આગામી પ્રોત્સાહન પેકેજમાં પીએફ સબ્સિડી આપવાની જાહેરાત કરી શકે છે. આ સબ્સિડી કર્મચારીઓ અને રોજગાર આપનારી કંપનીઓ બંને માટે 10 ટકા PFના રૂપમાં હોઈ શકે છે. નોંધનીય છે કે કેન્દ્ર સરકારે 31 માર્ચે પ્રધાનમંત્રી રોજગાર પ્રોત્સાહન યોજના (Pradhan Mantri Rojgar Protsahan Yojana)ને બંધ કરી દીધી હતી, પરંતુ હવે સરકાર ફરી એકવાર આ યોજનાને શરૂ કરવાનો પ્લાન બનાવી રહી છે.

  26 સેક્ટર્સ માટે મોટી જાહેરાતની શક્યતા- સૂત્રો દ્વારા મળતી જાણકારી મુજબ, કેવી કામથ કમિટી તરફથી 26 સેક્ટર્સ માટે કરવામાં આવેલી ભલામણો મુજબ પેકેજ આવી શકે છે. આ સેકટર્સની કંપનીઓ માટે ઇમરજન્સી ક્રેડિટની જાહેરાત થઈ શકે છે. નવી ઘોષણા મુજબ આ કંપનીઓને ગેરંટી વગર લોન મળશે.  સૂત્રોએ જણાવ્યું કે, આ રાહત પેકેજ કંપનીઓ મુજબ હશે. તેમાં વધુ મોટી રકમની જાહેરાત થવાની આશા રાખવામાં આવી રહી છે.

  આ પણ વાંચો, ખુશખબર- ધનતેરસ પહેલા સોનું સસ્તું થયું, આ કારણે ઘટી રહ્યો છે ભાવ

  નોકરીયાત વર્ગને મળશે દિવાળી ગિફ્ટ?

  મની કન્ટ્રોલને સૂત્રોથી મળેલી જાણકારી મુજબ, શ્રમ મંત્રાલયે પ્રસ્તાવને અંતિમ રૂપ આપી દીધું છે અને સરકાર આગામી રાહત પેકેજમાં આ સ્કીમ વિશે ઘોષણા કરી શકે છે. નોંધનીય છે કે સરકાર આગામી બે વર્ષો માટે સબ્સિડી આપવાનો પ્લાન કરી રહી છે. જોકે આ યોજના શરૂ થવામાં હજુ 6 કે 7 મહિનાનો સમય લાગી શકે છે.

  કોને મળશે સ્કીમનો ફાયદો? - પ્રસ્તાવ મુજબ આ સબ્સિડી સ્કીમનો લાભ ઉઠાવવા માટે કર્મચારીની સેલરી 15,000 રૂપિયા પ્રતિ માસથી વધુ ન હોવી જોઈએ. જે લોકોની સેલરી વધુ હશે તેને આ સ્કીમનો ફાયદો નહીં મળે.

  આ પણ વાંચો, Dhanteras 2020: ધનતેરસે પાર્ટનરને આપો આ ખાસ જ્વેલરી, આંખોમાં આવી જશે ચમક

  સૂત્રો મુજબ, કોઈ કંપનીને કહેવામાં આવી શેક છે કે તેઓ 50 કે તેનાથી વધુ કર્મચારી હોવા પર ઓછામાં ઓછી બે નવી ભરતીઓ કરે. જો તેના 50થી વધુ કર્મચારી છે તો આ સબ્સિડીનો લામ ઉઠાવવા માટે ઓછામાં ઓછી પાંચ નવી ભરતીઓની આવશ્યક્તા હોઈ શકે છે.
  Published by:Mrunal Bhojak
  First published:November 12, 2020, 11:04 am